ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / તમારા ક્રેડિટ કાર્ડનો ઉપયોગ બીજા કરતા હોય તો બંધ કરી દેજો! નહીંતર આવશે ITની નોટિસ

બિઝનેસ / તમારા ક્રેડિટ કાર્ડનો ઉપયોગ બીજા કરતા હોય તો બંધ કરી દેજો! નહીંતર આવશે ITની નોટિસ

Published By: Pravin Joshi

Last Updated: 04:46 AM, 12 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમે તમારા મિત્રો માટે ક્રેડિટ કાર્ડથી વારંવાર ખરીદી કરો છો અને તેઓ તમને પછીથી પૈસા પાછા ટ્રાન્સફર કરે છે, તો આ આદત તમને ઇનકમ ટેક્સ વિભાગના રડાર પર લઈ જઈ શકે છે.

ADVERTISEMENT

આજકાલ ક્રેડિટ કાર્ડ લગભગ દરેક પગારદાર વ્યક્તિના જીવનનો એક અગત્યનો હિસ્સો બની ગયો છે. મહિનાના અંતિમ દિવસોમાં કે અચાનક મોટા ખર્ચા સમયે તે મદદરૂપ બને છે. પરંતુ જો તમે તમારા મિત્રો માટે ક્રેડિટ કાર્ડથી વારંવાર ખરીદી કરો છો અને તેઓ તમને પછીથી પૈસા પાછા ટ્રાન્સફર કરે છે, તો આ આદત તમને ઇનકમ ટેક્સ વિભાગના રડાર પર લઈ જઈ શકે છે.

credit-card-2

ઘણા વખત એવું બને છે કે મિત્રો માટે ફ્લાઈટ ટિકિટ બુક કરી આપવી, ઑનલાઈન ખરીદીમાં મદદ કરવી અથવા કોઈ બિલ પેમેન્ટ કરવું. ત્યારબાદ મિત્રો તમને UPI કે બેંક ટ્રાન્સફર દ્વારા પૈસા પાછા આપે છે. સામાન્ય રીતે આ મિત્રતા લાગે છે, પણ ઇનકમ ટેક્સ વિભાગ માટે આ ટ્રાન્ઝેક્શન તમારી આવક સમાન લાગી શકે છે.

credit-card-4

ઉદાહરણ તરીકે, જો તમે મિત્રને મદદરૂપ થઈને તમારા ક્રેડિટ કાર્ડથી ₹50,000નો સ્માર્ટફોન ખરીદી આપ્યો અને પછી મિત્રે તમને UPIથી રૂપિયા પાછા આપ્યા, તો એકાદ વખત ચાલે. પણ જો આવું વારંવાર અને મોટી રકમ માટે થાય, તો IT વિભાગ પૂછપરછ કરી શકે છે કે તમારા ખાતામાં આટલા પૈસા કેમ આવી રહ્યા છે.

credit-card-final

કયા નિયમો લાગુ પડે છે?

  • જો એક નાણાકીય વર્ષમાં તમારા ક્રેડિટ કાર્ડનો ખર્ચ ₹10 લાખથી વધુ હોય, તો બેંક સીધું IT વિભાગને જાણ કરે છે.
  • જો તમે ₹1 લાખથી વધુ કેશમાં ક્રેડિટ કાર્ડ બિલ ચૂકવો છો, તો પણ શંકા થઈ શકે છે.
  • તમામ ટ્રાન્ઝેક્શન બેંકિંગ ચેનલ (UPI, NEFT, IMPS) મારફતે જ કરવું જોઈએ.
credit-card-1

મુશ્કેલીથી કેવી રીતે બચવું?

  • હંમેશા દરેક લેવડ-દેવડનો બેંકિંગ રેકોર્ડ રાખો.
  • કેશમાં પૈસા લેવાનું ટાળો.
  • વારંવાર મિત્રો માટે મોટા ખર્ચા ન કરો, નહીં તો IT વિભાગ તેને બિઝનેસ એક્ટિવિટી માની શકે છે.
  • જો રકમ મોટી હોય, તો એક લખિત એગ્રીમેન્ટ બનાવવું સારું રહેશે કે આ મદદ છે, કમાણી નહીં.

આ પણ વાંચો : ફિઝિયોથેરાપિસ્ટ પોતાના નામની આગળ હવે 'ડોક્ટર' નહીં લખી શકે, જાણો કારણ

ટૂંકમાં કહીએ તો મિત્રો માટે મદદ કરવી ખોટું નથી, પરંતુ ક્રેડિટ કાર્ડથી વારંવાર મોટી લેવડ-દેવડ કરશો તો ટેક્સ વિભાગ એને આવક માની શકે છે. સાવચેતી રાખશો તો નોટિસ અને પેનલ્ટી બંનેથી બચી શકાશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

CreditCardBillPayment IncomeTaxNotice CreditCard

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ