ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 12:09 AM, 17 April 2026
ADVERTISEMENT
સુઝલોન એનર્જીના શેરમાં છેલ્લા કેટલાક દિવસોમાં મોટો વધારો જોવા મળ્યો છે. સુઝલોન એનર્જીના શેર 50ના આંકને વટાવી ગયા છે. છેલ્લા પાંચ દિવસમાં કંપનીના શેર 12% થી વધુ વધ્યા છે. આ વર્ષની 30 માર્ચથી સુઝલોન એનર્જીના શેર 27% થી વધુ વધ્યા છે. ગુરુવારે BSE પર રીન્યુએબલ એનર્જી કંપનીના શેર 50.26 પર બંધ થયા હતા જે 2% થી વધુ છે. જેમાં એક્સપર્ટ કહે છે કે સુઝલોન એનર્જીના શેર હજુ પણ વધશે.
ADVERTISEMENT
બ્રોકરેજ ફર્મ JM ફાઇનાન્શિયલનું માનવું છે કે, સુઝલોન એનર્જીના શેર વર્તમાન સ્તરોથી વધુ 30% વધી શકે છે. સુઝલોન એનર્જીના શેરમાં આ ઉછાળો બુધવારના બંધ સ્તરથી આવી શકે છે. બુધવારે કંપનીના શેર 49.13 રૂપિયા પર બંધ થયા હતા. સ્થાનિક બ્રોકરેજ હાઉસ JM ફાઇનાન્શિયલે રીન્યુએબલ એનર્જી કંપની સુઝલોન એનર્જીને ઈરાન-યુએસ યુદ્ધનો "અનઇન્ટેન્ડેડ બેનિફિશયરી " ગણાવ્યુ છે. JM ફાઇનાન્શિયલે સુઝલોન એનર્જી પર બાય રેટિંગ જાળવી રાખ્યું છે, જે કંપનીના શેર પર બાય રેટિંગ સૂચવે છે. બ્રોકરેજ હાઉસે કંપનીના શેર માટે 64 રૂપિયાનો ટાર્ગેટ રેટ રાખ્યો છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
તેના તાજેતરના અહેવાલમાં બ્રોકરેજ હાઉસ JM ફાઇનાન્શિયલ કહે છે કે અલ નીનો વર્ષમાં ગરમ અને ભેજવાળી સાંજે, પીક પાવર માંગ સૌર કલાકની માંગ જેવી જ હોય છે. આ રાત્રે પુરવઠા પર વધુ દબાણ બનાવે છે, ખાસ કરીને જ્યારે 80 GW સોલર પ્રોડક્શન ઉપલબ્ધ ન હોય. બ્રોકરેજ હાઉસના અહેવાલ મુજબ "જ્યારે બિન-સૌર કલાકો દરમિયાન પીક માંગ વધે છે ત્યારે ગેસ, હાઇડ્રો અને ફ્લેક્સિબલ કોલસામાંથી વેરીએબલ જનરેશન સૌર ઉત્પાદન નુકસાનની ભરપાઈ કરે છે."
બ્રોકરેજ ફર્મ મુજબ મિડલ ઈસ્ટ ક્રાઈસીસને કારણે ગેસ આધારિત ઉત્પાદન 8-10 GW થી ઘટીને માત્ર 2 GW થઈ ગયું છે. આ સિવાય આ ઉનાળામાં હાઇડ્રોપાવરમાં પણ મોટો ઘટાડો જોવા મળી શકે છે. આ સ્થિતિમાં પવન ઊર્જા મહત્વનું બની શકે છે. કેમ કે તે સાંજના સમયે પણ ઉપલબ્ધ હોય છે. બ્રોકરેજ ફર્મ મુજબ બપોરના અંતમાં સાંજે અને વહેલી સવારે પવનની ગતિ ઘણીવાર વધે છે જે દરમિયાન સૌર ઉર્જાનું ઉત્પાદન ન્યૂનતમ કે અસ્તિત્વમાં નથી હોતું.
ADVERTISEMENT
ADVERTISEMENT
છેલ્લા પાંચ વર્ષમાં સુઝલોન એનર્જીના શેરમાં 1056%નો ઉછાળો આવ્યો છે. જેમાં રીન્યુએબલ એનર્જી કંપની સુઝલોન એનર્જીના શેર 16 એપ્રિલ 2021 ના રોજ 4.36 રૂપિયા પર હતા અને 16 એપ્રિલ 2026 ના રોજ 50.26 રૂપિયા પર પહોંચ્યા હતા. છેલ્લા 4 ચાર વર્ષમાં સુઝલોન એનર્જીના શેરમાં 390%નો વધારો થયો છે. કંપનીના શેરમાં ત્રણ વર્ષમાં 534%નો ઉછાળો આવ્યો છે. સુઝલોન એનર્જીનો 52-અઠવાડિયાનો હાઈ રેટ 74.30 રૂપિયા છે જ્યારે તેનો 52-અઠવાડિયાનો લો લેવલ 38.17 રૂપિયા છે.
(DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો