બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / આનંદો! LG પછી હવે 8,000 કરોડનો આ દિગ્ગજ IPO ખુલશે, હાલ જ જાણી લેજો ડિટેલ્સ

બિઝનેસ / આનંદો! LG પછી હવે 8,000 કરોડનો આ દિગ્ગજ IPO ખુલશે, હાલ જ જાણી લેજો ડિટેલ્સ

Published By: Vidhata Gothi

Last Updated: 02:00 PM, 14 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPO News: LGના IPO પછી હવે વધુ એક મોટો IPO નવેમ્બર મહિનામાં લોન્ચ થવાની તૈયારીમાં છે. આ 8000 કરોડના ઇશ્યૂ પર રોકાણકારોની નજર રહેશે. કંપની રોકાણકારોના વધતા ઉત્સાહ અને તેના શાનદાર નાણાકીય પ્રદર્શનનો ફાયદો ઉઠાવવા માંગે છે.

Lenskart IPO: આઇવેર રિટેલ ચેઇન Lenskart હવે બજારમાં તેનો મોટો 8,000 કરોડ રૂપિયાનો ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ (IPO) લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. મળતી માહિતી પ્રમાણે, કંપની આ ઇશ્યુને નવેમ્બર 2025ના પહેલા અઠવાડિયામાં લોન્ચ કરવાની યોજના ધરાવે છે. આ વર્ષનો આ IPO અત્યાર સુધીમાં ચોથો સૌથી મોટો IPO હશે, જે ટાટા કેપિટલ, HDB ફાઇનાન્શિયલ સર્વિસિસ અને LG ઇલેક્ટ્રોનિક્સ પછી આવશે.

IPO-FINAL

બજાર નિષ્ણાતો એવું માને છે કે કંપની હાલમાં રોકાણકારોના વધતા ઉત્સાહ અને મોટા પબ્લિક ઇશ્યૂનો લહેરનો ફાયદો ઉઠાવવા માંગે છે. બેંકર્સે જણાવ્યું કે લેન્સકાર્ટ ઓક્ટોબરના અંત સુધીમાં તેના IPO માટે પ્રાઇસ બેન્ડની જાહેરાત કરી શકે છે, જે નવેમ્બરની શરૂઆતમાં લોન્ચ થવાની સંભાવના છે. આ સિવાય બ્રોકરેજ પ્લેટફોર્મ (Groww) પણ લગભગ 7,000 કરોડ રૂપિયાના IPOની તૈયારી કરી રહ્યું છે, જે નવેમ્બરના પહેલા ભાગમાં લોન્ચ થઈ શકે છે. જોકે, લેન્સકાર્ટ અને તેની સાથે જોડાયેલા બેંકર્સે આ બાબતે કોઈ કોમેન્ટ કરી નથી. આ મેગા ઇશ્યુ માટે કોટક મહિન્દ્રા કેપિટલ, મોર્ગન સ્ટેનલી, સિટી, એવેન્ડસ અને એક્સિસ કેપિટલ જેવા મોટા નામો લીડ બુક રનિંગ મેનેજર તરીકે કામ કરી રહ્યા છે.

IPO-FINAL-AND-NEW

Lenskart IPOનું માળખું અને પ્રમોટરનો હિસ્સો

કંપનીના આ IPOમાં 2,150 કરોડ રૂપિયાના ફ્રેશ ઇશ્યૂ હશે, જ્યારે 13.23 કરોડ ઇક્વિટી શેર ઓફર ફોર સેલ (OFS) દ્વારા હાલના શેરહોલ્ડર્સ દ્વારા વેચવામાં આવશે. આ ઓફર ફોર સેલમાં પ્રમોટર્સ પિયુષ બંસલ, નેહા બંસલ, અમિત ચૌધરી અને સુમીત કપાહી સહિત ઘણી પ્રાઇવેટ ઇક્વિટી ફર્મ્સ પણ તેમનો હિસ્સો વેચશે.

vtv app promotion

Lenskart IPO: લેન્સકાર્ટના શાનદાર નાણાકીય પરિણામો

નાણાકીય વર્ષ 2025માં લેન્સકાર્ટે 297 કરોડ રૂપિયાનો ચોખ્ખો નફો નોંધાવ્યો, જયારે પાછલા વર્ષ, એટલે કે, નાણાકીય વર્ષ 24માં 10 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું. કંપનીની આવક નાણાકીય વર્ષ 25માં 6,652 કરોડ રૂપિયા રહી, જે ગયા વર્ષના 5,428 કરોડ રૂપિયાની સરખામણીમાં નોંધપાત્ર વધારો દર્શાવે છે.

આ પણ વાંચો: દિવાળી પહેલાં સોનામાં આગ ઝરતી તેજી, 1 તોલાનો ભાવ અકલ્પનીય સ્તરે, સવા લાખ તો કંઈ નથી

લેન્સકાર્ટ માટે, આ IPO ફક્ત મૂડી એકત્ર કરવાની તક નથી, પરંતુ તેમના બ્રાંડ એક્સ્પાંશન અને ડિજિટલ ઓપરેશનને વૈશ્વિક સ્તરે વિસ્તૃત કરવા માટે એક વ્યૂહાત્મક પગલું પણ છે. ઉદ્યોગ વિશ્લેષકોના મતે, કંપનીની મજબૂત બ્રાન્ડ વેલ્યુ, સ્કેલેબલ બિઝનેસ મોડેલ અને સતત વધતી જતી ઓનલાઈન માંગ તેને રોકાણકારો માટે એક આકર્ષક વિકલ્પ બનાવે છે.

DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Lenskart IPO Business News Lenskart IPO in November

Published by

Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ