ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / સેન્સેક્સ 900 અંકને પાર જતા રોકાણકારોની રકમમાં 5.77 લાખ કરોડનો ઉછાળો

સ્ટોક માર્કેટ / સેન્સેક્સ 900 અંકને પાર જતા રોકાણકારોની રકમમાં 5.77 લાખ કરોડનો ઉછાળો

Published By: Priyankka Triveddi

Last Updated: 09:54 AM, 18 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અઠવાડિયાના પહેલા દિવસે એટલે કે આજે સોમવારે 18 ઓગસ્ટના રોજ BSEના સેન્સેક્સમાં મોટો ઉછાળો નોંધાયો છે. આજે 900 પોઈન્ટનો જબરદસ્ત ઉછાળો સેન્સેક્સમાં અને નિફ્ટી ફિફ્ટીમાં પણ ઉછાળા પછી 24900ના આંકને પાર કરી ગયો છે.

ADVERTISEMENT

Stock Market Opening Bell: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને પુતિન વચ્ચે થયેલી મિટિંગ અને સાથે PM મોદી સરકાર તરફથી GST રીફોર્મ કરવાના નિર્ણયની અસર આજે માર્કેટ પર જોવા મળી છે. ભારતીય શેર બજાર ખૂલતાની સાથે જ આજે 900 પોઈન્ટના ઉછાળા સાથે ટ્રેડ કરી રહ્યું છે.

PM મોદીએ 79 માં સ્વાતંત્ર દિવસે લાલ કિલ્લા પરથી દિવાળી પર GST રીફોર્મની જાહેરાત કરી તેની અસર આજે અઠવાડિયાના પહેલા દિવસે માર્કેટમાં દેખાઈ છે. GSTના સમાચારે માર્કેટમાં જોશ ભરી દીધો છે. આ ઉપરાંત પણ સ્વદેશી વસ્તુના ઉપયોગના જોરે પણ માર્કેટનો ઉત્સાહ વધાર્યો છે. ડેક સેક્ટરમાં Nifty Index ગ્રીન ઝોનમાં છે. મિડ કેપ અને સ્મોલ કેપ શેરમાં હાલ ખરીદી થઈ રહી છે. ઓવર ઓલ વાત કરીએ તો BSE પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ 5.77 લાખ કરોડ રૂપિયા વધી ગયું છે એટલે કે રોકાણ કારોની આવક માર્કેટ ખૂલતાની સાથે જ 5.77 લાખ કરોડ વધી ગઈ છે. જ્યારે ઇક્વિટી બેન્ચમાર્ક ઇંડેક્સની વાત કરી તો BSE Sensex હાલ 900 પોઈન્ટના ઉછાળા સાથે 81504.65 અને નિફ્ટી ફિફ્ટી 288.25 પોઈન્ટના ઉછાળા સાથે 24919.55 પર છે.

stock-market11

રોકાણકરોની કમાણીમાં 5.77 લાખ કરોડનો વધારો

માર્કેટ બંધ થયું તેના એક દિવસ પહેલા એટલે કે 14 ઓગસ્ટના રોજ બીએસઇ પર લિસ્ટેડ શેરનું કુલ માર્કેટ કેપ 44478611.27 કરોડ હતું. જે આજે 18 ઓગસ્ટના માર્કેટ ખૂલતાની સાથે જ 45055674.64 કરોડ પર પહોંચી ગયું છે. એનો અર્થ એ થયો કે રોકાણકારોની કમાણીમાં 577063.37 કરોડનો વધારો નોંધાયો છે.

GST રીફોર્મની જાહેરાત અને રવિવારે અલાસ્કામાં યુક્રેન યુદ્ધ પર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન વચ્ચે થયેલી મુલાકાતથી ભારતીય શેરબજાર મજબૂત બન્યું છે. અઠવાડિયાના પહેલા ટ્રેડિંગ દિવસની શરૂઆતમાં જ રોકાણકારોનો ઉત્સાહ જોવા મળ્યો હતો. BSE સેન્સેક્સ 30 શેર 900 પોઈન્ટના જંગી ઉછાળા સાથે ખુલ્યો જ્યારે NSE નિફ્ટી 50 પણ 24900 ને પાર કરી ગયો.

વધુ વાંચો: AC-TV, કપડાં, ફૂટવેર, ખાતર સહિતના આ વસ્તુઓના ભાવમાં ઘરખમ ઘટાડો થશે, ટેરિફ વોરની સામે 'GST' શસ્ત્ર

Vtv App Promotion 2

શરૂઆતના કારોબારમાં ઓટોમોબાઈલ ક્ષેત્રના શેરમાં સૌથી વધુ વધારો જોવા મળ્યો હતો. રોકાણકારો દ્વારા ભારે ખરીદીને કારણે ઓટો શેરોમાં ચમક જોવા મળી છે, જેના કારણે આ ક્ષેત્રમાં મજબૂત વૃદ્ધિ નોંધાઈ છે. વિશ્લેષકો માને છે કે GST સુધારાથી વાહનોના ભાવમાં રાહત મળવાની અપેક્ષા છે અને આ જ કારણ છે કે ઓટો ક્ષેત્ર પર સકારાત્મક અસર જોવા મળી રહી છે.

(DISCLAIMER : બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

SensexNifty Stock Market Today Stock Market Opening Bell

Published by

Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ