બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / Budget / Budget 2026-27 / મિડલ ક્લાસના હાથ ખાલી, શેર રોકાણકારોને પણ ઝટકો, 5 આશાઓ બજેટથી તૂટી ગઈ
Last Updated: 02:54 PM, 1 February 2026
Union Budget 2026: FM નિર્મલા સીતારમણે આજે દેશનું આર્થિક બજેટ 2026 રજુ કર્યું હતું. આ બજેટ સામાન્ય માણસ, મહિલો, ખેડૂતો અને યુવાનો ને ફોકસમાં રાખીને કરવામાં આવશે તેમ જણાવાઈ રહ્યું હતું. આ બજેટની કુલ સાઇઝ 53 લાખ કરોડ રૂપિયાથી પણ વધારે છે. આ બજેટમાં સામાન્ય માણસ માટે ઘણી મોટી જાહેરાત કરવામાં આવી છે. 7 નવા રેલ કોરિડોરની જાહેરાત કરવામાં આવી છે તો બીજી તરફ ગંભીર બીમારીઓની દવાઓને પણ સસ્તી કરવામાં આવી છે.
ADVERTISEMENT
પરંતુ આ બજેટમાં ઘણી એવી મોટી જાહેરાતો નથી કરવામાં આવી જેની સામાન્ય માણસને આશા હતી કે આ મોટી જાહેરાતો કરવામાં આવશે અને તેમને મોટી રાહત મળશે. ચાલો જાણીએ કે કઈ એવી મોટી જાહેરાતો કે રાહતો છે જે સામાન્ય માણસને આપવામાં આવી નથી.
ADVERTISEMENT
છેલ્લા બજેટમાં નવા ઇન્કમ ટેકસ રીઝીમ અંતર્ગત સામાન્ય ટેકસ પેયરને 12 લાખ રૂપિયા સુધીની વાર્ષિક કમાણી પર 0 ટેકસની જાહેરાત કરવામાં આવી હતી જેની લિમિટ વધારીને આ બજેટમાં 14 લાખ થશે તેવી આશા હતી પણ તેમાં સરકારે કોઈ ફેરફાર કર્યા નથી.
ADVERTISEMENT
નવા ટેકસ સિસ્ટમ અંતગર્ત PPF, NPS અને ELSS જેની યોજનાઓમાં રોકાણ પર ટેકસમાં છૂટ આપશે તેવી આશા કરવામાં આવી હતી. પરંતુ સરકારે તેમાં કોઈ ફેરફાર કર્યો નથી. આ માત્ર જૂના ટેકસ રીઝીમ અંતર્ગત છૂટને લાયક હશે. ઓલ્ડ ટેકસ રીઝીમમાં આ યોજનામાં રોકાણ કરવા પર ઇન્કમ ટેકસની કલમ 80 C અંતર્ગત 1.5 લાખ રૂપિયા સુધીના ટેકસની છૂટ આપવામાં આવે છે.
બજેટને લગતી તમામ અપડેટ Live જોવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો.
ADVERTISEMENT
https://www.youtube.com/watch?v=nvaV2v4uMlg
ADVERTISEMENT
ખેડૂતોને આશા હતી કે પીએમ કિસાન યોજનાના બજેટમાં વધારો કરવામાં આવશે અને તેને 6000 રૂપિયાથી વધારીને 12000 રૂપિયા કરી દેવાશે. પરંતુ આ વખતના બજેટમાં આમા કોઈ વધારો કરવામાં આવ્યો નથી. તો બીજી તરફ પાકને લઈને MSP ને લઈ કોઈપણ મોટી જાહેરાત કરવામાં આવી નથી.
ADVERTISEMENT
એવી આશા હતી કે સિનિયર સીટીઝન માટે અમુક વીમા યોજના સપોર્ટ અને રેલવે ટ્રેન ટિકિટમાં છૂટ આપવામાં આવી શકે છે. પંરતુ બજેટમાં માત્ર રેલ કોરિડોર અંગે જ જાહેરાત કરવામાં આવી છે. તો બીજી તરફ સિનિયર સીટીઝન માટે TDS કપાતમાં પણ કોઈ ફેરફાર થયો નથી.

બજેટમાં શેરબજારમાં રોકાણકારોને મોટો ઝટકો લાગ્યો છે. F&O ટ્રેડર્સ માટે ટ્રાન્ઝેક્શન ચાર્જ વધારી દેવામાં આવ્યો છે. જ્યારે એવી આશા હતી કે આમાં ઘટાડો થઈ શકે છે. બીજી તરફ લોંગ ટર્મ કેપિટલ ગેન ટેકસ (LTCG) અને શોર્ટ ટર્મ ગેન ટેકસ (STCG) માં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. એવી આશા છે કે આમા કપાત એ મોટી રાહત રોકાણકારોને આપવામાં આવી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.