બ્રેકિંગ ન્યુઝ
Infosys Buyback: શેરબજારમાં હાલ તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતની બીજી સૌથી મોટી આઇટી કંપનીના બોર્ડ દ્વારા 18000 કરોડ રૂપિયાના શેર બાયબેક પ્રસ્તાવને મંજૂરી આપ્યા બાદ 2 ટકાથી વધુ ઉછળ્યા હતા. આ અત્યાર સુધીનો સૌથી મોટો શેર બાયબેક પ્રસ્તાવ છે. શરૂઆતના ટ્રેન્ડિંગમાં કંપનીના શેર પ્રતિ શેર રૂ. 1,539.90 પર ટ્રેડ થઈ રહ્યા હતા.
ADVERTISEMENT
માર્કેટમાં દેખાઈ બાયબેકની અસર
રોકાણકારોની નજર હાલ આ આઈટી શેર પર છે અને તેને ખરીદવા માટે હોડ લાગી છે. આ શેરમાં બાયબેકની જાહેરાત થતાં જ માર્કેટમાં તેની અસર સ્પષ્ટપણે દેખાઈ રહી છે. કંપનીના શેર 2.32 ટકાના વધારા સાથે રૂ. 1544.65 પર ખુલ્યા હતા. નોંધનીય છે કે, ઇન્ફોસિસ (infosys share buyback) 10 કરોડ શેર બાયબેક કરવા જઈ રહી છે. ગુરુવારે (11 સપ્ટેમ્બર 2025)ના રોજ બજાર બંધ થયા પછી ઇન્ફોસિસ જાહેરાત કરી હતી કે શેર બાયબેક 25 ટકાથી વધુ નહીં હોય અને તે કંપનીના કુલ શેરના 2.41 ટકા હશે.
ADVERTISEMENT

ઇન્ફોસિસની પાંચમી વખત બાયબેકની જાહેરાત
ADVERTISEMENT
છેલ્લા એક વર્ષમાં ઇન્ફોસિસના શેર (infosys share)માં 19 ટકાથી વધુનો ઘટાડો થયો છે. એટલે કંપની બે વર્ષમાં 4.63 ટકા અને 3 વર્ષમાં ફક્ત 2.17 ટકા વળતર આપી શકી છે. જે સેન્સેક્સ ઇન્ડેક્સ કરતા પણ ઘણું ઓછું છે. આઇટી કંપની પાંચમી વખત તેના શેર બાયબેક કરવા જઈ રહી છે. 2017માં, કંપનીએ 13000 કરોડ રૂપિયાનો બાયબેક કર્યો હતો. ઇન્ફોસિસે 2019માં 8260 કરોડ રૂપિયા અને 2021માં 9200 કરોડ રૂપિયાના શેર બાયબેક કર્યા હતા. છેલ્લે કંપનીએ 2023માં 9300 કરોડ રૂપિયાના શેર બાયબેક કર્યા હતા.
વધુ વાંચો : વધુ એક કંપનીમાં કર્મચારીઓ રખડી પડ્યાં! કુલ સ્ટાફના 30 % લોકોની છટણી, જાણો કારણ
ADVERTISEMENT
શું હોય છે શેર બાયબેક, કંપનીઓ કેમ કરે છે બાયબેક
કંપની પોતાની મૂડીમાંથી પોતાના જ શેર પરત ખરીદે તેને શેર બાયબેક કહેવાય છે. બાયબેકનો અર્થ બજારમાં શેરના ભાવ ઓછા મળી રહ્યા છે તેમ કંપની માને છે. શેર બાયબેકથી કંપનીની ઈક્વિટી કેપિટલ ઓછી થઈ જાય છે. અહીં એ વાત નોંધવા જેવી છે કે, બાયબેક કરવામાં આવેલા શેરો ફરીથી ઈસ્યુ કરી શકાતા નથી. ઈક્વિટી કેપિટલ ઓછી હોવાથી કંપનીની શેર આવક એટલેકે ઈપીએસ વધી જાય છે. બાયબેકથી શેરને શ્રેષ્ઠ પીઈ મળે છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Jai Bhatt is Sr. Sub Editor and working in journalism from more than 10 years. He is an expert of reporting and writing human interest news tories.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.