બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / સરકારી બેંકના લોનધારકો માટે સારા સમાચાર, MCLRમાં ઘટાડાથી હપ્તો ઘટશે

બિઝનેસ / સરકારી બેંકના લોનધારકો માટે સારા સમાચાર, MCLRમાં ઘટાડાથી હપ્તો ઘટશે

Last Updated: 04:42 AM, 11 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યુકો બેંકે MCLR દરોમાં 0.05 ટકાનો ઘટાડો કર્યો છે. નવા દરો 10 સપ્ટેમ્બર, 2025 થી અમલમાં આવ્યા છે. એક વર્ષનો MCLR 8.95% થી ઘટીને 8.90% થયો છે.

લોન લેનાર ગ્રાહકો માટે મોટી ખુશખબર આવી છે. સરકારી યુકો બેંક (UCO Bank) એ પોતાના ગ્રાહકોને રાહત આપતા લોનની વ્યાજ દરોમાં ઘટાડો કર્યો છે. બેંકે તમામ સમયગાળાની MCLR (માર્જિનલ કોસ્ટ બેઝ્ડ લેન્ડિંગ રેટ) માં 0.05% (5 બેસિસ પોઇન્ટ્સ) નો ઘટાડો કર્યો છે. નવી દરો 10 સપ્ટેમ્બર 2025થી અમલમાં આવી ગઈ છે.

loan-6

હવે કેટલો હશે નવો વ્યાજ દર?

એક વર્ષનો MCLR 8.95% થી ઘટીને 8.90% થયો છે. એક દિવસ, એક મહિનો, 3 મહિના અને 6 મહિનાના સમયગાળા પર પણ 0.05% ઘટાડો લાગુ થયો છે. બેંકે સ્પષ્ટ કર્યું છે કે રેપો રેટથી જોડાયેલી દરો, બેઝ રેટ અને BPLR (બેન્ચમાર્ક પ્રાઇમ લેન્ડિંગ રેટ) માં કોઈ ફેરફાર થયો નથી. આનો સીધો લાભ નવા લોન લેનારા ગ્રાહકોને તેમજ રીસેટ પિરિયડમાં આવેલા હાલના લોન ધારકોને મળશે. એટલે કે EMI ઓછી થશે અને લોનનો ભાર હળવો થશે.

Loan

MCLR શું છે?

MCLR એ એ દર છે, જેના આધારે બેંક મોટાભાગના હોમ લોન, પર્સનલ લોન અને કોર્પોરેટ લોન નક્કી કરે છે. એટલે કે જ્યારે બેંક MCLR ઘટાડે છે, ત્યારે EMI ઓછી થાય છે અને લોન સસ્તી બને છે.

emi

અન્ય બેંકો પણ આગળ

તાજેતરમાં પંજાબ નેશનલ બેંક અને બેંક ઓફ ઇન્ડિયા એ પણ 1 સપ્ટેમ્બરથી MCLR ઘટાડ્યો છે. બેંક ઓફ બરોડા એ 10 સપ્ટેમ્બરે જાહેરાત કરી કે તેણે ઓવરનાઇટ MCLR માં 10 બેસિસ પોઇન્ટ ઘટાડો કર્યો છે, જે 12 સપ્ટેમ્બરથી અમલમાં આવશે.

રોકાણકારો માટે પણ ખુશખબર

યુકો બેંકે સાથે જ 10 વર્ષીય સરકારી બોન્ડ્સ પર યીલ્ડ 6.51% થી વધારીને 6.78% કરી છે. એટલે કે હવે રોકાણકારોને આ બોન્ડ્સ પરથી વધુ રિટર્ન મળશે. આ પગલાંથી એક તરફ ગ્રાહકોને સસ્તું લોન મળશે, બીજી તરફ રોકાણકારો માટે બોન્ડ્સ વધુ આકર્ષક બનશે.

વધુમાં વાંચો: ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ ઈચ્છે તો પણ નથી રમી શકતા આ ગેમ, BCCIએ મૂક્યો છે પ્રતિબંધ

હવે હોમ લોન, પર્સનલ લોન કે બિઝનેસ લોન લેનારા લોકોની EMI ઓછી થશે. સરકારના બેંકો વચ્ચે વધી રહેલા સ્પર્ધા કારણે આગામી દિવસોમાં અન્ય બેંકો પણ આવી રાહત આપી શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

MCLR Rate UCOBank Loan
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ