ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / Netflixના કો-ફાઉન્ડરે આપ્યું રાજીનામું, 1997માં મિત્ર સાથે શરૂ કર્યું હતું પ્લેટફોર્મ

બિઝનેસ / Netflixના કો-ફાઉન્ડરે આપ્યું રાજીનામું, 1997માં મિત્ર સાથે શરૂ કર્યું હતું પ્લેટફોર્મ

Published By: Priyankka Triveddi

Last Updated: 11:10 AM, 17 April 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જાણીતા વિડીયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ Netflixના કો-ફાઉન્ડર રીડ હેસ્ટિંગસે કંપની માંથી રાજીનામું આપી દીધું છે. કંપની માંથી રાજીનામું આપ્યા પછી તેઓ આ એક ખાસ કામ કરવા માંગે છે.

ADVERTISEMENT

Netflix Co-founder Resigns: Netflix એ વિડીયો સ્ટ્રીમિંગ માટે ખૂબ લોકપ્રિય પ્લેટફોર્મ છે. વર્ષ 1997માં બે મિત્રોએ ભેગા થઈને આ પ્લેટફોર્મ બનાવ્યું હતું. ત્યારે હવે તેના કો-ફાઉન્ડર રીડ હેસ્ટિંગસે રાજીનામું આપવાની જાહેરાત કરી છે. આવનર દિવસોમાં તેઓ કંપનીના ચેરમેન અને બોર્ડ ઓફ ડિરેક્ટર્સનો ભાગ નહીં રહે. જો કે આવનાર દિવસોમાં તેઓ લોકો માટે કામ કરવા માંગે છે તેમ તેમણે તેમના એક નિવેદનમાં જણાવ્યું હતું.

ઓવર-ધ-ટોપ (OTT)ના જગતમાં એક મોટી ખબર સામે આવી છે. Netflixના કો-ફાઉન્ડર રીડ હેસ્ટિંગ્સે પોતાની ભૂમિકાથી સંપૂર્ણપણે અલગ થવાનો નિર્ણય લીધો છે. કંપનીના જણાવ્યા મુજબ તેઓ આવતા મહિને ચેરમેન તરીકેનો કાર્યકાળ પૂર્ણ થયા બાદ ડિરેક્ટર બોર્ડમાંથી પણ રાજીનામું આપશે. નોંધનીય છે કે હેસ્ટિંગ્સે 2023માં જ CEO પદેથી રાજીનામું આપ્યું હતું, જેના કારણે ટેક અને મનોરંજન ક્ષેત્રમાં ભારે ચર્ચા થઈ હતી. હવે તેમના આ નવા નિર્ણયને લઈને ફરી એકવાર ચર્ચાએ સ્થાન લીધું છે.

રીડ હેસ્ટિંગ્સે 1997માં પોતાના મિત્ર અને સહ-સ્થાપક માર્ક રેન્ડોલ્ફ સાથે મળીને Netflixની સ્થાપના કરી હતી. શરૂઆતમાં ડીવીડી સર્વિસ તરીકે શરૂ થયેલું આ પ્લેટફોર્મ આજે વિશ્વનું અગ્રણી વિડીયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ બની ગયું છે. લગભગ બે દાયકાથી વધુ સમય સુધી કંપનીનું નેતૃત્વ સંભાળનાર હેસ્ટિંગ્સે પોતાના યોગદાન વિશે જણાવ્યું હતું કે તેમણે સભ્યોની ખુશી અને મજબૂત સંસ્કૃતિ નિર્માણ પર વધારે ભાર મૂક્યો. તેમના નેતૃત્વ હેઠળ Netflix 190થી વધુ દેશોમાં વિસ્તર્યું અને લાખો સબ્સ્ક્રાઇબર્સ સાથે વૈશ્વિક સ્તરે લોકપ્રિય બન્યું.

આ પણ વાંચો: વિશ્વભરમાં ઈંધણના ભાવ આસમાને, ભારતમાં ચૂંટણી પછી ભાવવધારાની શક્યતા

હવે રાજીનામા બાદ રીડ હેસ્ટિંગ્સ લોકોના કલ્યાણ માટે કાર્ય કરવાનો ઇરાદો ધરાવે છે. જોકે તે કયા ક્ષેત્રમાં કામ કરશે તે અંગે હજુ સ્પષ્ટતા કરવામાં આવી નથી. નેટફ્લિક્સ જેવી OTT સેવા આજે ઇન્ટરનેટ દ્વારા સ્માર્ટફોન, ટીવી અને અન્ય ઉપકરણો પર સીધી વિડિઓ સામગ્રી પ્રદાન કરે છે. Netflix સિવાય Prime Video, Jio Hotstar અને Zee5 જેવા પ્લેટફોર્મ્સ પણ આ ક્ષેત્રમાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. હેસ્ટિંગ્સના નિવૃત્તિના નિર્ણયથી OTT ઉદ્યોગમાં નવી દિશા અને નેતૃત્વ અંગે ચર્ચાઓ તેજ થઈ છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Netflix Co-founder Resigns OTT Industry Reed Hastings

Published by

Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ