બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 11:26 PM, 15 June 2025
આજે લોકોની પ્રાથમિક જરૂરિયાત રોટી, કપડા અને મકાન છે. આ સાથે પૈસા પણ પ્રાથમિક જરૂરિયાતનો ભાગ બન્યા છે. તો લોકો અલગ અલગ જગ્યાએ પૈસાનું રોકાણ કરતા હોય છે. જો તમે પણ પૈસાનું રોકાણ કરવાનું વિચારી રહ્યા છો અને કરોડોનું ફંડ બનવાવા માંગો છો તો ICICI પ્રુડેન્શિયલ મલ્ટી કેપ ફંડ તમારા માટે એક સારો વિકલ્પ છે. આ સ્કીમ ICICI પ્રુડેન્શિયલ મલ્ટી કેપ ફંડની સૌથી જૂની સ્કીમ છે જેની શરૂઆત ઓકટોબર 1944માં થઈ હતી.
ADVERTISEMENT

SIPથી કરો જબરદસ્ત નફો
ADVERTISEMENT
અત્યાર સુધી આ ફંડમાં જેમણે રોકાણ કર્યું તેને સારું વળતર આપ્યું છે. જો તમે 30 વર્ષ પેહલા 10 રૂપિયાની માસિક SIP શરૂ કરી હોત તો, તો આજ તેની કિમત અંદાજિત 9.8 કરોડ રૂપિયા હોત. જો તમે ઓકટોબર 1944મા 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોત તો આજે તેની કિમત અંદાજિત વેલ્યુ 79 લાખ રૂપિયા હોત.

ADVERTISEMENT
આ ફંડની ખાસિયત શું છે ?
આ એક મલ્ટીકેપ ફંડ છે જેમાં સ્મોલ, મિડ અને લાર્જ કેપ કંપનીઓમાં રોકાણ કરતી હોય છે. આ ફંડનો હેતુ સમય સાથે કેપિટલ ગ્રોથ મેળવવાનો છે. ઈતિહાસ જોઈએ તો આ ફંડમાં રોકાણ કરનારાઓ લોકોને નિરાશ નથી મળી. આ એસેટની વેલ્યુ લગભગ 15,095 કરોડ રૂપિયા છે અને એક્સપેન્સ રેશિયો 1.74 છે. આ ફંડ Nifty 500 Multicap 50:25:25 TRI બેન્ચમાર્કને અનુસરે છે.
ADVERTISEMENT

આ ફંડ દ્વારા અત્યાર સુધીમાં કેટલું વળતર મળ્યું
ADVERTISEMENT
1 વર્ષમાં 6.87 ટકા વળતર
3 વર્ષમાં 25.38 ટકા વળતર
ADVERTISEMENT
5 વર્ષમાં 26.78 ટકા વળતર
7 વર્ષમાં 16.02 ટકા વળતર
10 વર્ષમાં 15.10 ટકા વળતર
20 વર્ષમાં 16.24 ટકા વળતર
લોન્ચથી અત્યાર સુધીમાં 15.28 ટકા વળતર
લોન્ચથી અત્યાર સુધી (SIP) 17.71 ટકા વળતર
વધુ વાંચો : રૂપિયા તૈયાર રાખજો! આ સપ્તાહે એક-બે નહીં 6 કંપનીના IPOમાં કમાણીની તક
દિગ્ગજ કંપનીઓએ કર્યું છે રોકાણ
ICICI બેંક, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, HDFC બેંક, એક્સિસ બેંક, હિન્દુસ્તાન યુનિલીવર, ઈન્ફોસિસ, એલએન્ડટી, NTPC અને SBI જેવી મોટી કંપનીઓ આ ફંડના પોર્ટફોલિયોમાં રોકાણ કર્યું છે. આ ફંડ દ્વારા તેમાં કુલ 31.69 ટકાનું રોકાણ કરવામાં આવ્યું છે. આ ફંડ 104 કંપનીઓમાં રોકાણ કરે છે એટલે તેનો પોર્ટફોલીયો ખૂબ જ ડાયવર્સીફાયડ છે. જો તમે પણ ભવિષ્યમા 10 થી 20 વર્ષ માટે SIPમાં રોકાણ કારવાનું વિચારી રહ્યા છો તો ICICI મલ્ટીકેપ ફંડ આપના પોર્ટફોલિયોનું મજબૂત ભાગ બની શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.