બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 03:34 PM, 22 September 2025
ડિફેન્સ કંપની સ્વાન ડિફેન્સ એન્ડ હેવી ઇન્ડસ્ટ્રીઝના શેરમાં સોમવારે અપર સર્કિટ લાગી હતી. શેરમાં 5 ટકાના ઉછાળા પછી BSE પર તેનો ભાવ વધીને 606.15 રૂપિયા સુધી પહોંચી ગયો છે. આ કંપનીનો અત્યાર સુધીનો સૌથી વધારે ભાવ છે. કંપનીના શેરમાં આવેલા આ ઉછાળાનું મુખ્ય કારણ એક MOU છે.
ADVERTISEMENT
રોકાણકારોમાં ઉત્સાહનો માહોલ
કંપનીએ માહિતી આપી છે કે તેણે ગુજરાત મેરીટાઈમ બોર્ડ સાથે એક MOU સહી કર્યો છે. આ કરાર હેઠળ 4250 કરોડ રૂપિયાનું ઈન્વેસ્ટમેન્ટ કરવામાં આવશે. આ મોટી ડીલને કારણે રોકાણકારોમાં કંપનીના શેર પ્રત્યે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ ભાગીદારીથી ગુજરાતના પીપાવાવ બંદર પર શિપયાર્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું અપગ્રેડેશન કરવામાં આવશે.
ADVERTISEMENT

2 મહિનામાં થયો ડબલ ફાયદો
ADVERTISEMENT
સ્વાન ડિફેન્સ કંપનીના શેરના ભાવમાં છેલ્લા એક મહિનામાં 55 ટકા સુધીનો ઉછાળો આવ્યો છે. જ્યારે 3 મહિનામાં શેરના ભાવમાં 206 ટકા સુધીનો વધારો થયો છે. જેના કારણે રોકાણકારોના પૈસા બે ગણા થઈ ચૂક્યા છે. એ જ રીતે છેલ્લા 6 મહિનામાં કંપનીના શેરોમાં 601 ટકા જેટલો ઉછાળો આવ્યો છે. જ્યારે આ જ સમયગાળા દરમિયાન સેન્સેક્સ ઇન્ડેક્સમાં માત્ર 7.17 ટકા જ વૃદ્ધિ નોંધાઈ છે.

ADVERTISEMENT
આંકડા મુજબ ગયા એક વર્ષમાં સ્વાન ડિફેન્સ એન્ડ હેવી ઇન્ડસ્ટ્રીઝના શેરોમાં 5671 ટકા સુધીનો વધારો થયો છે. જણાવી દઈએ કે કંપનીનો 52 અઠવાડિયાનો સૌથી નીચો ભાવ 35.99 રૂપિયા રહ્યો છે. હાલ કંપનીનું માર્કેટ કેપ 3193 કરોડ રૂપિયાનું છે.
વધુ વાંચો : પહેલાં જ નોરતાએ સોના-ચાંદીના ભાવમાં આવ્યો મોટો ઉછાળો, કેટલો વધ્યો ભાવ?
ADVERTISEMENT
કંપનીમાં પ્રમોટર્સની ભાગીદારી 94.90 ટકા છે. જ્યારે પબ્લિક ભાગીદારી 4.7 ટકા છે. કંપનીમાં કોઈ પણ મ્યુચ્યુઅલ ફંડની ભાગીદારી નથી.
(DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.