બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / માનો કે, IT રિટર્ન ભરવામાં મોડા પડ્યાં, તો શું થશે? સમજી લેજો, જાણો છેલ્લી ડેડલાઇન

કામની વાત / માનો કે, IT રિટર્ન ભરવામાં મોડા પડ્યાં, તો શું થશે? સમજી લેજો, જાણો છેલ્લી ડેડલાઇન

Last Updated: 02:09 PM, 11 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમે ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ ચૂકી જશો તો ઇન્કમ ટેક્સ વિભાગ તમને દંડ ફટકારી શકે છે. પરંતુ તમે ડીસેમ્બરમાં બીલેટેડ રિટર્ન ફાઇલ કરો છો તો તમારી આવક પ્રમાણે દંડ ભરવાનો રહેશે.

ઇન્કમ ટેક્સ રિટર્ન (ITR) ફાઇલ કરવાની છેલ્લી તારીખ 15 સપ્ટેમ્બર 2025 છે. જો તમે આ ડેટ ચૂકી જશો તો ઇન્કમ ટેક્સ વિભાગ તમને દંડ ફટકારી શકે છે. પરંતુ તમે 31 ડિસેમ્બર 2025 સુધી બીલેટેડ રિટર્ન ફાઇલ કરી શકો છો પણ તમારે એના માટે દંડ ભરવો પડશે.

  • કેટલો દંડ લાગશે?
    આ અંગે એક્સપર્ટનું કહેવું છે કે, દંડ તમારી આવક પર ડીપેન્ડ કરે છે. જો તમારી કુલ આવક 5 લાખ રૂપિયાથી વધુ હોય તો તમારે 5000 રૂપિયા સુધીનો દંડ ભરવો પડશે. જો તમારી કુલ આવક 5 લાખ કે તેથી ઓછી હોય તો દંડ 1000 રૂપિયા ભરવો હશે. તમારી આવક કરમુક્ત મર્યાદા કરતા ઓછી હોય અને તમે ફક્ત રિફંડ મેળવવા માટે ITR ફાઇલ કરી રહ્યા હોવ તો કોઈ દંડ લાગશે નહીં.
  • ચૂકવવું પડી શકે છે વ્યાજ પણ
    એક્સપર્ટ અનુસાર, જો તમે સમયસર ટેક્સ ચૂકવ્યો ન હોય તો તમારે દર મહિને 1% ના દરે વ્યાજ પણ ચૂકવવું પડશે. આ વ્યાજ ટેક્સની બાકી રકમ પર વસૂલવામાં આવશે અને તે દિવસ સુધી જોડવામાં આવશે જયારે તમે ટેક્સ ભરશો.

વધુ વાંચો : Oracle-OFSSના શેરોમાં રેકોર્ડબ્રેક ઉછાળો, રોકાણકારો ફૂલ મોજમાં, કારણ લેરી એલિસન


  • લોંગ ટર્મ નુકશાન આગળ નહીં વધે

જો તમે મોડું ITR ફાઇલ કરો છો તો તમે આગામી વર્ષોમાં કેપિટલ લોસ કે બીઝનેસ લોસને આગલા વર્ષમાં આગળ નહીં વધારી શકો. તેનાથી તમે ભવિષ્યમાં ટેક્સ બચાવવાનો મોકો ગુમાવી શકો છો. પરંતુ ઘરના મિલકતના નુકસાનને આગળ વધારવાની છૂટ મળતી રહેશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Interest Rate Belated Return Income Tax Return
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ