બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / Budget / Budget 2026-27 / એક ઝટકે 8 લાખ કરોડ સ્વાહા, બજેટ બાદ શેરબજાર ધડામ, સેન્સેક્સ 1,600 પોઈન્ટનો કડાકો
Last Updated: 02:10 PM, 1 February 2026
Stock Market Crash: આજનું બજેટ એ શેર બજારને માફક આવ્યું નથી અને ફરીએકવાર શેર માર્કેટમાં ધડાકો થયો છે. Stock Market Crash થઈ ગયું છે અને મોટી મોટી કંપનીઓના શેર પત્તાની માફક વિખરાઈને તૂટી પડ્યા છે. બોમ્બે સ્ટોક એક્સ્ચેન્જના 30 શેર વાળું સેન્સેક્સ બજેટ રજુ થતાંની સાથે જ અચાનક કક્ડભૂસ થઈ ગયું હતું તો બીજી તરફ નેશનલ સ્ટોક એક્સચેન્જમાં પણ મોટો કડાકો જોવા મળ્યો છે. BSE Sensex એક ઝટકામાં 2300 પોઈન્ટથી વધુ તૂટયો તો NSE Nifty માં પણ 750 પોઈન્ટનો કડાકો આવ્યો. માર્કેટ તૂટવાની સાથે રિલાયન્સ, BEL અને અદાણી પોર્ટ્સ સહિત ઘણી મોટી કંપનીઓના શેરમાં મોટો ઘટાડો જોવા મળ્યો.
ADVERTISEMENT
Budget 2026 : બજેટમાં કરદાતાઓ માટે મોટા સમાચાર#Budget2026 #UnionBudget #unionbudget2026 #NirmalaSitharaman #India #businessnewslive #IndiaBudget #Parliament #BudgetNews #Economy #TaxSlab #FinanceNews #GujaratiNews #યુનિયનબજેટ #યુનિયનબજેટ2026 #બજેટ #બજેટ2026 #VTVDigital pic.twitter.com/1sZ5peZCHK
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) February 1, 2026
ADVERTISEMENT
BSEનો સેન્સેક્સ બજેટ રજુ થતાં પહેલા જ તેના લાસ્ટ બંધ 82269 ની તુલનામાં તેજી આવી અને 82388 પર ખૂલ્યો અને સંસદમાં જેવી નિર્મલા સીતારમણે બજેટની જાહેરાતો કરી કે તેમાં ઉતાર ચડાવ જોવા મળ્યો અને બજેટના અંતમાં અચાનક સેન્સેક્સએ એવી છલાંગ લગાવી કે તે 2370 પોઇન્ટ્સ તૂટી ગયો. સેન્સેક્સની જએમ NSE Nifty નો હાલ પણ ખરાબ જોવા મળ્યો. શરૂઆતની ઉથલ પાથલમા તેમાં તેજી આવી અને પછી તેમાં 750 પોઇન્ટ્સનો ઘટાડો નોંધાયો.
બજેટનું એલાન થતા જ શેર માર્કેટમાં હાહાકાર
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) February 1, 2026
સેન્સેક્સ-નિફ્ટીમાં જોરદાર કડાકો#Budget2026 #UnionBudget #unionbudget2026 #NirmalaSitharaman #India #businessnewslive #IndiaBudget #Parliament #BudgetNews #Economy #TaxSlab #FinanceNews #GujaratiNews #યુનિયનબજેટ #યુનિયનબજેટ2026 #બજેટ… pic.twitter.com/BoraQjh2JN
ADVERTISEMENT
શેર બહારમાં એકદમ મોટા કડાકાની અસર રોકાણકરોની સંપતિ પર પણ જોવા મળી. તેમને થયેલા નુકસાનનું અનુમાન MSE Market Cap Data ને જોઈને લગાવી શકાય છે. BSE માર્કેટ કેપિટલાઈઝેશન માં મોટો ઘટાડો નોંધાયો છે. છેલ્લા અઠવાડિયાના છેલ્લા કારોબારી દિવસે શુક્રવારે BSE માર્કેટ કેપ 460 લાખ કરોડ રૂપિયા હતા જે આજે 8 લાખ કરોડ ઘટીને 52 લાખ કારીસ રૂપિયા પર આવી ગયો છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
શેરબજારમાં એસેટ ખરીદવા કે વેચવા પર ટ્રાન્ઝેક્શન ટેકસ લાગે છે તેને STT કહેવાય છે. ફરી એકવાર STT માં વધારો કરવામાં આવ્યો છે અને લાસ્ટ ટાઈમ પણ તેમાં વધારો કરવામાં આવ્યો હતો. આ વખતે F&O માં કોઈ પણ પ્રીમિયમ ખરીદવા કે વેચવાને લઈને STT વધારવામાં આવ્યું છે. સરકારની આ જાહેરાત શેરબજારને માફક ના આવી અને સેન્સેક્સ અને નિફ્ટી જોતજોતામાં વિખરાઈ ગયું.
ADVERTISEMENT
(DISCLAIMER બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.