બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / દિવાળી પહેલાં સોનામાં આગ ઝરતી તેજી, 1 તોલાનો ભાવ અકલ્પનીય સ્તરે, સવા લાખ તો કંઈ નથી

Gold Price Today / દિવાળી પહેલાં સોનામાં આગ ઝરતી તેજી, 1 તોલાનો ભાવ અકલ્પનીય સ્તરે, સવા લાખ તો કંઈ નથી

Published By: Priyankka Triveddi

Last Updated: 01:07 PM, 14 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોનાના ભાવ સાતમા આસમાનને પણ આંબી ગયા છે. તો આજે પુષ્ય નક્ષત્રના દિવસે તમે જો સોનું લેવા વિચાર કરી રહ્યા છો તો જાણી લો આ એક્સપર્ટની સલાહ અને તમારા શહેરનો આજનો સોનાનો ભાવ.

Gold Price Today: દિવાળીના તહેવારની શરૂઆત વચ્ચે આજે 14 ઓકટોબર મંગળવારના રોજ શુભ પુષ્ય નક્ષત્રના દિવસે સોનાના ભાવમાં વધુ વધારો નોંધાયો છે. આજે સ્થાનિક વાયદા બજારમાં સોનાના ભાવ ઊંચા ખુલ્યા છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર 5 ડિસેમ્બરની સમાપ્તિ તારીખ ધરાવતા સોનાના વાયદા 126731 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યા હતા. MCX સોનું 1412 રૂપિયા વધીને 126041 પર ખુલ્યું અને શરૂઆતના કારોબારમાં 126,900 રૂપિયા પર પહોંચ્યું.

વાત કરીએ ગઇકાલની તો સોમવારે MCX પર સોનાના ભાવ 124,629 પ્રતિ 10 ગ્રામ પર બંધ થયા. સોનાની સાથે, ચાંદીના ભાવમાં પણ નોંધપાત્ર ઉછાળો જોવા મળી રહ્યો છે. MCX પર ડિસેમ્બર કોન્ટ્રેક્ટ માટે ચાંદી 1,55,253 પ્રતિ કિલોગ્રામ પર ખુલી જે 608 વધીને 1,62,320 પર ટ્રેડ થઈ રહી હતી.

જાણો આ ભાવ વધારા અંગે શું કહે છે એક્સપર્ટ

એક્સપર્ટના જણાવ્યું મુજબ સોના અને ચાંદીના ભાવમાં થઈ રહેલા સતત વધારાથી ચેતવું જોઈએ. તેમના મુજબ સોના ચાંદીના ભાવમાં આવનાર સમયમાં મોટો ઘટાડો આવી શકે છે. સોના ચાંદીના ભક વધારાને કારણે માંગમાં કોઈ વધારો ના થયો હોવાથી ભાવમાં સુધારો થઈને તે ઘટી શકે છે ત્યારે આજે પુષ્ય નક્ષત્રના દિવસે મુહૂર્ત સાચવવા પૂરતું જ સોનું લેવાની કે નોંધવાની સલાહ આપી છે. આમ તો સોના ચાંદીમાં સારું રિટર્ન મળે છે છતાં મોટા રોકાણથી બચવાની સલાહ આપી છે.

Gold-latest-5

આજનો આ શહેરોમાં સોનાનો ભાવ

દિલ્હીમાં સોનાનો ભાવ (પ્રતિ 10 ગ્રામ)

  • 24 કેરેટ - 1,28,830 રૂપિયા
  • 22કેરેટ - 1,18,110 રૂપિયા
  • 18 કેરેટ - 96,660 રૂપિયા

મુંબઈમાં સોનાનો ભાવ (પ્રતિ 10 ગ્રામ)

  • 24કેરેટ - 1,28,680 રૂપિયા
  • 22 કેરેટ - 1,17,950 રૂપિયા
  • 18 કેરેટ - 96,510 રૂપિયા

ચેન્નાઈમાં સોનાનો ભાવ (પ્રતિ 10 ગ્રામ)

  • 24 કેરેટ- 1,29,000 રૂપિયા
  • 22 કેરેટ - 1,18,250 રૂપિયા
  • 18 કેરેટ - 97,700 રૂપિયા

કોલકાતામાં સોનાનો ભાવ (પ્રતિ 10 ગ્રામ)

  • 24કેરેટ - 1,28,680 રૂપિયા
  • 22 કેરેટ - 1,17,950 રૂપિયા
  • 18 કેરેટ - 96,510 રૂપિયા

અમદાવાદમાં સોનાનો ભાવ (પ્રતિ 10 ગ્રામ)

  • 24 કેરેટ - 1,28,730 રૂપિયા
  • 22 કેરેટ- 1,18,000 રૂપિયા
  • 18 કેરેટ - 96,560 રૂપિયા

લખનૌમાં સોનાનો ભાવ (પ્રતિ 10 ગ્રામ)

  • 24કેરેટ- 1,28,830 રૂપિયા
  • 22 કેરેટ - 1,18,100 રૂપિયા
  • 18 કેરેટ - 96,660 રૂપિયા
gold-simple-5

તહેવારોની સિઝન શરૂ થઈ ગઈ છે. અને આવતા અઠવાડિયે દિવાળી છે તેવામાં સોનાના વધતા ભાવ ચિંતાનું કારણ બન્યા છે. ભારતમાં લગ્ન, શુભ પ્રસંગો અને દિવાળી દરમિયાન સોનું ખરીદવું એક પરંપરા છે. સોનાનો ભારતીય સંસ્કૃતિ સાથે પણ ઊંડો સંબંધ છે.

વધુ વાંચો: LGના IPOમાં પૈસા લગાડનાર લોકોને પડી ગઈ જોરદાર મોજ, જાણો કેટલો થયો ફાયદો

vtv app promotion

સ્થાનિક છૂટક બજારમાં સોનાના ભાવમાં દરરોજ વધઘટ થાય છે નોંધનીય છે કે ઇન્ડિયન બુલિયન જ્વેલર્સની વેબસાઇટ પર અપડેટ કરાયેલા સોનાના ભાવ દેશભરમાં એક સરખા હોય છે. પરંતુ જુદા જુદા રાજ્યો અને શહેરોમાં GST(GST On Gold) અને મેકિંગ ચાર્જ લગાવ્યા પછી તેના ભાવમાં વધારો થઈ જાય છે. દરેક શહેરના making charges અલગ અલગ હોય છે.

(DISCLAIMER બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Silver Price Pushya Nakshatra Gold Price Today

Published by

Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ