બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / કર્મચારીઓના પગારમાં 80 ટકાનો વધારો, પણ 12,000 લોકોની જશે નોકરી, આ મોટી કંપનીનું એલાન

Shocking / કર્મચારીઓના પગારમાં 80 ટકાનો વધારો, પણ 12,000 લોકોની જશે નોકરી, આ મોટી કંપનીનું એલાન

Priyankka Triveddi

Last Updated: 10:07 AM, 7 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતની એક જાણીતી MNCના કર્મચારીઓ માટે એક ખુશ ખબર છે. કંપનીએ 80% કર્મચારીઓના પગારમાં વધારો કરવાની જાહેરાત કરી છે. અને આ પગાર વધારો આવતા મહિને એટલે કે 1 સપ્ટેમ્બર 2025 થી અમલમાં આવશે.

TCS Business News: દેશની સૌથી મોટી IT કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (TCS) એ તેના કર્મચારીઓ માટે એક મોટી જાહેરાત કરી છે. કંપનીએ જણાવ્યું કે તેઓ લગભગ 80% કર્મચારીઓના પગાર વધારશે. જેમાં ખાસ કરીને મિડ અને જુનિયર લેવલના કર્મચારીઓઓનો સમાવેશ થાય છે. આ પગાર વધારો 1 સપ્ટેમ્બર 2025 થી લાગુ થશે. TCS એ 80% કામર્ચારીઓના પગાર વધારવાની જાહેરાત કરી છે તો સાથે જ કંપની 12000 જેટલા કર્મચારીઓને નોકરી માંથી છૂટા પણ કરશે. આ કર્મચારીઓની જગ્યા AI અને નવી ટેકનોલોજી લેશે.

કંપનીના CHRO મિલિન્દ લક્કડ અને CHRO ડેજીગ્રેટ સુદીપે બુધવારે એક Email મારફતે આ જાણકારી આપી હતી. આ Email અનુસાર C3A અને તેના બરાબરના ગ્રેડવાળા દરેક કર્મચારીને સેલરી હાઇક મળશે. જે કુલ 80% કર્મચારીઓને કવર કરશે. આ પરિવર્તન 1 સપ્ટેમ્બરથી લાગુ થશે. જો કે સેલરી હાઇક કેટલો હશે તેની જાણકારી આપવામાં આવી નથી.

પગાર વધશે પણ સાથે 12000 લોકોની નોકરી જશે

આ પગાર વધારો એવા સમયે આવ્યો છે જ્યારે કંપની એક સાથે 12000 કર્મચારીઓને છૂટા પણ કરી રહી છે. TCS એ કહ્યું છે કે આ પગલું Future Ready ઓર્ગનાઇઝેશન બનાવવાની દિશામાં એક સ્ટ્રેટેજિનો હિસ્સો છે. TCS ના મુજબ આ રણનીતિમાં નવી ટેકનિકમાં રોકાણ, આર્ટિફિશ્યલ ઇન્ટેલીજન્સ (AI) અને નવા બજારના વિસ્તાર અને વર્કફોર્સ re-alignment પણ સામેલ છે.

AI-JOB-03

AI અને નવી ટેકનિક પર ફોકસ

કંપનીનું કહેવું છે કે તે મોડર્ન ટેકનિક, AI અને મોટા infrastructure પર ફોકસ કરી રહી છે. આ માટે ઘણા કર્મચારીઓને Re-Skill અને Re-Deploy કરવામાં આવી રહ્યા છે. પરંતુ જેમનું ડેપલોયમેન્ટ શક્ય નહીં હોય તે કર્મચારીઓએ કંપની છોડવી પડશે. આની અસર લગભગ 2% વર્કફોર્સ પર પડશે. ખાસ કરીને મિડ અને સિનિયર લેવલના કર્મચારીઓ પર.

વધુ વાંચો: રોકાણકારોને બમણો ફાયદો, આ કંપની ડિવિડન્ડની સાથે આપશે એક પર એક મફત શેર

Vtv App Promotion 1

IT ઇંડસ્ટ્રી પર અસર

TCSની આઅ છટણી અને સેલરી હાઇક બંનેની ખબરથી આખા IT સેક્ટરમાં હલચલ મચી ગઈ છે. ગ્લોબલ માર્કેટમાં અનિશ્ચિતતા, અમેરિકાનો ટેરિફ અને AI driven બદલાવની વચ્ચે ભારતીય IT કંપનીમાં ગ્રોથને લઈને મોટો દબાવ છે. અને આ જ કારણ છે કે જૂનના ત્રિમાસિકમાં (Q1 FY26) ટોપ કંપનીઓએ માત્ર સિંગલ ડિજિટ ગ્રોથ કર્યો છે અને નવા પ્રોજેક્ટને લગતા નિર્ણય પર પણ રોક લાગેલી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

TCS Business News Salary Hike
Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ