ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 01:30 PM, 8 April 2026
ADVERTISEMENT
Gold and Silver Rate : અમેરિકા-ઈરાન સીઝફાયરનાં સમાચારોથી MCX પર સોના અને ચાંદીમાં જોરદાર તેજી જોવા મળી છે. જેમાં ખાસ કરીને ચાંદીના ભાવમાં મોટો ઉછાળો નોંધાયો છે.
ADVERTISEMENT
સીઝફાયરનાં સમાચારથી કિંમતી ધાતુઓમાં તેજી
અમેરિકા અને ઈરાન વચ્ચે બે સપ્તાહના સીઝફાયર (યુદ્ધવિરામ)ના સમાચારોએ વૈશ્વિક બજારો સાથે ભારતીય વાયદા બજાર (MCX) પર પણ સ્પષ્ટ અસર પાડી છે. બજાર ખુલતાં જ કિંમતી ધાતુઓમાં નોંધપાત્ર તેજી જોવા મળી છે. ખાસ કરીને ચાંદીના ભાવમાં આવેલો મોટો ઉછાળો રોકાણકારો માટે આશ્ચર્યજનક સાબિત થયો છે. બજાર નિષ્ણાતોના મતે, યુદ્ધની અનિશ્ચિતતા ઘટતા અને આંતરરાષ્ટ્રીય સ્તરે સ્થિરતા આવવાની આશાએ રોકાણકારોમાં ફરી વિશ્વાસ વધ્યો છે, જેના કારણે સોનું અને ચાંદી બંનેમાં ખરીદીનો માહોલ સર્જાયો છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
ચાંદીના ભાવમાં આજે ભારે તેજી નોંધાઈ છે. ગત સત્રમાં ચાંદીનો બંધ ભાવ 231348 રૂપિયા પર બંધ રહ્યો હતો. જ્યારે આજના સત્રમાં તે 240601ના સ્તરે ખુલ્યો હતો. દિવસ દરમિયાન ચાંદીએ 244770ની ઊંચી સપાટી સ્પર્શી હતી. સમાચાર લખાઈ રહ્યા છે ત્યારે ચાંદી 243205 પર ટ્રેડ થઈ રહી છે. જે ગત દિવસની સરખામણીએ 11857 રૂપિયાથી વધુ એટલે કે 5.13%નો મોટો વધારો દર્શાવે છે. આ પ્રકારનો તીવ્ર ઉછાળો સામાન્ય રીતે વૈશ્વિક રાજકીય ઘટનાઓના સીધા પ્રભાવને કારણે જોવા મળે છે અને આજનો દિવસ એનું તાજું ઉદાહરણ છે.

ADVERTISEMENT
ચાંદી સાથે સોનાના ભાવમાં પણ નોંધપાત્ર વધારો નોંધાયો છે. ગત બંધ ભાવ 150289 રહેલું સોનું આજે 153550 પર ખુલ્યું હતું. દિવસ દરમિયાન સોનાએ 153944ની ઊંચી સપાટી બનાવી હતી અને હાલમાં 153382 પર ટ્રેડ થઈ રહ્યું છે. જે 3093 રૂપિયા અથવા 2.06%નો વધારો દર્શાવે છે. બજાર નિષ્ણાતો માને છે કે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા બે સપ્તાહ માટે હુમલાઓ સ્થગિત કરવાની જાહેરાત અને ઈરાન દ્વારા હોર્મુઝ સ્ટ્રીટ \ ખોલવાની તૈયારી જેવા પગલાંઓએ વૈશ્વિક સ્તરે તણાવ ઘટાડ્યો છે. પરિણામે આર્થિક પ્રવૃત્તિઓ ફરી ગતિ પકડશે તેવી આશાએ રોકાણકારોએ કિંમતી ધાતુઓમાં મોટાપાયે લેવાલી કરી છે, જેના કારણે ભાવોમાં આકસ્મિક તેજી જોવા મળી રહી છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
ચાંદીમાં 11857 (+5.13%) અને સોનામાં 3093 (+2.06%)નો વધારો થયો છે, જે વૈશ્વિક તણાવ ઘટતા રોકાણકારોની વધતી ખરીદીનું પરિણામ છે.
(DISCLAIMER બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો