ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / વિશ્વભરમાં ઈંધણના ભાવ આસમાને, ભારતમાં ચૂંટણી પછી ભાવવધારાની શક્યતા

બિઝનેસ / વિશ્વભરમાં ઈંધણના ભાવ આસમાને, ભારતમાં ચૂંટણી પછી ભાવવધારાની શક્યતા

Published By: Priyankka Triveddi

Last Updated: 08:47 AM, 17 April 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વૈશ્વિક સ્તરે વધી રહેલા યુદ્ધના તણાવને કારણે ક્રૂડ ઓઈલના બજારમાં ભારે ઉથલપાથલ સર્જાઈ છે. જેની સીધી અસર તરીકે અનેક દેશોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ આસમાને પહોંચી રહ્યા છે. જોકે, ભારતમાં હાલ ભાવ સ્થિર છે. પરંતુ ચૂંટણી બાદ તેમાં મોટો વધારો થવાની આશંકા વ્યક્ત થઈ રહી છે.

ADVERTISEMENT

Petrol -Dieseal Rates: અમેરિકા, ઈઝરાયલ અને ઈરાન વચ્ચે વધતી તણાવપૂર્ણ પરિસ્થિતિ અને યુદ્ધના માહોલને કારણે વિશ્વભરમાં ક્રૂડ ઓઈલના બજારમાં ભારે અસ્થિરતા જોવા મળી રહી છે. આ પરિસ્થિતિના કારણે અનેક દેશોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે. ખાસ કરીને ફિલિપાઈન્સમાં ડીઝલના ભાવમાં 172 ટકાનો વધારો નોંધાયો છે. જ્યારે મ્યાંમારમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ લગભગ બમણા થઈ ગયા છે. આ સાથે લાઓસ અને મલેશિયા જેવા દેશોમાં પણ ઈંધણના ભાવોમાં ભારે ઉછાળો જોવા મળ્યો છે. જેના કારણે વૈશ્વિક સ્તરે ઈંધણ કટોકટી જેવી સ્થિતિ ઉભી થઈ છે.

બ્રેન્ટ ક્રૂડના ભાવમાં તેજી

મધ્ય-પૂર્વમાં યુદ્ધની સ્થિતિ સર્જાતા બ્રેન્ટ ક્રૂડના ભાવમાં પણ જબરદસ્ત વધારો નોંધાયો છે. અગાઉ પ્રતિ બેરલ 71 ડોલર આસપાસ રહેલા ભાવ હવે વધીને 111 ડોલર સુધી પહોંચી ગયા છે. અમેરિકા અને ઈરાન વચ્ચેની શાંતિ ચર્ચા નિષ્ફળ જતા સપ્લાય અંગે અનિશ્ચિતતા વધી છે. જેના કારણે ભાવોમાં વધુ વધારો થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. એક્સપર્ટના મતે જો આ તણાવ લાંબા સમય સુધી ચાલશે તો વૈશ્વિક બજારમાં ઈંધણના ભાવમાં વધુ ઉછાળો આવવાની શક્યતા છે.

ભારતમાં હાલ ભાવ સ્થિર

વિશ્વભરમાં ભાવ વધારાની અસર છતાં ભારતમાં હાલ પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર જોવા મળી રહ્યા છે. દેશમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લીટર આશરે 94.77 રૂપિયા અને ડીઝલનો ભાવ 87.67 રૂપિયા આસપાસ જ રહ્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ કેન્દ્ર સરકારે ભાવ નિયંત્રણ માટે અનેક પગલાં લીધા છે. જેમાં એક્સાઈઝ સેસમાં 10 રૂપિયાનો ઘટાડો અને નિકાસ પર ટેક્સ વધારવાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત પાંચ રાજ્યોમાં ચાલી રહેલી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને પણ સરકાર ભાવ વધારાને રોકી રાખવાનો પ્રયાસ કરી રહી છે.

આ પણ વાંચો: 50 રૂપિયાને પાર આ એનર્જીના શેર, એક્સપર્ટે કહ્યું હજુ વધશે ભાવ

ચૂંટણી બાદ ભાવવધારાની શક્યતા

જોકે, એપ્રિલના અંતે ચૂંટણી પૂર્ણ થયા બાદ ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મોટો વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. એક અહેવાલ અનુસાર સરકારી ઓઈલ કંપનીઓને પેટ્રોલ પર પ્રતિ લીટર 18 રૂપિયા અને ડીઝલ પર 35 રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે. યુદ્ધના અંતના કોઈ સંકેત ન દેખાતા અને વૈશ્વિક બજારમાં સતત વધતા ભાવોને કારણે સરકાર માટે ભાવ સ્થિર રાખવું મુશ્કેલ બની શકે છે. આથી નજીકના સમયમાં સામાન્ય નાગરિકો પર ઈંધણના વધતા ખર્ચનો ભાર આવવાની શક્યતા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Petrol Diesel Rates India Fuel Prices Crude Oil Prices

Published by

Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ