ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / એકસાથે ₹ 3 લાખ કરોડ સ્વાહા! શેર માર્કેટ હચમચી ઉઠ્યું, જાણો 3 કારણ

બિઝનેસ / એકસાથે ₹ 3 લાખ કરોડ સ્વાહા! શેર માર્કેટ હચમચી ઉઠ્યું, જાણો 3 કારણ

Published By: Priyankka Triveddi

Last Updated: 05:30 PM, 23 April 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Stock Market Crash: શેરબજારમાં ગુરુવારના દિવસે આખો દિવસ ઘટાડા સાથે જ ટ્રેડ થતો રહ્યો. BSE સેન્સેક્સમાં લગભગ 800 પોઇન્ટ્સનો તો NSE નિફ્ટીમાં પણ 200 પોઈન્ટ જેટલો ઘટાડો નોંધાયો.

ADVERTISEMENT

Stock Market Crash: ભારતીય શેરબજારમાં ગુરુવારે અઠવાડિયાના ચોથા કારોબારી દિવસે ભારે ઉતાર કડાકો જોવા મળ્યો હતો. બજાર ઘટાડાની સાથે જ ખૂલ્યું હતું અને આખો દિવસ તે દબાણમાં જ ટ્રેડ થતું રહ્યું. BSE સેન્સેક્સ 30 શેરનો સૂચકાંક 852.49 પોઈન્ટ ઘટીને 77,664 પર બંધ થયો હતો. જ્યારે NSE નિફ્ટી50 પણ 205 પોઈન્ટ ઘટીને 24,173.05 પર બંધ થયો હતો. નોંધનીય છે કે સતત બીજા દિવસે બજાર આ રીતે ઘટાડા સાથે બંધ થયું છે. જેના કારણે રોકાણકારોમાં ચિંતા વધી છે.

દિવસભર ઘટાડાનો ટ્રેન્ડ

ગુરુવારે સેન્સેક્સ 77,983 પર ખુલ્યો હતો. જે તેના અગાઉના બંધ 78,516 કરતાં નીચે હતો. દિવસ દરમિયાન તેમાં સતત ઘટાડો જોવા મળ્યો અને અંતે તે વધુ તૂટી પડ્યો. તેવી જ રીતે નિફ્ટી પણ 24,202 પર ખુલ્યો હતો. જે બુધવારના 24,378 ના બંધથી ઓછો હતો. બજારમાં આખો દિવસ વેચવાલીનો માહોલ રહ્યો અને કોઈ નોંધપાત્ર સુધારો જોવા મળ્યો નહોતો. મોટા ભાગના શેર રેડ ઝોનમાં ટ્રેડ થતા રહ્યા. જેના કારણે બજારમાં અસ્થિરતા વધતી ગઈ.

મોટી કંપનીઓના શેરમાં ભારે ઘટાડો

આ ઘટાડા વચ્ચે ઘણી મોટી કંપનીઓના શેરમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો. ખાસ કરીને Trent Limited (4.21%), Mahindra & Mahindra (3.30%), Bajaj Finserv (2.93%), Tech Mahindra (2.90%), Infosys (2.04%) અને HDFC Bank (1.93%) જેવા શેરમાં ભારે વેચવાલી જોવા મળી હતી. મિડકેપ શેરોમાં Ashok Leyland (4.61%), Dixon Technologies (3.65%) અને Max Financial Services (2.35%) ઘટાડા સાથે બંધ થયા હતા. સ્મોલકેપ કેટેગરીમાં IIFL Finance નો શેર સૌથી વધુ 10.12% ઘટ્યો હતો.

આ પણ વાંચો: સોના-ચાંદીના ભાવમાં આવ્યો મોટો કડાકો, જાણી લેજો આજના ભાવ

ઘટાડાના કારણો શું?

શેરબજારમાં થયેલા આ ઘટાડાને કારણે રોકાણકારોને મોટું નુકસાન સહન કરવું પડ્યું છે. BSEના માર્કેટ એનાલિસિસ મુજબ બજાર મૂડીકરણ 4,69,36,824 કરોડમાંથી ઘટીને 4,66,35,326 કરોડ થઈ ગયું છે. એટલે કે રોકાણકારોને એક જ દિવસે લગભગ 3,01,498 કરોડનું નુકસાન થયું છે. બજારમાં આ કડાકા પાછળ મુખ્ય કારણ તરીકે હોર્મુઝ સ્ટ્રેટ (Strait of Hormuz) વિસ્તારમાં ચાલી રહેલા અમેરિકા-ઈરાન (US-Iran tensions) તણાવને માનવામાં આવી રહ્યું છે. જેના કારણે ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો થયો છે. ક્રૂડ ઓઇલ (Brent Crude Oil) ના ભાવ 103 ડોલર પ્રતિ બેરલને વટાવી ગયા છે. જેના કારણે ફુગાવાનો ભય વધી ગયો છે. ઉપરાંત વૈશ્વિક બજારોમાંથી નકારાત્મક સંકેતો પણ મળ્યા હતા જેમાં Nikkei 225, Hang Seng Index અને KOSPI જેવા એશિયન બજારોમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. આ તમામ કારણો મળીને ભારતીય શેરબજારમાં ભારે દબાણ સર્જાયું છે.

(DISCLAIMER : બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Stock market crash Investor Loss Sensex fall today

Published by

Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ