બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 06:28 PM, 11 July 2025
શુક્રવાર, 11 જુલાઈના રોજ બજારની નબળી સ્થિતિ હોવા છતાં, જેપી પાવરનો શેર ઇન્ટ્રાડે ટ્રેડમાં 8% ઉછળ્યો અને બીએસઈ પર 24.86 રૂપિયાની ૫૨ અઠવાડિયાની નવી ઊંચી સપાટીએ પહોંચ્યો. શેર તેના અગાઉના 23.02 રૂપિયાના બંધ ભાવથી 23.02 રૂપિયા પર ખુલ્યો અને 8% વધીને 24.86 રૂપિયા પર પહોંચ્યો. જોકે, પાછળથી શેર નફા-બુકિંગના દબાણ હેઠળ આવ્યો અને બપોરે 2:50 વાગ્યે લગભગ ૩% વધીને 23.70 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યો હતો.
ADVERTISEMENT

JP Power ના શેરનો ટ્રેન્ડ
ADVERTISEMENT
તાજેતરના સમયમાં જયપ્રકાશ પાવર વેન્ચર્સના શેરમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા એક મહિનામાં શેર લગભગ 30% વધ્યો છે, જ્યારે બાકીનું બજાર સીમિત રેન્જમાં આગળ વધી રહ્યું છે. આ વર્ષે 3 માર્ચે સ્મોલ-કેપ શેર 52 વીક લો 12.35 રૂપીયા પર પહોંચી ગયો હતો, પરંતુ તે મહિનાના અંતે લગભગ 7% વધીને બંધ થયો અને ત્યારથી તે લીલા રંગમાં છે.

ADVERTISEMENT
JP Power માં વધારો થવાનું કારણ શું છે?
જેપી પાવરના શેરમાં વધારાનું કારણ મીડિયા રિપોર્ટ્સ છે, જે મુજબ અબજોપતિ ગૌતમ અદાણીના નેતૃત્વ હેઠળનું અદાણી ગ્રુપ જયપ્રકાશ એસોસિએટ્સ (JP Associates) ખરીદવા માટે સૌથી મોટા દાવેદાર તરીકે સામે આવ્યું છે. જો અદાણી ગ્રુપ જેવી મજબૂત અને શક્તિશાળી કંપની હસ્તગત કરે છે, તો તેનાથી JP Associates તેમજ JP Power ને પણ ફાયદો થશે, કારણ કે JP Associates નો JP Powerમાં લગભગ 24% હિસ્સો છે.
ADVERTISEMENT
વધુ વાંચો: ક્રિપ્ટોકરન્સી ખરીદવાના નિયમો શું છે? કેવી રીતે રોકાણ કરી શકાય? એક ક્લિકમાં જાણો
શું હજી વધુ ફાયદો બાકી છે?
ADVERTISEMENT
નિષ્ણાતોના મતે, શેર હાલમાં એક મહત્વપૂર્ણ રજીસ્ટન્સ લેવલની નજીક ટ્રેડ થઈ રહ્યો છે, તેથી નવી ખરીદી કરતા પહેલા કોઈએ મજબૂત બ્રેકઆઉટની રાહ જોવી જોઈએ. નિષ્ણાતોના મતે, જેપી પાવર 2424.85 રૂપિયાની રેન્જમાં રજીસ્ટન્સ મળી રહ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.