ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / બંધ રહેતું શેરબજાર શનિવારે પણ ખુલ્લું રહ્યું, બન્યું હેરાનીભર્યું, રોકાણકારો મોંમાં આંગળા નાખી ગયા

સ્ટોક માર્કેટ / બંધ રહેતું શેરબજાર શનિવારે પણ ખુલ્લું રહ્યું, બન્યું હેરાનીભર્યું, રોકાણકારો મોંમાં આંગળા નાખી ગયા

Published By: Hiralal Parmar

Last Updated: 12:14 PM, 4 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સામાન્ય રીતે શનિવારે બંધ રહેતું શેરબજાર ખુલ્લું રખાયું હતું જેની પાછળ એક હેરાનીભર્યું કારણ સામે આવ્યું છે.

ADVERTISEMENT

શેરબજાર શનિવારે ખુલ્લું રહેતું નથી પરંતુ આ શનિવારની વાત જરા જુદી નીકળી. શનિવાર 4 ઓક્ટોબરના રોજ શેરબજાર ખુલ્લું રખાયું હતું. જો કે, તે સામાન્ય દિવસોની જેમ આખો દિવસ ખુલ્લું રહેશે નહીં; તેના બદલે, તેનો સમય અને શરતો નિશ્ચિત છે.

શનિવારે મોક ટ્રેડિંગ સેશનું આયોજન

હકીકતમાં, સ્ટોક એક્સચેન્જ NSE અને BSE એ 4 ઓક્ટોબર, શનિવારના રોજ એક મોક ટ્રેડિંગ સત્રનું આયોજન કર્યું છે, જે ઇક્વિટી, ઇક્વિટી ડેરિવેટિવ્ઝ, કરન્સી ડેરિવેટિવ્ઝ અને કોમોડિટી ડેરિવેટિવ્ઝમાં હશે. મોક ટ્રેડિંગ સત્રો બ્રોકર્સ અને વેપારીઓને ટ્રેડિંગ સિસ્ટમ્સ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું પરીક્ષણ કરવા, કટોકટીના કિસ્સામાં પ્રેક્ટિસ કરવા અને નાણાકીય જોખમ વિના નવી સિસ્ટમ્સથી પરિચિત થવા દે છે.

વધુ વાંચો : લક્ષ્મી ચાંદલો કરવા આવી મોં ધોવા ન જતાં! મહિને 61,000ની આવક, કરોડપતિ બનશો, દિવાળી પહેલાં ગુડ ન્યુઝ

ટ્રેડિંગ પણ કરી શકાશે

શનિવારે, થર્ડ-પાર્ટી ટ્રેડિંગ પ્લેટફોર્મનો ઉપયોગ કરતા વેપારીઓ આ તકનો ઉપયોગ મોક ટ્રેડિંગ સેશન દરમિયાન વિવિધ કાર્યો, જેમ કે વિવિધ કોલ ટ્રેડિંગ સેશન, જોખમ ઘટાડવાની વ્યૂહરચનાઓ, ટ્રેડિંગ હોલ્ટ્સ અને બ્લોક ડીલ્સ માટે તેમની સંબંધિત ટ્રેડિંગ એપ્લિકેશન્સનું પરીક્ષણ કરવા માટે કરી શકે છે. લોગિન સમય સવારે 10:15 થી 11 વાગ્યા સુધી રહેશે, જ્યારે ટ્રેડિંગનો સમય સવારે 11 થી બપોરે 3:30 વાગ્યા સુધી રહેશે.આ મોક ટ્રેડિંગ સેશન ફક્ત ટ્રાયલ માટે જ છે અને તેથી મોક ટ્રેડિંગ સત્ર દ્વારા કરવામાં આવતા ટ્રેડ્સ પર કોઈ માર્જિન જવાબદારી, પે-ઇન અથવા પે-આઉટ જવાબદારી નહીં રહે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

share market share market news

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ