બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / સસ્તાના જમાના ગયા! સોનાના ભાવમાં રેકોર્ડબ્રેક ઉછાળો, જાણો અમદાવાદ સહિતના શહેરોના ભાવ

ચળકાટ / સસ્તાના જમાના ગયા! સોનાના ભાવમાં રેકોર્ડબ્રેક ઉછાળો, જાણો અમદાવાદ સહિતના શહેરોના ભાવ

Jay Bhatt

Last Updated: 11:30 AM, 7 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રક્ષાબંધનના તહેવારને આડે હવે એક જ દિવસનો જ સમય બાકી છે ત્યારે સોનાના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. તહેવાર ટાણે જ ભાવ વધતા ખરીદી પણ ઓછી થઈ રહી છે. જાણો આજનો સોનાનો લેટેસ્ટ ભાવ શું છે.

Gold Price Today : તહેવાર સમયે સોનાના ભાવ વિક્રમી સ્તરે પહોંચતા જ્વેલર્સની ચિંતા વધી છે. ગોલ્ડ ઓલ ટાઈમ હાઈ છે. વૈશ્વિક બજારમાં ઉદ્ભવેલી સ્થિતિને કારણે સોનાનો ભાવ ઐતિહાસિક સ્તરે છે. તહેવાર ટાણે લોકોએ આ સ્થિતિને કારણે ખરીદી પણ ઓછી કરી દીધી છે. એક દિવસ પછી રક્ષાબંધનનો તહેવાર છે તેમજ જન્માષ્ટમીનો તહેવાર પણ નજીક છે તેમ છતાં શો-રૂમમાં ગ્રાહકો દેખાતા નથી.

તહેવાર ટાણે જ વેપારીઓની ચિંતા વધી

તહેવાર પહેલા જ્વેલરી શો-રૂમમાં ગ્રાહકો મોટી સંખ્યામાં સોનું ખરીદવા જોવા મળતા હોય છે, પરંતુ આ વખતે ગ્રાહકો નહિવત પ્રમાણમાં દેખાતા વેપારીઓની ચિંતા વધી છે. સોનામાં રેકોર્ડ બ્રેક તેજી ચાલી રહી છે. ગઈકાલે સોનાના ભાવ એક લાખને પાર પહોંચી ગયા હતા. ત્યારે આજે સતત બીજા દિવસે પણ રેકોર્ડ બ્રેક વધારો જોવા મળ્યો હતો. આજે એટલે કે 07 ઓગસ્ટ 2025 ગુરુવારના રોજ દેશમાં 24 કેરેટ સોનાનો દર ₹1,02,340 પ્રતિ 10 ગ્રામ છે.

સેનું એક લાખને પાર પહોંચ્યુ હતું

ગઈકાલે એટલે કે 06 ઓગસ્ટ 2025 સોનાનો ભાવ ઓલ ટાઈમ હાઈ સપાટી પર પહોંચી ગયો હતો. બુધવારે સોનુ એક લાખને પાર કરી પહોંચી ગયું હતું. 10 ગ્રામ સોનાની કિમત 1,02,270 પર પહોંચી ગઈ હતી. 24 કેરેટ સોનાનો ભાવ 596 રૂપિયા વધીને 1,02,270 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો હતો. આજે પણ સોનાના ભાવ વધ્યો હતો. અમદાવાદ, વડોદરા સુરત અને રાજકોટમાં સોનાના ભાવમાં વધારો જોવા મળ્યો હતો.

વધુ વાંચો : ટ્રમ્પનો ટેરિફ બોમ્બ ફુસ્સ! ધમકી બાદ તરત ભારતને થયા બે મોટા લાભ, આફત અવસર બન્યો

ચાર મહાનગરોમાં સોનાનો ભાવ કેટલો થયો?

અમદાવાદમાં 22 કેરેટ સોનાનો ભાવ ₹93,860 પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો દર ₹1,02,390 પ્રતિ 10 ગ્રામ છે. સુરતની વાત કરવામાં આવે તો 22 કેરેટ સોનાનો ભાવ ₹93,860 પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો દર ₹1,02,390 પ્રતિ 10 ગ્રામ છે. જ્યારે વડોદરામાં 22 કેરેટ સોનાનો ભાવ ₹93,860 પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો દર ₹1,02,390 પ્રતિ 10 ગ્રામ છે. આ ઉપરાંત રાજકોટમાં 22 કેરેટ સોનાનો ભાવ ₹93,860 પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો દર ₹1,02,390 પ્રતિ 10 ગ્રામ છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gold Price Gujarat Business Gold price
Jay Bhatt

Jai Bhatt is Sr. Sub Editor and working in journalism from more than 10 years. He is an expert of reporting and writing human interest news tories.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ