બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / કોણ છે દુનિયાના ધનિક વ્યક્તિ જેણે મસ્કને છોડ્યા હતા પાછળ, જાણો કેટલી છે સંપત્તિ

બિઝનેસ / કોણ છે દુનિયાના ધનિક વ્યક્તિ જેણે મસ્કને છોડ્યા હતા પાછળ, જાણો કેટલી છે સંપત્તિ

Jay Bhatt

Last Updated: 12:22 PM, 11 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દુનિયાના અબજોપતિના લિસ્ટમાં મોટો ફેરફાર થયો છે, જેમાં ટેસ્લાના સીઈઓ અને સ્પેસએક્સના માલિક મસ્કે પ્રથમ નંબરનું સ્થાન ગુમાવી દીધું છે અને તેના સ્થાને ઓરેકલના કો-ફાઉન્ડર વિશ્વના સૌથી ધનવાન વ્યક્તિ બની ગયા છે.

Larry Ellison: વિશ્વ પર રાજ કરતા ટેસ્લાના સીઈઓ એલોન મસ્કને મોટો ઝટકો લાગ્યો છે, હવે તે દુનિયાના ધનિકોની યાદીમાં બીજા ક્રમે આવી ગયા છે, મસ્કના સ્થાને હવે સૌથી ધનીકોની યાદીમાં ટોચ ઓરેકલના સહ-સ્થાપક અને ચેરમેન લેરી એલિસને કબજો કર્યો છે. ત્યારે જાણો કોણ છે લેરી એલિસન અને તેમની પાસે કેટલી સંપત્તિ છે.

એલિસનની કંપનીના શેરોમાં અચાનક ઉછાળો આવ્યો

નોંધનીય છે કે, 81 વર્ષના લેરી એલિસન પહેલીવાર વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ બન્યા છે. બ્લૂમબર્ગના બિલિયોનેર્સ ઇન્ડેક્સ મુજબ બિઝનેસમેની બુધવારે (10 સપ્ટેમ્બર, 2025) કુલ સંપત્તિ 101 બિલિયન ડૉલર વધીને કુલ 393 બિલિયન ડૉલર થઈ ગઈ છે. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઇન્ડેક્સમાં અત્યાર સુધીનો એક દિવસનો સૌથી મોટો વધારો છે. બ્લૂમબર્ગના બિલિયોનેર્સ ઇન્ડેક્સ મુજબ એલિસનની સોફ્ટવેર કંપનીના શેરોમાં અચાનક જ જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો, જેના કારણે તેની સંપત્તિમાં વધારો થયો હતો.

એક દિવસમાં સૌથી મોટો ઉછાળો હતો

આ સમાચારથી કંપનીના શેરમાં 41 ટકા જેટલો વધી ગયો હતો, જે ઈતિહાસમાં એક દિવસમાં સૌથી મોટો ઉછાળો હતો. આ કારણે જ એલિસન દુનિયાના નંબર વન ધનિક વ્યક્તિ બની ગયા હતા, જો કે, લેરી એલિસને એલોન મસ્કને થોડા સમય માટે જ પાછળ છોડીને વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ બન્યા હતા. આજે (11 સપ્ટેમ્બર 2025) તેઓ ફરીથી બીજા સ્થાને આવ્યા અને મસ્ક ફરીથી વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ બની ગયા છે.

એલિસન પાસે કેટલી સંપત્તિ છે?

હવે અબજોપતિ યાદીમાં લેરી એલિસન 383 બિલિયન ડૉલર સાથે બીજા ક્રમે છે. જ્યારે, નંબર વન પર રહેલા મસ્ક પાસે 384 બિલિયન ડૉલરની સંપત્તિ છે. બુધવારે એલિસન જેટલી સંપત્તિમાં વધારો થયો, તેનાથી તે 50 લાખ અમેરિકી પરિવારનો ખર્ચ એક વર્ષ માટે પૂરો કરી શકે છે. આ પરિવારનો આંકડો ફ્લોરિડાની સમગ્ર વસ્તી જેટલો છે.

vtv app promotion

કોણ છે લેરી એલિસન?

એલિસન ટેકનોલોજી જગતમાં સૌથી જૂનું અને જાણીતું નામ છે. તેમણે 1977માં ઓરેકલની સહ-સ્થાપના કરી હતી. 1990ના દાયકામાં તેઓ સિલિકોન વેલીના સૌથી ચર્ચિત વ્યક્તિત્વોમાંના એક હતા. તેઓ માત્ર ડેટાબેઝ સામ્રાજ્ય બનાવવા માટે જ નહીં પરંતુ તેમની વૈભવી જીવનશૈલી, ખાનગી ટાપુઓ અને યાટ્સ પ્રત્યેના શોખ માટે પણ જાણીતા છે. તેમણે 2014 સુધી ઓરેકલના સીઈઓ તરીકે સેવા આપી હતી અને હવે તેઓ પ્રમુખ અને મુખ્ય ટેકનોલોજી અધિકારી છે.

એલિસનને ટ્રમ્પના નજીકના માનવામાં આવે છે

એલિસનની તાજેતરની સફળતા AI અને ક્લાઉડ સેવાઓમાં તેજીને કારણે આવી છે. આ વર્ષે ઓરેકલની ક્લાઉડ આવક 77 ટકા વધીને 18 બિલિયન ડૉલર થવાની ધારણા છે. તેઓ રાજકારણમાં પણ સક્રિય છે અને યુએસ પ્રમુખ ટ્રમ્પના નજીકના માનવામાં આવે છે. તેમણે મીડિયા ક્ષેત્રમાં પણ રોકાણ કર્યું હતું અને તાજેતરમાં રૂ. 70,505 કરોડથી વધુમાં પેરામાઉન્ટના સંપાદનમાં ભાગ લીધો હતો. નોંધનીય છે કે, ટેસ્લાના નબળા પ્રદર્શનથી મસ્કની સંપત્તિ પર અસર પડી છે જો કે તે હજુ પણ ટોચ પર છે.

વધુ વાંચો : સરકારી બેંકના લોનધારકો માટે સારા સમાચાર, MCLRમાં ઘટાડાથી હપ્તો ઘટશે

એલિસન પાસે નથી કોઈ ડિગ્રી

લેરી એલિસનનો જન્મ 17 ઓગસ્ટ, 1944ના રોજ ન્યૂયોર્કમાં થયો હતો. તેમનો ઉછેર શિકાગોમાં સંબંધીઓ દ્વારા કરવામાં આવ્યો હતો. તેમણે યુનિવર્સિટી ઓફ ઇલિનોઇસ અને યુનિવર્સિટી ઓફ શિકાગોમાં અભ્યાસ કર્યો હતો, પરંતુ ડિગ્રી લીધા વગર જ વચ્ચેથી અભ્યાસ છોડી દીધો હતો. જો કે ડિગ્રી વગર પણ કમ્પ્યુટર પ્રોગ્રામિંગમાં તેમની રુચિ તેમને સફળતા તરફ દોરી ગઈ હતી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Billionaire Rankings Business Larry Ellison
Jay Bhatt

Jai Bhatt is Sr. Sub Editor and working in journalism from more than 10 years. He is an expert of reporting and writing human interest news tories.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ