બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:53 AM, 14 October 2025
LG IPO: LG ઇલેક્ટ્રોનિક્સનો IPO આજે શેરબજારમાં આવ્યો. તેના શેરનું બમ્પર લિસ્ટિંગ થયું અને રોકાણકારોને નોંધપાત્ર નફો થયો. LG ઇલેક્ટ્રોનિક્સના શેર BSE અને NSE પર 50 ટકા પ્રીમિયમ સાથે લિસ્ટ થયા. ખાસ વાત એ છે કે તેનું લિસ્ટિંગ અપેક્ષા કરતાં વધુ સારું હતું અને વિશ્લેષકોના અંદાજ કરતાં ઘણું વધારે પ્રીમિયમ હતું. જ્યારે LGના શેર BSE પર 1715 પર લિસ્ટ થયા હતા, ત્યારે તેઓ NSE પર 1,710 પર બજારમાં પ્રવેશ્યા હતા. તેની ઇશ્યૂ કિંમત પ્રતિ શેર 1,140 રૂપિયા હતી.
ADVERTISEMENT
IPO 7 ઓક્ટોબરના રોજ સબ્સ્ક્રિપ્શન માટે ખુલ્યો અને બોલી લગાવવાનું કામ 9 ઓક્ટોબર સુધી ચાલુ રહ્યું. 11,607 કરોડ રૂપિયાના મૂલ્યના આ IPO ને રોકાણકારો તરફથી જબરદસ્ત પ્રતિસાદ મળ્યો. સબ્સ્ક્રિપ્શનના છેલ્લા દિવસ સુધીમાં તે કુલ 54.02 વખત સબ્સ્ક્રાઇબ થયું હતું. ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ (QIB) કેટેગરી સૌથી વધુ 166.51 વખત સબ્સ્ક્રાઇબ થઈ હતી. નોન-ઇન્સ્ટિટ્યૂશનલ ઇન્વેસ્ટર્સ (NII) કેટેગરીને 22.44 વખત સબ્સ્ક્રિપ્શન મળ્યું હતું.
ADVERTISEMENT

ADVERTISEMENT
LG Electronics IPO અંગે ઘણા લોકોને એ પ્રશ્ન છે કે આ શેરને જાળવી રાઝવ કે વેચી દેવા. આ અંગે શેરબજાર એક્સપર્ટનું માનવું છે કે જો તમે તાત્કાલિક નફો મેળવવા માંગો છો તો તમે વેચી શકો છો પણ જે રોકાણકારો લાંબા ગાળા માટે નિશ્ચિત રકમ માટે નફો મેળવવા માંગે છે તેમણે હાલ વેચવાલી ટાળવી જોઈએ.
વધુ વાંચો: છપ્પરફાડ લિસ્ટિંગ! LGનો IPO વેચાય કે નહીં? એક્સપર્ટની સલાહ ગાંઠે બાંધી લેજો, થશે લાભ જ લાભ
ADVERTISEMENT

મંગળવારે સ્થાનિક શેરબજારો વધારા સાથે ખુલ્યા. અઠવાડિયાના બીજા દિવસે BSE સેન્સેક્સ 77.49 પોઈન્ટ ના વધારા સાથે 82,404.54 પર ખુલ્યો. તેવી જ રીતે, NSE નિફ્ટી 50 ઇન્ડેક્સ 50.20 પોઈન્ટના વધારા સાથે 25,277.55 પર ખુલ્યો.
ADVERTISEMENT
(DISCLAIMER : બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.