ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / ક્રિપ્ટોકરન્સી ખરીદવાના નિયમો શું છે? કેવી રીતે રોકાણ કરી શકાય? એક ક્લિકમાં જાણો

બિઝનેસ / ક્રિપ્ટોકરન્સી ખરીદવાના નિયમો શું છે? કેવી રીતે રોકાણ કરી શકાય? એક ક્લિકમાં જાણો

Last Updated: 05:31 PM, 11 July 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતમાં ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરવું કાયદેસર છે, પરંતુ તેના પોતાના ઘણાં નિયમો છે. જાણો કેવી રીતે ક્રિપ્ટો ખરીદી શકાય અને શું તકેદારીઓ રાખવી?

ADVERTISEMENT

ભારતમાં ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરવું કાયદેસર છે, પરંતુ તેના માટે કેટલાક જરૂરી નિયમો અને તકેદારીઓ સમજવી ખૂબ જ જરૂરી છે. ક્રિપ્ટોકરન્સીને હજી સુધી ભારત સરકારે લીગલ ટેન્ડર એટલે કે અધિકૃત ચલણનો દરજ્જો આપ્યો નથી.

તેનો અર્થ એ થયો કે તમે દુકાન કે ઓનલાઇન માલ ખરીદી શકતા નથી, પરંતુ તેને ડિજિટલ સંપત્તિ તરીકે ખરીદી-વેચી શકાય છે અને તે સંપૂર્ણપણે કાયદેસર છે.

કેવી રીતે ખરીદી શકો ક્રિપ્ટોકરન્સી?

સૌપ્રથમ તમારે એક વિશ્વસનીય ક્રિપ્ટો એક્સચેન્જ પસંદ કરવું જોઈએ. ભારતમાં CoinDCX, WazirX જેવા પ્લેટફોર્મ ખૂબ લોકપ્રિય છે. કેટલાક આંતરરાષ્ટ્રીય એક્સચેન્જ જેમ કે Binance અને Kraken પણ ભારતીય યુઝર્સને INRમાં ટ્રેડ કરવાની સુવિધા આપે છે.

એક્સચેન્જ પસંદ કરતી વખતે જોવું જોઈએ કે તે સુરક્ષાની દૃષ્ટિએ કેટલું મજબૂત છે, શું તેમાં ટુ-ફેક્ટર ઓથેન્ટિકેશન છે, ફંડ્સને કોલ્ડ સ્ટોરેજમાં રાખે છે કે નહીં અને તેનો ભૂતકાળનો રેકોર્ડ કેવો છે?

ક્રિપ્ટોકરન્સી ખરીદવા જરૂરી દસ્તાવેજો

ખાતું ખોલવા માટે KYC જરૂરી છે. તેના માટે તમારે આધાર કાર્ડ, પાન કાર્ડ અને બેંક વિગતો આપવી પડશે. એકાઉન્ટ વેરીફિકેશન થયા બાદ તમે તમારા વૉલેટમાં બેંક એકાઉન્ટ અથવા UPI દ્વારા રૂપિયા મૂકી શકો છો. ક્રિપ્ટો ખરીદવા માટે તમારે એક્સચેન્જના એપ અથવા વેબસાઇટ પર જઈને ઓર્ડર મૂકવો પડે છે. તમે માર્કેટ ઓર્ડર મૂકી શકો છો જેમાં તરત હાજર દરે ખરીદી થઇ જાય છે, અથવા લિમિટ ઓર્ડર મૂકી શકો છો જેમાં તમે નક્કી કરેલા દરે ખરીદી કરો છો.

cripto-currency-2

ક્રિપ્ટોમાં રોકાણ કરતાં પહેલાં આ કરવું જરૂરી

ક્રિપ્ટોમાં રોકાણ કરતાં પહેલાં તે કોઈનની ટેકનોલોજી, ટીમ અને માર્કેટ ટ્રેન્ડ્સ વિશે સારી રીતે રિસર્ચ કરવું જરૂરી છે. સાથે જ તમારે આ પણ નક્કી કરવું પડશે કે તમે ખરીદેલી ક્રિપ્ટો ક્યાં રાખશો? ડિજિટલ વૉલેટ્સ બે પ્રકારના હોય છે, હોટ વૉલેટ (ઈન્ટરનેટ સાથે જોડાયેલ) અને કોલ્ડ વૉલેટ (હાર્ડવેર ડિવાઇસ, જેમ કે Ledger અથવા Trezor). લાંબા સમયના રોકાણકારો વધુ કોલ્ડ વૉલેટનો ઉપયોગ કરે છે કારણ કે તે વધુ સુરક્ષિત હોય છે.

ક્રિપ્ટોકરન્સી પર કેટલો છે ટેક્સ?

ભારતમાં ક્રિપ્ટોથી થયેલી કમાણી પર 30% ટેક્સ લાગે છે અને દરેક મોટા ટ્રાન્ઝેક્શન પર 1% TDS પણ કપાય છે. એટલે તમારી આવકને ITRમાં યોગ્ય રીતે દર્શાવવી ખૂબ જ જરૂરી છે.

વધુ વાંચો: બિટકોઈને બનાવ્યા માલામાલ! 15 વર્ષમાં બે રૂપિયાના રોકાણના થયા 10000000 રૂપિયા

અંતે, આ વાત યાદ રાખો કે ક્રિપ્ટોકરન્સીમાં ભાવ ખૂબ જ ઝડપથી ઉપર-નીચે થાય છે. એટલે એટલો જ પૈસો લગાવો, જેટલો ગુમાવવાનું જોખમ લઈ શકો. કોઈપણ સ્કીમના જાળમાં પડશો નહીં અને દરેક પગલાં પર પૂરી જાણકારી અવશ્ય મેળવો. સાચું રિસર્ચ અને તકેદારીથી તમે ક્રિપ્ટોમાં સ્માર્ટ રોકાણ કરી શકો છો.

(DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Crypto currency Investment Rules for buying cryptocurrency
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ