બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / ટ્રમ્પે ટેરિફ બૉમ્બ ફોડતા જ શેર માર્કેટ ક્રેશ, સેન્સેક્સ 700થી વધુ અંક તૂટ્યો, નિફ્ટી પણ લપસ્યો

Stock Market Update / ટ્રમ્પે ટેરિફ બૉમ્બ ફોડતા જ શેર માર્કેટ ક્રેશ, સેન્સેક્સ 700થી વધુ અંક તૂટ્યો, નિફ્ટી પણ લપસ્યો

Priyankka Triveddi

Last Updated: 09:47 AM, 31 July 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહિનાના છેલ્લા દિવસે શેરબજારમાં મોટો કડાકો, ટ્રમ્પ ટેરિફની માર્કેટમાં નેગેટિવ અસર વર્તાઇ.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 25 ટકા ટેરિફ લાદવાની જાહેરાત કર્યા બાદ ગુરુવારે સ્થાનિક શેરબજાર ખૂલતાની સાથે જ કડાકાભેર તૂટયું હતું. શરૂઆતના કારોબારમાં શેરબજારમાં નકારાત્મક વલણ જોવા મળ્યું. ટેરિફને કારણે સર્જાયેલી અનિશ્ચિતતાને કારણે સેન્સેક્સ અને નિફ્ટી લાલ નિશાન પર ખુલ્યા. સેન્સેક્સ ખૂલતાની સાથે જ 700 અંક તૂટયો અને નિફ્ટીમાં પણ મોટો કડાકો દેખાયો.

ટ્રમ્પે જાહેરાત કરી છે કે, ભારતથી આવતા માલ પર હવે 25 ટકા ટેરિફ લાગૂ કરાશે અને તેના પર વધારાનો દંડ પણ વસૂલવામાં આવશે. તેમ છતાં તેમણે સ્પષ્ટ કર્યું કે, અમેરિકા અને ભારત વચ્ચે વેપાર સંબંધો અંગે વાતચીત ચાલુ છે. આ બધાની વચ્ચે હવે સમાચાર સામે આવ્યા છે કે, અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત માટે પાકિસ્તાન ને લઇ પણ એક નિવેદન આપ્યું છે.વાસ્તવમાં ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, અમેરિકાએ પાકિસ્તાનના વિશાળ તેલ ભંડારને વિકસાવવામાં મદદ કરવા માટે એક કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ સાથે તેમણે ઉમેર્યું હતું કે, આ ભાગીદારીને આગળ વધારવા માટે તેલ કંપનીની પસંદગી હજુ બાકી છે. ટ્રમ્પે એમ પણ કહ્યું કે, એક દિવસ પાકિસ્તાન ભારતને તેલ વેચતું જોવા મળી શકે છે. અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'ટ્રુથ સોશિયલ' પર આ જાહેરાત કરી હતી. આ જાહેરાત ત્યારે થઈ જ્યારે તેમણે બુધવારે ભારત પર 25% ટેરિફ લાદ્યો. આ ઉપરાંત તેમણે રશિયા પાસેથી તેલ ખરીદવા બદલ ભારતને સજા આપવાની વાત કરી. આ પછી તરત જ ટ્રમ્પે અમેરિકા-પાકિસ્તાન તેલ કરાર વિશે માહિતી આપી.

શેરબજારને મોટો ફટકો

શેરબજારમાં આજે મહિનાના છેલ્લા દિવસે મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પે ગઈકાલે ભારત પર 25 ટકા ટેરિફ અને વધારાના દંડની જાહેરાત કરી જેની અસર આજે ભારતીય બજારમાં જોવા મળી. નિફ્ટી 200 પોઈન્ટથી વધુના ઘટાડા પછી ખુલ્યો. જ્યારે સેન્સેક્સ 750 પોઈન્ટથી વધુ ઘટ્યો. નિફ્ટી બેંક લગભગ 300 પોઈન્ટ, નિફ્ટી આઈટી 215 પોઈન્ટ અને FMCG 300 પોઈન્ટથી વધુ ઘટીને ટ્રેડ થઈ રહ્યો હતો. ગઈકાલે રાત્રે 9.20 વાગ્યા સુધીમાં BSE સેન્સેક્સ 500 પોઈન્ટ ઘટીને 81006.65 પર અને નિફ્ટી 160 પોઈન્ટ ઘટીને 24688 પર ટ્રેડ કરી રહ્યો હતો. BSE ની ટોપ 30 કંપનીઓમાંથી 26 શેરમાં મોટો ઘટાડો જોવા મળ્યો. જેમાં સૌથી મોટો ઘટાડો ટાટા મોટર્સ, RIL, M&M અને ભારતી એરટેલ જેવી કંપનીઓના શેરમાં લગભગ 2 ટકાનો હતો. તે જ સમયે 4 કંપનીઓના શેરમાં વધારો જોવા મળ્યો હતો. જેમાં સૌથી મોટો ઉછાળો ઝોમેટોમાં હતો.

વધુ વાંચો: ટ્રમ્પની દાદાગીરી નહી ચાલે, સરકારે કરી દીધી સૌથી મોટી જાહેરાત, આખુ વિશ્વએ ભારતનો આપ્યો સાથ

Vtv App Promotion

સ્મોલ અને મિડકેપ શેરોમાં પણ મોટો ઘટાડો

શરૂઆતના કારોબાર દરમિયાન BSE સ્મોલકેપમાં 400 પોઈન્ટથી વધુનો ઘટાડો જોવા મળ્યો. નિફ્ટી સ્મોલકેપમાં 600 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો. BSE મિડકેપમાં 300 પોઈન્ટથી વધુનો ઘટાડો જોવા મળ્યો. સ્મોલકેપમાં ફેઝ થ્રી લિમિટેડના શેરમાં 10%નો ઘટાડો થયો. જ્યારે મિડકેપમાં, સૌથી મોટો ઘટાડો પ્રીમિયર એનર્જી લિમિટેડ (3.5%) ને થયો.

(DISCLAIMER : બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

SensexNifty Share Market Opening Bell Stock Market Today
Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ