બ્રેકિંગ ન્યુઝ
Income Tax Rules : જો તમે તમારી કોઈ મિલકત ભાડે આપવા માંગતા હોય અથવા તો ભાડે આપેલી હોય તો તમારા માટે આ સમાચાર વાંચવા મહત્વપૂર્ણ છે. આજકાલ લોકો ભાડામાંથી પણ આવકનો સ્ત્રોત ઉભો કરે છે. ત્યારે તમારે નિયમ વિશે જાણવું જરુરી છે નહીંતર ભવિષ્યમાં તમને પણ નોટિસ મળી શકે છે.
ADVERTISEMENT
ભાડાની આવક પર કર ચૂકવવો પડી શકે
જો તમે તમારી કોઈ મિલકત ભાડે આપીને તેમાથી આવક મેળવી રહ્યા હોય, તો તમારે તે ભાડાની આવક પર કર ચૂકવવો પડી શકે છે. ભાડાની મિલકતમાંથી થતી આવક ભારતીય આવકવેરા કાયદા હેઠળ કરપાત્ર છે. જો તમને તમારી મિલકત પર દર મહિને 40,000 કે 50,000 સુધીની ભાડાની આવક થતી હોય તો, આ આવક પર ટેક્સ લાગી શકે છે.
ADVERTISEMENT

ભાડાની આવકને જાહેર કરવી ફરજિયાત
ADVERTISEMENT
આવકવેરા વિભાગ (Income tax)ના નિયમો અનુસાર, ભાડા પર થતી આવકને ‘Income from House Property’મુજબ જાહેર કરવી ફરજિયાત છે. જા તમે આમ નથી કરતા, તો તમને આવકવેરા વિભાગ તરફથી નોટિસ પણ મળી શકે છે તેમજ તમને પેનલ્ટી પણ લાગી શકે છે.

ADVERTISEMENT
શું કહે છે કાયદો?
આવકવેરા કાયદા મુજબ, મકાન, દુકાન કે ફ્લેટ કે કોઈ પણ મિલકતમાંથી થતી આવક કર પાત્ર છે. જો કે અહીં એક સારી વાત પણ છે કે, સરકાર આ આવકમાંથી 30 ટકાને પ્રમાણભૂત કપાત (સ્ટાન્ડર્ડ ડિડક્શન) આપે છે, એટલે કે ભાડામાંથી થતી કુલ આવકના 30 ટકા ખર્ચ તરીકે ગણવામાં આવે છે અને તેના પર ટેક્સ લાગતો નથી.
ADVERTISEMENT
40 કે 50 હજારની આવક પર કેટલો ટેક્સ ચૂકવવો પડે?
જો ભાડાની આવક સહિત તમારી કુલ વાર્ષિક આવક રુપિયા 2.5 લાખથી વધુ હોય, તો તમારે ટેક્સ ચૂકવવો પડશે. માનો કે, તમને મહિને 50,000 ભાડામાંથી આવક થતી હોય, જે એક વર્ષમાં 6 લાખ થાય છે, હવે આ રકમમાંથી રુપિયા 1.8 લાખ ડિડક્શન પછી પણ રુપિયા 4.2 લાખ કરપાત્ર આવક બને છે, જેના પર ટેક્સ સ્લેમ મુજબ ટેક્સ લાગે છે.
ADVERTISEMENT
વધુ વાંચો : તમારી પાસે છે? રોકાણકારોને સાત મહિનામાં એક શેર પર 11704 રૂપિયાનો નફો
આ કારણે પણ તમને નોટિસ મળી શકે
અહીં એક મહત્વની વાત એ છે કે, જો 50,000 કરતા પણ વધારે ભાડાની આવક હોય તો, ભાડૂઆતને પણ 5 ટકા TDS કપાવવો પડે છે. આ TDS તમારા PAN સાથે લિંક હોય છે, જેથી આવકવેરા વિભાગને આ અંગેની માહિતી મળી જાય છે. હવે જો મકાન માલિક ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરે ત્યારે ભાડાની આવક દર્શાવતા નથી, તો આવક વેરા વિભાગ તેમને નોટિસ મોકલી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
Jai Bhatt is Sr. Sub Editor and working in journalism from more than 10 years. He is an expert of reporting and writing human interest news tories.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.