બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / વધતી GDP અને ઓછી મોંઘવારી વચ્ચે RBI મૂંઝવણમાં-ડિસેમ્બરમાં EMI ઘટશે કે નહીં?

બિઝનેસ / વધતી GDP અને ઓછી મોંઘવારી વચ્ચે RBI મૂંઝવણમાં-ડિસેમ્બરમાં EMI ઘટશે કે નહીં?

Published By: Priykant Shrimali

Last Updated: 03:08 PM, 1 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

RBI Loan EMI : ઘણા નિષ્ણાતોની માન્યતા છે કે, RBI હજુ રેટ ઘટાડવા કરવા ઉતાવળ નહીં કરે અને રેપો રેટ હાલની 5.50% સ્તર પર જ રાખી શકે છે, જાણો શું છે લેટેસ્ટ અપડેટ ?

RBI Loan EMI : દેશના બીજા ત્રિમાસિક GDP આંકડાઓએ સૌને આશ્ચર્યચકિત કરી દીધા છે. દરેક અંદાજને પાછળ મૂકીને ભારતની અર્થવ્યવસ્થા 8% થી વધારે દરે વધી છે. બીજી તરફ ઓક્ટોબરમાં મોંઘવારીનો દર પણ ઐતિહાસિક રીતે નીચા સ્તરે છે. આ બે સકારાત્મક સંકેતો છતાં RBIની નાણાકીય નીતિ સમિતિ (MPC) 5 ડિસેમ્બરે રેપો રેટ ઘટાડશે કે નહીં તેને લઈને ભારે ચર્ચા છે.

ઘણા નિષ્ણાતોની માન્યતા છે કે, RBI હજુ રેટ ઘટાડવા કરવા ઉતાવળ નહીં કરે અને રેપો રેટ હાલની 5.50% સ્તર પર જ રાખી શકે છે. બજેટ પછી નિર્ણય લેવાય એવી શક્યતાઓ પણ વ્યક્ત થઈ રહી છે.

શા માટે RBI મૂંઝવણમાં?

ફેબ્રુઆરીથી RBIએ કુલ 100 બેસિસ પોઇન્ટ (1%) રેપો રેટમાં ઘટાડો કર્યો છે. પરંતુ શું તેનો સંપૂર્ણ લાભ ગ્રાહકો સુધી પહોંચ્યો છે?

હાલની સ્થિતિ જુઓ

  • જૂની (બાકી) લોન પર વ્યાજ દર ફક્ત 54 bps ઘટ્યા
  • જૂની ડિપોઝિટ પર વ્યાજ દર માત્ર 20 bps ઘટ્યા
  • નવી લોન પર વ્યાજ દર 100 bps સુધી ઉતર્યા
  • નવી ડિપોઝિટ પર 89 bps ઘટાડો કરવામાં આવ્યો

આથી સ્પષ્ટ થાય છે કે, રેટ કટનો લાભ મુખ્યત્વે નવી લોન લેતા લોકોને મળ્યો છે, પરંતુ જૂના લોનદાર હજી પૂરતો લાભ મેળવી શક્યા નથી. આ RBI માટે નીતિગત મૂંઝવણ સર્જે છે.

GDP અને મોંઘવારીના આંકડાઓ RBIને શું કહે છે?

GDP વિકાસ

  • Q2 માં વૃદ્ધિ 8.2% - છેલ્લા 6 ક્વાર્ટરમાં સૌથી ઝડપી
  • આગામી બે ક્વાર્ટરમાં પણ વૃદ્ધિ 7.5%+ રહેવાની શક્યતા

મોંઘવારી (Inflation)

  • ઓક્ટોબરમાં CPI મોંઘવારી 0.25% - 2015 પછીનો સૌથી નીચો
  • RBIએ FY26 માટે મોંઘવારીનો અંદાજ 4.2% થી ઘટાડીને 2.6% કર્યો
  • અર્થાત્ દેશમાં વૃદ્ધિ મજબૂત છે અને મોંઘવારી ઐતિહાસિક રીતે નિયંત્રણમાં છે-છતાં રેટ કટ પર RBI સાવધ છે.

શું કહી રહ્યા છે નિષ્ણાંતો ?

GDP ડેટા આવ્યાના પછી Barclays, ICRA સહિત અનેક સંસ્થાઓએ પોતાનું વલણ બદલીને હવે RBI દ્વારા કોઈ ફેરફાર ન કરવાની શક્યતા બતાવી છે. બાર્કલેઝના અર્થશાસ્ત્રી આસ્થા ગુડવાણીએ સ્પષ્ટ કહ્યું કે, હવે RBI રેટ ઘટશે કરશે તેવી અપેક્ષા નથી. દરમિયાન IDFC ફર્સ્ટ, બેંક ઓફ બરોડા, ICRA રેટિંગ્સ, SBI, ICICI બેંક, યસ બેંક, RBL બેંક અને બાર્કલેઝ બેંકે વ્યાજ દરોમાં કોઈ ફેરફાર ન કરવાનો સંકેત આપ્યો છે.

તો રેટ કટની કોઈ શક્યતા નથી?

આ પણ સંપૂર્ણ સાચું નથી. કેટલાક અર્થશાસ્ત્રીઓ માને છે કે, મોંઘવારી RBIના લક્ષ્યાંકથી ઘણી નીચે છે, FY26 માટે મોંઘવારીના અંદાજમાં વધુ ઘટાડાનો જોખમ છે તેથી 25 bpsની રેટ કટ ડિસેમ્બરમાં સંભવ છે, HDFC Bank, IndusInd Bank, Axis Bank, Canara Bank, Kotak સહિત અનેક સંસ્થાઓ રેપો રેટમાં ઘટાડાની તરફેણમાં છે.

RBI માટે હાલની સ્થિતિમાં બે પરિબળો એકબીજાની વિરુદ્ધ છે

  • રેટ કટ ન કરવા માટેના કારણો : GDP વૃદ્ધિ ખૂબ મજબૂત, બેંકો દ્વારા જૂના ગ્રાહકોને લાભ પૂરતો પહોંચ્યો નથી, વૈશ્વિક અર્થવ્યવસ્થામાં અનિશ્ચિતતા, આયાત-નિકાસ ઉપર ટેરિફ જોખમો
  • રેટ કટ કરવાની તરફેણમાં : મોંઘવારી ઐતિહાસિક રીતે નીચી, આગામી ત્રિમાસિકમાં મોંઘવારી વધુ ઘટવાની શક્યતા, ક્રેડિટ અને કેપિટલ ઇન્વેસ્ટમેન્ટને બૂસ્ટ મળશે

આ પણ વાંચો : આજથી રેલવે બુકિંગના નિયમોમાં ફેરફાર, યુઝર્સને થશે સીધો ફાયદો, જુઓ કઇ રીતે

હાલના પરિબળો જોતા RBI ડિસેમ્બરમાં રેપો રેટ 'હોલ્ડ' રાખવાની સૌથી વધુ શક્યતા છે. EMIમાં ઘટાડો તરત નહીં પણ બજેટ બાદ જોવા મળી શકે છે. પરંતુ મોંઘવારી સતત ઘટતી રહી તો 25 bpsનો નાનો રેટ કટ પણ અશક્ય નથી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Loan EMI Economy RBI

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ