ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 03:04 PM, 23 April 2026
ADVERTISEMENT
Gold SIlver Rates: આજે એટલે કે ગુરુવારે સોના અને ચાંદીના બજારમાં રોકાણકારો માટે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. કિંમતી ધાતુઓના ભાવમાં ફરી એકવાર નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. જેના કારણે બજારમાં ચિંતા સાથે સાથે નવા રોકાણ માટે તક પણ ઉભી થઈ છે. ખાસ કરીને મલ્ટી કોમોડિટી એક્સ્ચેન્જ (MCX) પર ચાંદીના ભાવમાં ભારે ઘટાડો નોંધાયો છે. બજાર ખુલતાની સાથે જ ચાંદીના ભાવમાં એક ઝાટકે ઘટાડો આવતા વેપારીઓ અને રોકાણકારો બંને ચોંકી ગયા હતા.
ADVERTISEMENT
MCX પર 5 મેની એક્સપાયરી ધરાવતી ચાંદીના કોન્ટ્રાક્ટમાં ગુરુવારે મોટો ઘટાડો નોંધાયો હતો. બુધવારે ચાંદીનો ભાવ પ્રતિ કિલો 2,48,364 રૂપિયા પર બંધ થયો હતો. પરંતુ ગુરુવારે બજાર ખુલતા જ તે ઘટીને. 2,42,220 રૂપિયા પર આવી ગયો. આ રીતે ચાંદીના ભાવમાં સીધો 6144 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. આ ઘટાડા પછી ચાંદી હવે તેના ઓલટાઇમ હાઇ લેવલથી ઘણું સસ્તું બની ગઈ છે. જેના કારણે ઘણા રોકાણકારો માટે ખરીદી કરવાની તક ઉભી થઈ રહી છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
ચાંદીની સાથે સોનાના ભાવમાં પણ ઘટાડો નોંધાયો છે. MCX પર 5 જૂનની એક્સપાયરી ધરાવતું સોનું તેના અગાઉના બંધ ભાવ 1,52,657 રૂ. પ્રતિ 10 ગ્રામની સરખામણીએ ઘટીને 1,51,719 રૂ. પર આવી ગયું છે. એટલે કે સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામ 938 રૂ.નો ઘટાડો થયો છે. આ ઘટાડો દર્શાવે છે કે બજારમાં કિંમતી ધાતુઓ માટે હાલ દબાણનું વાતાવરણ છે અને રોકાણકારો થોડા સાવચેત બની રહ્યા છે.

ADVERTISEMENT
જો આજના ઘટાડાના ભાવની જાન્યુઆરી મહિનાના રેકોર્ડ હાઇ લેવલ સાથે સરખામણી કરીએ તો હાલના ભાવોમાં ભારે ઘટાડો જોવા મળે છે. ચાંદી જાન્યુઆરીમાં 4,39,337 રૂ. પ્રતિ કિલોના સ્તરે પહોંચી હતી. જ્યારે હાલના ઘટાડા બાદ તે 1,97,117 રૂ. જેટલી સસ્તી થઈ ગઈ છે. બીજી તરફ સોનાએ જાન્યુઆરીમાં 2,02,984 રૂ. પ્રતિ 10 ગ્રામનો ઐતિહાસિક આંકડો સ્પર્શ્યો હતો. જ્યારે હાલ તે હાઇ લેવલથી 51,265રૂ. જેટલું સસ્તું મળી રહ્યું છે. આ આંકડાઓ દર્શાવે છે કે છેલ્લા કેટલાક મહિનામાં કિંમતી ધાતુઓમાં મોટા પાયે ઘટાડો નોંધાયો છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
Indian Bullion Jewellers Association (IBJA) મુજબ બુધવારે સાંજે 24 કેરેટ સોનાનો ભાવ 1,52,116 રૂ. પ્રતિ 10 ગ્રામ અને ચાંદીનો ભાવ 2,48,682 રૂ. પ્રતિ કિલો પર બંધ રહ્યો હતો. નોંધનીય છે કે આ દરોમાં GST અને મેકિંગ ચાર્જ સામેલ નથી. તેથી જ્વેલરી દુકાનોમાં ગ્રાહકોને મળતી અંતિમ કિંમત અલગ હોઈ શકે છે. બજાર નિષ્ણાતોનું માનીએ તો આવનારા દિવસોમાં ભાવોમાં વધુ ઉતાર-ચઢાવ જોવા મળી શકે છે. તેથી રોકાણ કરતા પહેલા સાવચેત રહેવું જરૂરી છે.
(DISCLAIMER બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો