બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 09:45 AM, 11 September 2025
બેંગલુરુમાં રહેતા એક 53 વર્ષીય વ્યક્તિએ બચત અને રોકાણનું એક એવું ઉદાહરણ પૂરું પાડ્યું છે કે જે આજે કરોડો લોકો માટે પ્રેરણા બની ગયું છે. તેમના જીવનથી સ્પષ્ટ થાઈ ગયું છે કે સામાન્ય જીવન જીવીને પણ અસામાન્ય સિદ્ધિ મેળવી શકાય છે. જરૂર માત્ર સમજદારી, શિસ્તની છે. ન કોઈ મોટી ડિગ્રી, ન કોઈ મોટી નોકરી, ન લકઝરી લાઇફસ્ટાઇલ... છતાં પણ તેમણે માત્ર 4200 રૂપિયાના શરૂઆતના પગારથી પોતાની મહેનત, શિસ્ત અને સમજદારીથી 1 કરોડ રૂપિયાથી વધુની સેવિંગ્સ કરી લીધી છે. ચાલો જાણીએ - કેવી રીતે એક સામાન્ય નોકરી કરતાં સામાન્ય વ્યક્તિએ 1 કરોડ રૂપિયાનું ફંડ તૈયાર કરી લીધું.
ADVERTISEMENT

વર્ષ 2000માં જ્યારે આ વ્યક્તિ 27 વર્ષના હતા, ત્યારે તેઓ પોતાનું નાનું ગામ છોડીને ખિસ્સામાં માત્ર 5000 રૂપિયા લઈને બેંગલુરુ આવ્યા હતા. તેમનું સપનું હતું, આત્મનિર્ભર બનવાનું. તેમણે ક્યારેય ક્રેડિટ કાર્ડ નથી લીધું, ન કોઈ પાસેથી ઉધાર માંગ્યા, ન કોઈ પણ આધાર રાખ્યો. તેમની પહેલી નોકરીમાં તેમને દર મહિને 4200 રૂપિયા મળતા હતા, અને એનાથી જ તેમણે બચત કરવાનું શરૂ કર્યું.
ADVERTISEMENT
આ વ્યક્તિએ Reddit પર પોતાના જીવનના નાણાકીય નિર્ણયો વિશે ખૂલીને જણાવ્યું. સાથે જ તેમણે એ પણ જણાવ્યું કે આખી કારકિર્દીમાં તેમણે માત્ર પ્રૂફરીડિંગનું જ કામ કર્યું. વર્ષો સુધી તેમણે એ જ ફિલ્ડમાં મહેનત કરી, ધીમે-ધીમે તેમનો પગાર વધીને 63,000 રૂપિયા થયો. પરંતુ આ દરમિયાન તેમને પોતાની લાઇફસ્ટાઇલ સામાન્ય રાખી. કોઈ દેખાડો કે કોઈ ખોટો ખર્ચ ન કર્યો અને માત્ર જરૂરિયાતની વસ્તુઓ અને જવાબદારીથી રોકાણ કર્યું. આજે આ વ્યક્તિ પાસે બેંકમાં 1.01 કરોડ રૂપિયા જમા છે, 65000 રૂપિયા શેરોમાં રોક્યા છે અને સૌથી ખાસ વાત એ છે કે એક પણ રૂપિયો ઉધાર લીધો નથી.

ADVERTISEMENT
નોકરી છોડી દીધા પછી પણ દર મહિને 60000ની આવક
કોવિડના થોડા સમય પહેલા તેમણે આંખની તકલીફને કારણે નોકરી છોડી દીધી. પરંતુ તેમણે ત્યાં સુધીમાં ફિક્સ્ડ ડિપોઝિટમાં એટલી સેવિંગ કરી લીધી હતી કે હવે દર મહિને 60000 રૂપિયા વ્યાજ આવે છે. તેમનો પત્ની અને દીકરી સાથે ત્રણ લોકોનો પરિવાર દર મહિને 25000 રૂપિયા ખર્ચ કરે છે, જેમાં 6500 રૂપિયા ભાડું પણ સામેલ છે.
ADVERTISEMENT

તેઓ બેંગ્લુરુની બહારના વિસ્તારમાં એક નાના 1BHKમાં રહે છે. ક્યારેક ઘર બદલ્યું, પરંતુ મકાન માલિક સાથે સંબંધો હંમેશા સારા રાખ્યા. ક્યારેય ભાડું આપવામાં મોડું નથી કર્યું, ક્યારેય કોઈ પાસેથી ઉધાર નથી લીધા અને નથી આપ્યા. તેમનું માનવું છે કે વિશ્વાસ અને સન્માનનો પાયો આ જ નાના-નાના નિર્ણયો હોય છે.
ADVERTISEMENT
આ પણ વાંચો: સરકારી બેંકના લોનધારકો માટે સારા સમાચાર, MCLRમાં ઘટાડાથી હપ્તો ઘટશે
તેઓ સ્કૂટર વેચી ચૂક્યા છે અને હવે દરેક જગ્યાએ ચાલીને જાય છે. તેમનો પરિવાર ડૉક્ટર પાસે ઓછો જાય છે કારણ કે તેઓએ હંમેશા સારી આદતો અપનાવી છે અને હેલ્ધી લાઇફસ્ટાઇલ જીવે છે. તેમની આ વાર્તા જણાવે છે કે જો તમારી પાસે શિક્ષણ, બુદ્ધિ, સમય, સ્વાસ્થ્ય અને શિસ્ત હોય તો વધારે કમાણી વિના પણ આર્થિક રીતે આઝાદ રહી શકાય છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.