બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / એક જ અઠવાડિયામાં સોનાની કિંમત આસમાને, ભાવ જાણીને આંખો પહોળી થઈ જશે

બિઝનેસ / એક જ અઠવાડિયામાં સોનાની કિંમત આસમાને, ભાવ જાણીને આંખો પહોળી થઈ જશે

Published By: Vidhata Gothi

Last Updated: 01:43 PM, 5 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gold Rate Today in India: નવરાત્રિ શરૂ થયા પછીથી દશેરા સુધીમાં સોનાના ભાવમાં સતત વધારો થયો અને લગભગ રોજ નવો હાઈ રેકોર્ડ બનાવ્યો. દેશમાં સોનાના ભાવ ડોમેસ્ટિક અને ગ્લોબલ બંને ફેકટર્સથી પ્રભાવિત થાય છે.

Gold Rate Today: સોનાના ભાવમાં છેલ્લા કેટલાક સમયમાં ભારે ઉછાળો આવ્યો છે. છેલ્લા એક અઠવાડિયામાં જ સોનાના ભાવમાં 3920 રૂપિયાનો વધારો થયો છે. ભારતમાં હાલમાં તહેવારોની સીઝન ચાલી રહી છે, ત્યારે સોનાની માંગમાં વધારો થયો છે. સાથે જ સ્થાનિક શેરબજારોમાં ઘટાડો, યુએસ ફેડરલ રિઝર્વ તરફથી વ્યાજ દરમાં વધુ ઘટાડાની અપેક્ષા, અમેરિકા શટડાઉન અને નબળા ડોલરને કારણે સોનાના ભાવમાં વધારો થયો છે. પરંતુ હવે, પ્રોફિટ-બુકિંગ અને ડોલરમાં રિકવરીને લીધે સોનાની ખરીદીની ગતિ ધીમી પડી ગઈ છે. ત્યારે ચાલો જાણીએ આજના સોનાના ભાવ કેટલા છે.

gold

Gold Price Today: દેશના શહેરોમાં સોનાનો ભાવ

દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ 119,550 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. 22 કેરેટ સોનાનો ભાવ 109,600 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. આ સિવાય મુંબઈ, ચેન્નઈ અને કોલકાતામાં 22 કેરેટ સોનાનો ભાવ 108,640 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ 119,400 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. જયપુર, લખનૌ અને ચંદીગઢમાં 24 કેરેટ સોનાનો ભાવ 119,550 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે, 22 કેરેટ સોનાનો ભાવ 109,600 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. અમદાવાદ અને ભોપાલમાં 22 કેરેટ સોનાનો ભાવ 109,500 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે, 24 કેરેટ સોનાનો ભાવ 119,450 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. હૈદરાબાદમાં 22 કેરેટ સોનાનો ભાવ 108,640 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ 119,400 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

Silver Price: ચાંદીનો ભાવ

બીજી કિંમતી ધાતુની વાત કરીએ તો એક અઠવાડિયામાં ચાંદીના ભાવમાં 6,000 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે. 5 ઓક્ટોબરના રોજ, ચાંદી 155,000 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થઈ રહી હતી. સપ્ટેમ્બરમાં ભાવ વધારામાં ચાંદી સોના કરતાં વધી ગઈ હતી. ગયા મહિને, ચાંદીના ભાવમાં 19.4 ટકાનો વધારો થયો હતો, જ્યારે સોનાના ભાવમાં 13 ટકાનો વધારો થયો હતો. ચાંદી માત્ર એક સારો રોકાણ વિકલ્પ નથી, પરંતુ તેની ઔદ્યોગિક માંગ પણ છે. કુલ માંગમાં 60-70 ટકા ઔદ્યોગિક વપરાશનો હિસ્સો છે.

Vtv App Promotion 2

ઇન્ડિયન બુલિયન જ્વેલર્સની વેબસાઇટ પર અપડેટ કરાયેલા સોનાના દરો દેશભરમાં સમાન હોય છે, પરંતુ જો તમે બુલિયન શોપમાંથી સોનાના દાગીના ખરીદવા જાઓ છો, તો 3% GST અને મેકિંગ ચાર્જ અલગથી ચૂકવવા પડે છે, જેના કારણે તેની કિંમત વધી જાય છે અને મેકિંગ ચાર્જ દરેક શહેરમાં અલગ અલગ હોઈ શકે છે.

આ પણ વાંચો: હોમ લોનના હપ્તા ભરનારનું ગયું ટેન્શન, આ સિક્રેટ ટ્રીકથી આખી હોમ લોન થશે વ્યાજ વગરની, મળશે વધુ પૈસા

સોનાની શુદ્ધતા આ રીતે તપાસો

સોનું ખરીદતી વખતે, તેની શુદ્ધતા વિશે જાણવું પણ જરૂરી છે અને તેની પદ્ધતિ ખૂબ જ સરળ છે. જણાવી દઈએ કે મોટાભાગે 22 કેરેટ સોનાનો ઉપયોગ સોનાના દાગીના બનાવવા માટે થાય છે અને જ્યારે તમે સોનાના દાગીના ખરીદો છો, ત્યારે તમે તેના પર હોલમાર્ક જોઈને તેની શુદ્ધતા વિશે જાણી શકો છો. વાસ્તવમાં, 24 કેરેટ સોનાના દાગીના પર 999 લખેલું હોય છે, જ્યારે 23 કેરેટ પર 958, 22 કેરેટ પર 916, 21 કેરેટ પર 875 અને 18 કેરેટ પર 750 લખેલું હોય છે.

DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad Gold Price Gold Rate Today in India Latest Gold Rates

Published by

Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ