બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / છપ્પરફાડ લિસ્ટિંગ! LGનો IPO વેચાય કે નહીં? એક્સપર્ટની સલાહ ગાંઠે બાંધી લેજો, થશે લાભ જ લાભ

તમારા કામનું / છપ્પરફાડ લિસ્ટિંગ! LGનો IPO વેચાય કે નહીં? એક્સપર્ટની સલાહ ગાંઠે બાંધી લેજો, થશે લાભ જ લાભ

Published By: Priyankka Triveddi

Last Updated: 10:28 AM, 14 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

LG Electronics India ltd નો IPO 7 ઓકટોબરના રોજ સબ્સ્ક્રિપ્શન માટે ખૂલ્યો હતો અને 9 ઓકટોબરના રોજ બંધ થઈ ગયો હતો. LG Electronics India એ એના આ IPOના મધ્યમથી 11607 કરોડ રૂપિયા ભેગા કર્યા છે.

LG Electronics India ltd IPO: LG ઇલેક્ટ્રોનિક્સ ઇન્ડિયા આખરે આજે ભારતીય શેરબજારમાં લિસ્ટ થયું. કંપનીના શેર અપેક્ષાઓ કરતાં વધુ પ્રીમિયમ પર લિસ્ટ થયા. LG ઇલેક્ટ્રોનિક્સના શેર BSE પર ₹1,715 પર લિસ્ટ થયા, જે ₹575 પ્રીમિયમ અથવા 1140ની ઇશ્યૂ કિંમત કરતાં 50.44% વધુ છે. દરમિયાન, LG ઇલેક્ટ્રોનિક્સના શેર નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) પર 1710.10 પર લિસ્ટ થયા, જે 50.01% વધુ છે. LG ઇલેક્ટ્રોનિક્સ ઇન્ડિયા લિમિટેડનો IPO 7 ઓક્ટોબરના રોજ સબ્સ્ક્રિપ્શન માટે ખુલ્યો અને 9 ઓક્ટોબરના રોજ બંધ થયો. LG ઇલેક્ટ્રોનિક્સ ઇન્ડિયાએ આ IPO દ્વારા ₹11,607.01 કરોડ એકત્ર કર્યા. આ IPO હેઠળ, LG ઇન્ડિયાની પેરેન્ટ કંપની LG કોર્પોરેશને 101.8 મિલિયનથી વધુ શેર વેચ્યા, જે લગભગ 15% હિસ્સો દર્શાવે છે. કંપનીને આ વર્ષે માર્ચમાં IPO માટે SEBI ની મંજૂરી મળી હતી.

શેર રાખવા કે વેચી દેવા?

LG Electronics IPO અંગે ઘણા લોકોને એ પ્રશ્ન છે કે આ શેરને જાળવી રાઝવ કે વેચી દેવા. આ અંગે શેરબજાર એક્સપર્ટનું માનવું છે કે જો તમે તાત્કાલિક નફો મેળવવા માંગો છો તો તમે વેચી શકો છો પણ જે રોકાણકારો લાંબા ગાળા માટે નિશ્ચિત રકમ માટે નફો મેળવવા માંગે છે તેમણે હાલ વેચવાલી ટાળવી જોઈએ.

LG

LG ઇલેક્ટ્રોનિક્સનો પ્રારંભિક જાહેર ઓફર (IPO) આજે અપેક્ષા કરતાં વધુ સારા ભાવે લિસ્ટ થયો. ગ્રે માર્કેટ પ્રીમિયમ (GMP) ના સંકેતો અનુસાર LG ના શેર 1,562 ના ભાવે લિસ્ટ થવાની અપેક્ષા હતી, જે 37 ટકા પ્રીમિયમ હતું. પ્રી-લિસ્ટિંગ માર્કેટમાં LG ઇલેક્ટ્રોનિક્સ ઇન્ડિયાના શેર BSE પર 1715 રૂપિયા પર સેટલ થયા. જે 1140 રૂપિયાના ઇશ્યૂ ભાવ કરતાં 50% પ્રીમિયમ હતું. NSE પર તે 1710.10 રૂપિયે સેટલ થયા.

મંગળવારે સ્થાનિક શેરબજારો વધારા સાથે ખુલ્યા. અઠવાડિયાના બીજા દિવસે BSE સેન્સેક્સ 77.49 પોઈન્ટ ના વધારા સાથે 82,404.54 પર ખુલ્યો. તેવી જ રીતે, NSE નિફ્ટી 50 ઇન્ડેક્સ 50.20 પોઈન્ટના વધારા સાથે 25,277.55 પર ખુલ્યો.

વધુ વાંચો: LGના IPOનું શેર બજારમાં છપ્પરફાડ લિસ્ટિંગ, આટલાં ટકા પ્રીમિયમ સાથે લિસ્ટ થયા શેર

vtv app promotion

(DISCLAIMER : બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

LG IPO LG Electronics LG India IPO Listing

Published by

Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ