બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / ટ્રમ્પના 'ટેરિફ બોમ્બ'થી શેરબજારમાં ભૂકંપ! આ મોટા મોટા શેરમાં કડાકો, સેન્સેક્સ ડાઉન ટ્રેન્ડમાં
Stock Market Today: અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગઈકાલે ભારત પર વધારાના 25 ટકા ટેરિફની જાહેરાત કરી હતી, જેની અસર આજે ભારતીય બજારમાં જોવા મળી રહી છે. સેન્સેક્સ 250 પોઈન્ટના ઘટાડા સાથે 80,311.03 અને નિફ્ટી 69.25 પોઈન્ટના ઘટાડા સાથે 24,504.95 પર ખુલ્યો હતો.
ADVERTISEMENT
રોકાણકારોમાં ચિંતાનું મોજુ
આ સમાચાર લખાય છે ત્યારે સેન્સેક્સ 440થી વધુ પોઈન્ટના ઘટાડા સાથે 80,098.38 તેમજ નિફ્ટી 150થી વધુ પોઈન્ટના ઘટાડા સાથે 24,422.25 પર ટ્રેડિંગ કરી રહ્યો છે. આજે ટેક્સટાઈલ કંપનીઓના શેર સતત તૂટી રહ્યાં છે. આ ઉપરાંત અવંતિ ફિડ્સમાં લગભગ 4 ટકા ઘટાડો જોવા મળી રહ્યો છે. તેમજ ગોકળદાસ એક્સોપર્ટ અને કેકેઆર મીલના શેર પણ 3 ટકા જેટલા તૂટી ગયા છે. રોકાણકારોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે.
ADVERTISEMENT
ક્યાં શેર ઘટ્યા અને ક્યાં શેર વધ્યા
આજે શેરબજારમાં અદાણી એન્ટરપ્રાઈઝ, જિયો ફાઈનાન્સ, ટાટા સ્ટીલ, અદાણી પોર્ટ્સ, કોટક મહિન્દ્રા બેંક, ટાટા મોટર્સ, બજાજ ઑટો, ઓએનજીસી અને શ્રીરામ ફાઈનાન્સના શેરમાં 1.43 ટકા સુધીનો ઘટાડો નોંધાયો છે. જો કે, સન ફાર્મા અને બજાજ ફિનસર્વ હિરો મોટોકૉર્પ, ટ્રેન્ટ, સિપ્લા, આઈટીસી, નેસ્લે ઈન્ડિયા, ઈન્ડસઈન્ડ બેંકના શેરમાં 1.29 ટકા સુધી વધારો વધારો નોંધાયો છે.
ADVERTISEMENT

ટેરિફ લાગુ થવામાં હજુ 20 દિવસનો સમય
ADVERTISEMENT
નોંધનીય છે કે, ટ્રમ્પના નવા ટેરિફ લાગુ થવામાં હજુ 20 દિવસ જેટલો સમય બાકી છે અને આ વધારાનો ટેરિફ આગામી 27મી ઓગસ્ટથી લાગુ થવાનો છે. એટલે કે ત્યાં સુધીમાં યુએસ-રશિયા અને યુએસ-ભારત વચ્ચે કેટલાક મુદ્દાઓ પર સંમતિ બની શકે છે જેની અસર બજારમાં પણ જોવા મળી શકે છે.
વધુ વાંચો : સસ્તાના જમાના ગયા! સોનાના ભાવમાં રેકોર્ડબ્રેક ઉછાળો, જાણો અમદાવાદ સહિતના શહેરોના ભાવ
ADVERTISEMENT
તો ભારતના GDP પર અસર પડી શકે
જો કે એ તો આગામી સમય જ નક્કી કરશે કે ટેરિફની અસર ભારતીય બજાર પર કેટલી જોવા મળશે. એક્સપર્ટનું કહેવું છે કે, જો આ ટેરિફ એક વર્ષ સુધી ચાલુ રહેશે, તો ભારતના GDP પર તેની અસર લગભગ 30 થી 40 બેસિસ પોઈન્ટ સુધી જોવા મળી શકે છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Jai Bhatt is Sr. Sub Editor and working in journalism from more than 10 years. He is an expert of reporting and writing human interest news tories.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.