ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 02:28 PM, 8 April 2026
ADVERTISEMENT
Stock Market Update: ઈરાન અને યુનાઇટેડ સ્ટેટ્સ વચ્ચે બે અઠવાડિયાના યુદ્ધવિરામની જાહેરાત બાદ ભારતીય શેરબજારમાં જબરદસ્ત તેજી જોવા મળી છે. નિફ્ટી 850 પોઈન્ટથી વધુ ઉછળી ટ્રેડ કરી રહ્યો છે. જ્યારે સેન્સેક્સમાં લગભગ 3000 પોઈન્ટનો જોરદાર વધારો નોંધાયો છે. સાથે જ નિફ્ટી બેંક પણ 2700 પોઈન્ટથી વધુ ચડી ગયો છે. આ ધમાકેદાર તેજીના કારણે રોકાણકારોને મોટો ફાયદો થયો છે અને માત્ર થોડા જ કલાકોમાં તેમણે કુલ મળીને 15 લાખ કરોડથી વધુની કમાણી કરી છે.
ADVERTISEMENT

7 એપ્રિલે BSEનું માર્કેટ કેપિટલાઇઝેશન ઘટીને 429.26 લાખ કરોડ સુધી આવી ગયું હતું. પરંતુ આજે તેમાં જોરદાર સુધારો જોવા મળ્યો છે અને 15 લાખ કરોડથી વધુનો વધારો થતાં તે 445 લાખ કરોડને પાર પહોંચી ગયું છે. બપોરે 12 વાગ્યે નિફ્ટી 838 પોઇન્ટના ઉછાળા સાથે 23958 પર ટ્રેડ કરી રહ્યો હતો. જ્યારે સેન્સેક્સ 2843 પોઇન્ટ વધીને 77452 પર પહોંચ્યો હતો. નિષ્ણાતોના મત મુજબ યુદ્ધવિરામની જાહેરાત બાદ બજારમાં મજબૂત તેજીનો માહોલ સર્જાયો છે અને હાલના સ્તરથી તેમાં વધુ 1500 પોઇન્ટ સુધીનો વધારો જોવા મળી શકે છે.
ADVERTISEMENT

શેરબજારમાં ચાલી રહેલી તેજી વચ્ચે 16માંથી 14 મુખ્ય ક્ષેત્રોમાં વધારો નોંધાયો. જ્યારે આઇટી અને ફાર્મા ક્ષેત્રોમાં થોડી નબળાઈ જોવા મળી. નિફ્ટી સ્મોલકેપ 100 અને નિફ્ટી મિડકેપ 100 સૂચકાંકોમાં આશરે 3.5%નો ઉછાળો નોંધાયો. બીએસઈના ટોચના 30 શેરોમાંથી માત્ર ત્રણ પાવર ગ્રીડ, સન ફાર્મા અને ટેક મહિન્દ્રામાં લગભગ 1% સુધીનો ઘટાડો જોવા મળ્યો. જ્યારે બાકીના 27 શેરોમાં તેજી રહી. ઇન્ડિગોના શેરમાં સૌથી વધુ 10%નો જોરદાર ઉછાળો નોંધાયો. જ્યારે એલ એન્ડ ટી અને બજાજ ફાઇનાન્સના શેરોમાં લગભગ 7% સુધીનો વધારો જોવા મળ્યો.
ADVERTISEMENT

ADVERTISEMENT
ADVERTISEMENT
(DISCLAIMER બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો