ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / અમેરિકાને પાછળ મૂકી ચીન બન્યું ભારતનું ટોચનું ટ્રેડ પાર્ટનર, નિકાસમાં વધારો

બિઝનેસ / અમેરિકાને પાછળ મૂકી ચીન બન્યું ભારતનું ટોચનું ટ્રેડ પાર્ટનર, નિકાસમાં વધારો

Published By: Priyankka Triveddi

Last Updated: 08:42 AM, 16 April 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચીન ફરી બન્યું ભારતનું સૌથી મોટું વેપાર ભાગીદાર બન્યું છે. આ પહેલા છેલ્લા 4 વર્ષથી અમેરિકા સૌથી મોટું ભાગીદાર હતું.

ADVERTISEMENT

India China Trade: નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન ભારતના વૈશ્વિક વેપાર ક્ષેત્રમાં મહત્વપૂર્ણ બદલાવ નોંધાયો છે. તાજેતરના સરકારી આંકડાઓ મુજબ ચીને અમેરિકા ને પાછળ છોડીને ફરી એકવાર ભારતનો સૌથી મોટો વેપાર ભાગીદાર બનવાનો દરજ્જો મેળવ્યો છે. છેલ્લા ચાર વર્ષથી અમેરિકા આ સ્થાન પર હતું. પરંતુ હવે ચીન સાથે વધતા વેપારને કારણે આ સ્થિતિમાં ફેરફાર આવ્યો છે. બંને દેશો વચ્ચેનો કુલ દ્વિપક્ષીય વેપાર 151 અબજ ડોલર સુધી પહોંચ્યો છે. જે આર્થિક સંબંધોની ગાઢતા દર્શાવે છે.

આ વેપાર વૃદ્ધિ સાથે જ એક ચિંતાજનક પાસું પણ સામે આવ્યું છે અને તે છે વેપાર ખાધ. 2025-26 દરમિયાન ચીન સાથે ભારતની વેપાર ખાધ વધીને 113 અબજ ડોલર થઈ ગઈ છે. અગાઉના વર્ષ 2024-25માં આ આંકડો 99.2 અબજ ડોલર હતો. એટલે કે ખાધમાં નોંધપાત્ર વધારો થયો છે. ભારત ચીનમાંથી મોટા પ્રમાણમાં માલ આયાત કરે છે. ખાસ કરીને ઈલેક્ટ્રોનિક્સ, મશીનરી અને કાચા માલ, જેના કારણે આયાતનું પ્રમાણ ઘણું વધારે છે.

નિકાસના મામલે જોવામાં આવે તો ભારતે ચીનમાં પોતાની હાજરી મજબૂત બનાવવાનો પ્રયાસ કર્યો છે. ગત વર્ષ દરમિયાન ભારતની ચીનમાં નિકાસમાં 37% જેટલો વધારો નોંધાયો છે અને તે 20 અબજ ડોલર સુધી પહોંચી છે. છતાંય આયાતના આંકડા તેની સરખામણીએ ઘણી ઊંચા છે. ચીનમાંથી આયાત 16% વધીને 132 અબજ ડોલર સુધી પહોંચી છે. જે વેપાર સંતુલનને ભારે અસર કરે છે.

આ પણ વાંચો: 6 ટકા પગાર વધારો, બોનસ-સેલેરીમાં 51000નો વધારો, 8મું પગાર પંચ આપશે ભેટ

બીજી તરફ અમેરિકા સાથેના વેપાર સંબંધોમાં થોડો બદલાવ જોવા મળ્યો છે. ભારતે અમેરિકા તરફ નિકાસમાં 0.92% વધારો કરીને 88 અબજ ડોલર સુધી પહોંચાડી છે. જ્યારે આયાત 53 અબજ ડોલર રહી છે. આમ છતાં અમેરિકા સાથે ભારતને 35 અબજ ડોલરનું ટ્રેડ સરપ્લસ પ્રાપ્ત થયું છે. જો કે આ અગાઉના વર્ષની તુલનાએ ઓછું છે. આ પરિસ્થિતિ દર્શાવે છે કે ભારત માટે ચીન સાથેનો વધતો વેપાર એક તરફ અવસર છે તો બીજી તરફ વેપાર ખાધના કારણે પડકાર પણ ઉભો કરે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

largest trade partner India China trade US India trade

Published by

Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ