બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / રોકાણકારોને બમણો ફાયદો, આ કંપની ડિવિડન્ડની સાથે આપશે એક પર એક મફત શેર

બિઝનેસ / રોકાણકારોને બમણો ફાયદો, આ કંપની ડિવિડન્ડની સાથે આપશે એક પર એક મફત શેર

Last Updated: 12:11 AM, 7 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જાણીતી કંપની પિડિલાઇટ ઇન્ડસ્ટ્રીઝ લિમીટેડ (Pidilite Industries Ltd) એ રોકાણકારો માટે ખાસ જાહેરાત કરી છે. કંપનીએ 1:1 રેશિયો હેઠળ બોનસ શેર આપવાની મંજૂરી આપી છે.

શેરબજારમાં રોકાણ કરતા રોકાણકારો માટે વધુ એક સારા સમાચાર આવ્યા છે. જી હાં વધુ એક કંપની તેના રોકાણકારોને બોનસ શેર આપવા જઈ રહી છે. જાણીતી કંપની પિડિલાઇટ ઇન્ડસ્ટ્રીઝ લિમીટેડે રોકાણકારો માટે ખાસ જાહેરાત કરી છે. કંપનીએ 1:1 રેશિયા હેઠળ બોનસ શેર આપવાની મંજૂરી આપી છે. એટલે કે જો તમારી પાસે રેકોર્ડ તારીખ સુધી એક શેર હશે, તો તમને વધારાનો એક બોનસ શેર મફતમાં મળશે. જોકે બોનસ શેર માટે રેકોર્ડ તારીખની જાહેરાત હજી કરવામાં આવી નથી.

STOCK-MARKET-3

વિશેષ ડિવિડેન્ડની પણ કરી જાહેરાત

કંપનીના બોર્ડે ₹10 પ્રતિ શેરના સ્પેશલ ડિવિડેન્ડને પણ મંજૂરી આપી છે, જેના માટે 13 ઓગસ્ટ 2025ની રેકોર્ડ તારીખ નક્કી કરવામાં આવી છે. આ જાહેરાતથી રોકાણકારોમાં ખુશીની લહેર છે.

stock-market

શેરનો ભાવ ₹3,059 સુધી પહોંચ્યો

બુધવારે પિડિલાઇટના શેરોમાં ખરીદી જોવા મળી. કંપનીના શેરમાં 2%થી વધુની વૃદ્ધિ જોવા મળી હતી અને ઈન્ટ્રા ડે ટ્રેડિંગ દરમિયાન શેરનો ભાવ ₹3,059 સુધી પહોંચ્યો હતો. આ તેજી પાછળનું કારણ છે કંપનીના જूના ત્રિમાસિકના મજબૂત પરિણામો અને બોનસ-ડિવિડેન્ડની જાહેરાત છે.

STOCK-MARKET-1

કંપનીનો નેટ પ્રોફિટ વર્ષ-દર-વર્ષ 18.7% વધીને ₹678 કરોડ રહ્યો છે. ત્રિમાસિક આવક પણ 10.5%ના વધારા સાથે ₹3,753 કરોડ થઈ છે. કંપનીનું EBITDA 16% વધીને ₹941 કરોડ થયું છે. EBITDA માર્જીન પણ 110 બેઝિસ પોઈન્ટ્સ વધીને 25% સુધી પહોંચ્યું છે.

આ પણ વાંચો: RBIએ એકી સાથે આમ આદમીને હલાવી નાખનારા કર્યાં 5 મોટા એલાન, હાલ જાણો શું થયું?

પિડિલાઇટના શેરે છેલ્લા 5 વર્ષમાં 125% અને 1999 થી અત્યાર સુધી આશરે 48,000% રિટર્ન આપ્યું છે. કંપનીના શેરનો 52 સપ્તાહનો હાઈ ₹3,414.40 છે, જ્યારે લૉ પ્રાઇસ ₹2,620.15 છે. હાલના સમયમાં કંપનીનું માર્કેટ કેપિટલાઈઝેશન ₹1,54,500 કરોડથી વધુ છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

StockMarket PidiliteIndustriesLimited BonusShare
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ