ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / ધનતેરસ-દિવાળીમાં સોનું ખરીદવાનું વિચારી રહ્યાં છો? તો જાણી લો, કિંમત કેટલે અટકશે

Gold Rate Update / ધનતેરસ-દિવાળીમાં સોનું ખરીદવાનું વિચારી રહ્યાં છો? તો જાણી લો, કિંમત કેટલે અટકશે

Published By: Priyankka Triveddi

Last Updated: 03:39 PM, 11 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોનાના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. તહેવારના સમયે લોકો સોનાના ભાવ ઘટે તેની રાહ જોઈને બેઠા છે. વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો ભાવ પ્રતિ ઔંસ 3600 ડોલર પહોંચી ગયો છે.

ADVERTISEMENT

Gold Rates in Festive Season: સોનાના સતત વધતા ભાવોને લીધે લોકો પહલેથી જ હેરાન છે. તહેવારોની મોસમ શરૂ થાય તે પહેલાં જ તેની ચિંતાઓ વધુ વધી ગઈ છે. ધનતેરસ અને દિવાળીનો તહેવાર પણ આવી રહ્યો છે તો પ્રશ્ન એ થાય છે કે આ સમય દરમિયાન સોનાના ભાવમાં કેટલો વધારો થશે? શું સામાન્ય માણસ આ તહેવારની સીઝનમાં સોનાની ખરીદી કરી શકશે કે નહિ?

સોનાના ભાવ દોઢ લાખ આસપાસ પહોંચી શકે છે

સૌ પ્રથમ જો આપણે વર્તમાન આંકડાઓની વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો ભાવ પ્રતિ ઔંસ 3600 ડોલર પહોંચી ગયો છે. એક રિપોર્ટ અનુસાર જો સોનાનો ભાવ આ જ રીતે વધતો રહેશે તો વર્ષ 2026 સુધીમાં ભાવ પ્રતિ ઔંસ 4500 ડોલર સુધી પહોંચી શકે છે. ભારતમાં કિંમત લગભગ 1.45 લાખ હશે. નિષ્ણાતોનો અંદાજ છે કે આ વર્ષે દિવાળી સુધીમાં સોનું 1.25 લાખના સ્તરે પહોંચી શકે છે. ગયા વર્ષે ધનતેરસ પર બુલિયન બજારમાં સોનું પ્રતિ 10 ગ્રામ 78846 રૂપિયા પર ખુલ્યું હતું.

Gold-Ornamentss

તહેવારોની મોસમમાં માંગ કેવી રહેશે?

સોનાના ભાવમાં થયેલા રેકોર્ડ વધારાને કારણે નવરાત્રિ, દશેરા અને ધનતેરસથી શરૂ થતા તહેવારોની મોસમ દરમિયાન માંગમાં ઘટાડો થવાની સંભાવના છે કારણ કે લોકો ભાવ ઘટવાની રાહ જોઈ રહ્યા છે અને તેથી લોકોએ તેમની ખરીદી મોકૂફ રાખી છે. તમને જણાવી દઈએ કે ગયા વર્ષની સરખામણીમાં સોનાના ભાવમાં લગભગ 54 ટકાનો વધારો થયો છે. ગયા વર્ષે સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ લગભગ 71000 રૂપિયા હતો.

gold-simple

સોનાના ભાવ આસમાને પહોંચી રહ્યા છે

મંગળવારે વૈશ્વિક બજારોમાં મજબૂત વલણને કારણે સોનાના ભાવ 1438 રૂપિયા પ્રતિ 10 ગ્રામ વધીને 109475 રૂપિયાના નવા રેકોર્ડ સ્તરે પહોંચ્યા હતા. જ્યારે સોમવારે તે 108037 રૂપિયા પ્રતિ 10 ગ્રામ નોંધાયા હતા. MCX પર ઓક્ટોબર ડિલિવરી માટે સૌથી વધુ ટ્રેડ થયેલા સોનાના વાયદા 982 વધીને 109500 પ્રતિ 10 ગ્રામના નવા ઉચ્ચતમ સ્તર પર પહોંચ્યા. યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા આગામી સપ્તાહે વ્યાજ દરમાં ઘટાડાની વધતી અપેક્ષાઓ વચ્ચે સોનાના ભાવમાં તેજી જોવા મળી છે. આંતરરાષ્ટ્રીય બજારોમાં, કોમેક્સ પર ડિસેમ્બર ડિલિવરી માટે સોનાના વાયદા $3,698 પ્રતિ ઔંસના સર્વકાલીન ઉચ્ચતમ સ્તર પર પહોંચી ગયા છે. આ ઉપરાંત, સ્પોટ ગોલ્ડ $3,658 પ્રતિ ઔંસના રેકોર્ડ ઉચ્ચતમ સ્તર પર પહોંચી ગયું છે.

વધુ વાંચો: માનો કે, IT રિટર્ન ભરવામાં મોડા પડ્યાં, તો શું થશે? સમજી લેજો, જાણો છેલ્લી ડેડલાઇન

Vtv App Promotion 1

માંગમાં આટલો ઘટાડો થશે

ઓલ ઈન્ડિયા જેમ એન્ડ જ્વેલરી ડોમેસ્ટિક કાઉન્સિલના વાઇસ ચેરમેન અવિનાશ ગુપ્તા કહે છે કે સોનાના વધતા ભાવને કારણે તહેવારોની મોસમ દરમિયાન માંગમાં 10-15 ટકાનો ઘટાડો થવાની ધારણા છે.

ઇન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનના વાઇસ પ્રેસિડેન્ટ અને એસ્પેક્ટ ગ્લોબલ વેન્ચર્સના એક્ઝિક્યુટિવ ચેરપર્સન અક્ષા કંબોજ પણ કહે છે કે વધતી કિંમત ગ્રાહકોની ભાવનાઓને અસર કરશે, જેના કારણે માંગમાં 20-30 ટકાનો ઘટાડો થઈ શકે છે. આ તહેવારોની સિઝનમાં માંગ ઓછી રહેવાની શક્યતા છે. વધતી કિંમતોને કારણે ગ્રાહકો કાં તો તેમની ખરીદી ઘટાડશે અથવા લાઇટ ડિઝાઇનવાળા ઘરેણાં તરફ વળશે.

(DISCLAIMER બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gold Price Increased Gold Rates in Festive Season Gold Price in Diwali

Published by

Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ