બ્રેકિંગ ન્યુઝ
Multibagger Stock: શેરબજારનો ખેલ ખૂબ જ જોખમી હોય છે. ક્યારેક એવું બને છે કે કેટલાક શેર રોકાણકારોને એક જ ઝટકામાં ઊંચાઈથી જમીન પર લાવી દે છે, જ્યારે કેટલાક શેર એવા હોય છે જે તેમને રાતોરાત ધનવાન બનાવી દે છે. જો તમે યોગ્ય સમયે યોગ્ય સ્ટોકમાં રોકાણ કરો છો અને જો લક તમને સાથ આપે, તો તમારું નસીબ બદલાતા લાંબો સમય લાગતો નથી. આજે અમે તમને એક એવા સ્ટોક વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેણે શેરબજારને હચમચાવી નાખ્યું છે. આ સ્ટોકે રોકાણકારોને જબરદસ્ત રિટર્ન આપ્યું છે.
ADVERTISEMENT
આજે શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો હતો
આજે એટલે કે 8 ઓગસ્ટ ગુરુવારે ભારતીય શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો હતો, તેનું મુખ્ય કારણ ટ્રમ્પે લગાવેલા ટેરિફની અસર હતું. મોટા ભાગના શેર લાલ નિશાન પર ટ્રેડ કરી રહ્યા હતા. કેટલાક મલ્ટીબેગર શેર પણ હતા, જે તેજી બાદ લાલ નિશાન પર ટ્રેડ કરતા દેખાયા હતા. આમાનો એક શેર એચડીએફસી બેંક (HDFC Bank Share) પણ સામેલ હતો. દેશના સૌથી મોટા પ્રાઈવેટ બેંકનો આ શેરમાં આજે મામૂલી ઘટાડો જોવા મળ્યો હતો, જો કે આ ઘટાડા છતાં પણ આ શેર લાંબા ગાળાના રોકાણકારોને જબરદસ્ત રિટર્ન આપી ચૂક્યો છે આ શેરે 1 લાખ રૂપિયાના રોકાણને 3.50 કરોડ રૂપિયાથી વધુમાં ફેરવી દીધા છે.
ADVERTISEMENT
છેલ્લા એક વર્ષનું રિટર્ન શાનદાર રહ્યું
આજે સવારે 11 વાગ્યે આ શેરમાં 0.28 ટકાનો ઘટાડા સાથે રુપિયા 1980ની આસપાસ ટ્રેડ કરી રહ્યો હતો. પાછલા મહિનાની વાત કરવામાં આવે તો રોકાણકારો નજીવી ખોટમાં રહ્યા હતા. જો કે છ મહિના કે એક વર્ષનું રિટર્ન શાનદાર રહ્યું છે અને લાંબા ગાળાના રોકાણકારોને ઘણું રિટર્ન આપ્યું છે. આ શેરની કિંમત એક વર્ષ પહેલા 1623.50 હતી જે આજે 1980ની આસાપસ છે. આ રીતે જોવામાં આવે તો આ શેર રોકાણકારોને લગભગ 22 ટકા જેટલું રિટર્ન આપી ચૂક્યો છે.
ADVERTISEMENT
રોકાણકારની રકમને બે ગણી કરી દીધી
એચડીએફસી બેંકના શેરમાં છેલ્લા 5 વર્ષમાં ભારે ઉતાર-ચઢાવ જોવા મળી હતી. તેમ છતાં પણ આ શેરનું રિટર્ન સારુ એવું રહ્યું છે. એક વર્ષમાં આ શેરે લગભગ 90 ટકા જેટલું રિટર્ન આપ્યું છે. જો કે 62 મહિના એટલે કે 5 વર્ષ અને 2 મહિનાથી વધારે રોકાણની રકમને બે ગણી કરી દીધી છે. સરળ રીતે સમજીએ તો જો તમે જૂન 2020માં 1 લાખના શેર લીધા હોય તો તે રકમ હાલ વધીને બમણી થઈ ગઈ છે.
ADVERTISEMENT
વધુ વાંચો : ટ્રમ્પના 'ટેરિફ બોમ્બ'થી શેરબજારમાં ભૂકંપ! આ મોટા મોટા શેરમાં કડાકો, સેન્સેક્સ ડાઉન ટ્રેન્ડમાં
આ રીતે રોકાણકારોને બનાવ્યા કરોડપતિ
ADVERTISEMENT
જાન્યુઆરી 1999માં આ શેરની કિંમત 10 રુપિયા કરતા પણ ઓછી હતી, એ સમયે આ શેરની કિંમત ફક્ત 5.52 રૂપિયા હતી. અત્યારે આ શેર 1980 રૂપિયાની આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે. એટલે આ શેરે રોકાણકારોને 35000 ટકાથી વધુ વળતર આપ્યું છે. હવે જો રોકાણકારોએ લગભગ 26 વર્ષ પહેલાં એટલે કે જાન્યુઆરી 1999માં 1 લાખ રૂપિયાના શેર ખરીદ્યા હોત, તો આજે તેમની કિંમત 3.50 કરોડ રૂપિયાથી વધુ હોત. એટલે કે તમે ફક્ત 1 લાખ રૂપિયાનું રોકાણ કરીને 26 વર્ષમાં કરોડપતિ બની ગયા હોત.
સંકળાયેલા મુદ્દાઓ
Jai Bhatt is Sr. Sub Editor and working in journalism from more than 10 years. He is an expert of reporting and writing human interest news tories.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.