ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / અમેરિકાએ બંધ કર્યો રશિયાનો માર્ગ, તો હવે ભારત ક્યાંથી ઓઇલ ખરીદશે?

બિઝનેસ / અમેરિકાએ બંધ કર્યો રશિયાનો માર્ગ, તો હવે ભારત ક્યાંથી ઓઇલ ખરીદશે?

Published By: Priyankka Triveddi

Last Updated: 12:37 PM, 17 April 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મધ્યપૂર્વમાં ચાલી રહેલા તણાવ વચ્ચે અમેરિકાએ ભારતને 5 માર્ચના રોજ રશિયા પાસેથી તેલ ખરીદવા માટે 30 દિવસની છૂટ આપી હતી જે 11 એપ્રિલના રોજ પૂરી થઈ ગઈ છે તો હવે પ્રશ્ન એ છે કે ભારત ક્રૂડ ઓઇલ ક્યાંથી ખરીદશે?

ADVERTISEMENT

India Oil Imports: રશિયા અને ઈરાન પાસેથી ઓઇલ ખરીદવા પરના પ્રતિબંધ ફરી શરૂ થઈ ગયા છે. બુધવારે અમેરિકાએ આ છૂટ ચાલુ રાખવા માટે મનાઈ ફરમાવી દીધી છે. તો આ બધા વચ્ચે હવે પ્રશ્ન એ છે કે આ બનેં દેશો પછી હવે ભારત કાચા તેલની આયાત ક્યાંથી કરશે? જોકે રશિયાએ જણાવ્યું છે કે તે ભારતને તેલ આપવા માટે તૈયાર છે પણ વાત એ છે કે આ નિર્ણય પણ એવા સમયે લેવામાં આવ્યો છે જ્યારે અમેરિકા અને ભારત વચ્ચે હજુ વેપાર સમજૂતીને લઈને વાતચીત ચાલુ છે.

અમેરિકાએ હટાવેલ પ્રતિબંધની સમય મર્યાદા પૂરી

અમેરિકાએ 5 માર્ચે ભારતને 30 દિવસની વિશેષ મુક્તિ આપી હતી. જેના કારણે યુક્રેન યુદ્ધને લઈને લગાવેલા પ્રતિબંધો છતાં ભારત રશિયન તેલ ખરીદી શકતું હતું. જોકે આ મુક્તિ 11 એપ્રિલે સમાપ્ત થઈ ગઈ છે. જેના કારણે ભારત સામે ઊર્જા પુરવઠાનો નવો પડકાર ઉભો થયો છે. અમેરિકાએ સતત ભારત દ્વારા રશિયન તેલ ખરીદવા પર પ્રશ્નો ઉઠાવ્યા છે. યુએસ ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેંટે સ્પષ્ટ જણાવ્યું છે કે રશિયન અને ઈરાની તેલ માટેની સામાન્ય લાઇસન્સ હવે રિન્યુ કરવામાં આવશે નહીં.

રશિયાની ઓફર યથાવત

આ પરિસ્થિતિ વચ્ચે રશિયાએ પોતાની સ્થિતિ સ્પષ્ટ કરી છે. રશિયન રાજદ્વારી ડેનિસ અલીપોવે જણાવ્યું છે કે રશિયા ભારતને ગમે તેટલું તેલ પૂરું પાડવા માટે તૈયાર છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે વૈશ્વિક પરિસ્થિતિમાં કોઈપણ ફેરફાર થાય છતાં રશિયા ભારત સાથે ઊર્જા સહકાર જાળવી રાખશે. ઉપરાંત, LPG પુરવઠા અંગે પણ ચર્ચા ચાલી રહી છે અને ભારતની જરૂરિયાત મુજબ સપ્લાય આપવા માટે રશિયા તૈયાર હોવાનું જણાવ્યું છે.

ભારત નવા સપ્લાય ઓપ્શનની શોધમાં

અમેરિકાની મુક્તિ સમાપ્ત થતાં ભારત હવે નવા ઊર્જા સ્ત્રોતોની શોધમાં લાગી શકે છે. મીડિયા અહેવાલો મુજબ ભારત લેટિન અમેરિકા તરફ વળવાની શક્યતા છે. જેમાં બ્રાઝિલ, કોલંબિયા અને ઇક્વાડોર જેવા દેશોનો સમાવેશ થાય છે. ગુયાના પણ વૈશ્વિક તેલ નિકાસકાર તરીકે ઊભરી રહ્યું છે. ઉપરાંત પશ્ચિમ એશિયાના દેશો અને અમેરિકા પાસેથી પણ તેલ ખરીદી વધારવા અંગે વિચારણા ચાલી રહી છે. જેથી ઊર્જા પુરવઠામાં વૈવિધ્ય લાવી શકાય.

આ પણ વાંચો: Netflixના કો-ફાઉન્ડરે આપ્યું રાજીનામું, 1997માં મિત્ર સાથે શરૂ કર્યું હતું પ્લેટફોર્મ

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અગાઉ રાજ્યસભામાં વૈશ્વિક ઊર્જા સંકટ અંગે ચેતવણી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે યુદ્ધના કારણે ઊભી થયેલી પરિસ્થિતિ લાંબા સમય સુધી ચાલશે તો ગંભીર અસર થઈ શકે છે. સરકાર તેલ અને ગેસના જહાજો સુરક્ષિત રીતે દેશમાં પહોંચે તે માટે સતત પ્રયાસ કરી રહી છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતે ઊર્જા આયાતમાં વૈવિધ્ય લાવવાનો પ્રયાસ કર્યો છે. જેમાં હવે 27 દેશોથી વધીને 41 દેશોમાંથી ઊર્જા આયાત કરવામાં આવે છે. આ સાથે સરકાર સ્થાનિક ઉત્પાદન વધારવા અને આયાત પરની નિર્ભરતા ઘટાડવા માટે પણ પ્રયત્નશીલ છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

India Oil Imports ભારત તેલ આયાત Russian Oil

Published by

Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ