બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 09:18 AM, 12 September 2025
ભારતમાં તાજેતરમાં ઓનલાઈન ગેમિંગને લઈને સરકાર દ્વારા ઓનલાઈન ગેમિંગ પ્રમોશન અને રેગ્યુલેશન એક્ટ 2025 અમલમાં આવ્યો છે. આ કાયદા પછી ઘણા મોટા ફેરફારો થયા છે. કેટલીક કંપનીઓએ પોતાનો વ્યવસાય બંધ કર્યો છે તો કેટલીક કંપનીઓએ પોતાના વ્યવસાય મોડેલમાં મોટો ફેરફાર કર્યો છે. આ બદલાવની સીધી અસર કર્મચારીઓ પર પડી રહ્યો છે, કારણ કે ઘણી કંપનીઓમાં મોટી સંખ્યામાં લોકોને છુટા કરવામાં આવ્યા છે.
ADVERTISEMENT

ઓનલાઈન ગેમિંગ પ્લેટફોર્મ ઝુપી (Zupee) એ પોતાના આશરે 170 કર્મચારીઓને કામમાંથી મુક્ત કર્યા છે. આ કંપનીના કુલ કર્મચારીઓના લગભગ 30 ટકા થાય છે. કંપનીના સ્થાપક અને CEO દિલશેર સિંહે જણાવ્યું કે નવા નિયમોને અપનાવવા માટે આ નિર્ણય લેવો જરૂરી હતો. તેમણે કહ્યું કે આ નિર્ણય સરળ નહોતો, પરંતુ ભવિષ્યમાં વ્યવસાયને યોગ્ય દિશામાં આગળ વધારવા માટે આ પગલું લેવું પડ્યું.
ADVERTISEMENT

ADVERTISEMENT
Zupie સાથે જ છુટા કરેલા કર્મચારીઓ માટે એક વ્યાપક રાહત પેકેજની પણ જાહેરાત કરી છે. આ પેકેજમાં માનક સૂચના ઉપરાંત સેવા વર્ષોના આધારે નાણાકીય સહાય આપવામાં આવશે. કેટલાક કર્મચારીઓને 6 મહિના સુધી નાણાકીય સુરક્ષા આપવામાં આવશે. સાથે જ બધા અસરગ્રસ્ત કર્મચારીઓને સમગ્ર સમયગાળા માટે આરોગ્ય વીમો આપવામાં આવશે. કંપનીએ વધારાની મદદ માટે 1 કરોડ રૂપિયાનું તબીબી સહાય ભંડોળ પણ બનાવ્યું છે, જેથી મુશ્કેલીના સમયમાં તેઓને તબીબી ખર્ચ માટે મદદ મળી શકે.

ADVERTISEMENT
Zupie હવે પોતાના નવા વેપાર મોડેલ પર કામ કરશે, જેમાં તે સામાજિક રમતો અને સંસ્કૃતિને લગતી ટૂંકી વિડિઓ સામગ્રી પર ધ્યાન કેન્દ્રિત કરશે. કંપની માને છે કે આવનારા સમયમાં આ ક્ષેત્રમાં વધુ વૃદ્ધિ થઈ શકે છે અને નવું દિશાનિર્દેશ તેને આગળ વધારશે.
ADVERTISEMENT
આ પણ વાંચો : તમારા ક્રેડિટ કાર્ડનો ઉપયોગ બીજા કરતા હોય તો બંધ કરી દેજો! નહીંતર આવશે ITની નોટિસ
બીજી તરફ, ડિજિટલ ગેમિંગ ફર્મ Games 24x7 એ પણ મોટી છટણી કરવાનો નિર્ણય લીધો છે. કંપની પોતાના આશરે 70 ટકા કર્મચારીઓને કામમાંથી મુક્ત કરશે. હાલ કંપનીમાં 700 થી 750 જેટલા કર્મચારીઓ છે, જેમાંથી લગભગ 500 લોકો પર આ નિર્ણયનો સીધો અસર થશે. એક રિપોર્ટ અનુસાર, કંપનીના એક કર્મચારીએ આ સમાચારની પુષ્ટિ કરી છે. ભારતમાં નવા ગેમિંગ કાયદા લાગુ થયા બાદ ગેમિંગ ઉદ્યોગમાં મોટાપાયે ઉથલપાથલ થઈ રહી છે. એક તરફ કંપનીઓ પોતાના મોડેલ બદલવા મજબૂર થઈ રહી છે તો બીજી તરફ હજારો કર્મચારીઓ નોકરી ગુમાવી રહ્યા છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.