ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / 6 ટકા પગાર વધારો, બોનસ-સેલેરીમાં 51000નો વધારો, 8મું પગાર પંચ આપશે ભેટ

કામની વાત / 6 ટકા પગાર વધારો, બોનસ-સેલેરીમાં 51000નો વધારો, 8મું પગાર પંચ આપશે ભેટ

Published By: Nirav Kumar

Last Updated: 02:43 AM, 16 April 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આઠમું પગાર પંચ લાગુ થાય એના પહેલા વિવિધ સંગઠનો પોત પોતાની ડિમાન્ડ રજુ કરી રહ્યા છે. હવે એવામાં એક નવી માંગ આવી છે. ચાલો તેના વિષે જાણીએ.

ADVERTISEMENT

કેન્દ્રીય કર્મચારીઓ આઠમા પગાર પંચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. જો બધું બરાબર રહ્યું તો આઠમું પગાર પંચ મે 2027 સુધીમાં સરકારને તેમની ભલામણો આપશે. ત્યારબાદ સરકાર ભલામણો અમલમાં મુકશે. પગાર પંચની ભલામણો કરવામાં આવે તે પહેલાં કેન્દ્રીય કર્મચારીઓના વિવિધ સંગઠનો પણ પોતાની ડીમાંડ કરી રહ્યા છે.

  • શું છે નવી માંગ ?

રાષ્ટ્રીય પરિષદ-જેસીએમ સ્ટાફ સાઇડ દ્વારા 8મા પગાર પંચમાંથી મીનીમમ બેઝીક સેલરી 69,000 રૂપિયા અને ફિટમેન્ટ ફેક્ટર 3.833 નો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. જેમાં 7મા પગાર પંચની ભલામણોના આધારે વર્તમાન મીનીમમ બેઝીક સેલરી18,000 રૂપિયા છે. મતલબ કે મીનીમમ બેઝીક સેલરી હવે 51,000 રૂપિયા સુધી વધારવાની માંગ કરવામાં આવી રહી છે. મીનીમમ બેઝીક સેલરી અને ડીએ પર મીનીમમ 30 દિવસનું બોનસ પણ માંગવામાં આવી રહ્યું છે. આ સિવાય વાર્ષિક વૃદ્ધિ દર એટલે કે, વાર્ષિક વૃદ્ધિ, વર્તમાન 3% થી 6% સુધી વધારવાની માંગ કરવામાં આવી રહી છે.

vtv app promotion

પે લેવલ સમાન કરવા માટે પણ સૂચનો કરવામાં આવ્યા છે. 8મા પગાર પંચને 7મા પગાર પંચના 18 લેવલને સાતમાં મર્જ કરવા વિનંતી કરવામાં આવી છે. પારિવારિક એકમોની સંખ્યા પાંચથી વધારીને સાત કરવી જોઈએ તેવી માંગ થઇ છે. પગાર પંચને 30 વર્ષની સેવાની અંદર દરેક કર્મચારી માટે ઓછામાં ઓછા પાંચ પ્રમોશન સુનિશ્ચિત કરવા પણ વિનંતી કરવામાં આવી છે. આ સિવાય દર પાંચ વર્ષે પેન્શનમાં સુધારો થવો જોઈએ.

VTV_DIGITAL.width-800
  • રજા પરની માંગણીઓ

અનુકંપા નિમણૂકો આપવા માટે પગાર પંચને વિનંતી કરવામાં આવી છે. ગ્રુપ C માટે 1 કરોડ રૂપિયા અને ગ્રુપ B માટે 1.5 કરોડ રૂપિયાના 100% ગ્રુપ વીમાની પણ માંગ કરવામાં આવી છે. ગ્રેચ્યુટી અંગે પગાર પંચ સમક્ષ માંગણીઓની યાદી પણ મૂકવામાં આવી છે. આ સિવાય પેટરનીટી લીવ કર્મચારીઓ માટે 45 દિવસની રજા અને મહિલાઓ માટે તેમના સેવા સમયગાળા દરમિયાન 60 દિવસની માતાપિતા સંભાળ રજાની માંગ કરવામાં આવી છે. પગાર પંચને મેટરનીટી લીવ 240 દિવસ સુધી વધારવા માટે કહેવામાં આવ્યું છે, જેમાં બે બાળકો હોવા પર કોઈ પ્રતિબંધ નથી. પેન્શનની કમ્યુટેશન (એડવાન્સ પેમેન્ટ) ની સુવિધા 11 વર્ષ પછી રીસ્ટોર કરવી જોઈએ. નાગરિક કર્મચારીઓ માટે પણ વન રેન્ક વન પેન્શન લાગુ કરવું જોઈએ એવી પણ માંગ છે.

વધુ વાંચો : શું SIPની તારીખ બદલવાથી રિર્ટન પર થાય છે અસર ? ક્યા ફેક્ટર પર આધાર રાખે છે રિર્ટન

આઠમા પગાર પંચની રચના ગયા વર્ષે કરવામાં આવી હતી. તેની રચના ગયા વર્ષના નવેમ્બરમાં કરવામાં આવી હતી. ત્યારબાદ, પગાર પંચે ફેબ્રુઆરી 2026 માં તેનું પોર્ટલ શરૂ કર્યું. આ પોર્ટલમાં પગાર પંચના તમામ અપડેટ્સ હશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Organizations Demands 8th Pay Commission

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ