બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / Budget / Budget 2026-27 / દેશમાં બનશે 7 હાઈ સ્પીડ રેલ કોરિડોર, આ શહેરના નામ સામેલ, બજેટમાં મોટું એલાન

કેન્દ્રીય બજેટ 2026 / દેશમાં બનશે 7 હાઈ સ્પીડ રેલ કોરિડોર, આ શહેરના નામ સામેલ, બજેટમાં મોટું એલાન

Published By: Priyankka Triveddi

Last Updated: 12:01 PM, 1 February 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Union Budget 2026: આજે 1 ફેબ્રુઆરીને રવિવારના રોજ નાણાંમંત્રી નિર્મલા સીતારમણ 9 મુ કેન્દ્રીય બજેટ રજૂ કરી રહ્યા છે. આ બજેટથી એક બાજુ ટેકસ પેયર્સને લાભ થવાની આશા છે તો બીજી બાજુ મિડલ ક્લાસથી લઈને ગામડા અને ખેડૂતોની નજર પણ આજના બજેટ પર ટકેલી છે. આ બજેટ એવા સમયે રજુ થઈ રહયું છે જ્યારે એક બાજુ દેશમાં ઘરેલુ માંગ મજબૂત થઈ રહી છે તો બીજી તરફ દુનિયામાં ઉથલ પાથલ છે.

Union Budget 2026: બજેટના પહેલા સંસદમાં રજુ કરવામાં આવેલા ઈકોનોમીક સર્વે 2025-26એ ભારતની અર્થવવસ્થાની મોટી છબી રજુ કરી છે. વર્કિંગ ક્લાસને ફાયદો છે અને સાથે હેલ્થ અને રોજગારી એક મોટી સમસ્યા છે. આગામી નાણાકીય વર્ષમાં 6.8% થી 7.2% ગ્રોથનું અનુમાન છે. હાલ દરેક વર્ગ જાણવા માંગે છે કે બજેટ 2026 માં ટેકસ સ્લેબમાં શું ફેરફાર થશે. હાલ બજેટમાં બાયોફાર્મા સેક્ટરને લઈને જાહેરાત કરવામાં આવી છે.

બજેટને લગતા તમામ અપડેટ માટે નીચેની લિન્ક પર ક્લિક કરો.

https://www.youtube.com/watch?v=nvaV2v4uMlg

બાયોફાર્મા સેક્ટરને લગતી જાહેરાત

Bio Pharma સેક્ટર માટે એક મોટી જાહેરાત કરતાં નાણાંમંત્રીએ કહ્યું કે "ભારતને વૈશ્વિક બાયો ફાર્મા મેન્યુફ્રેક્ચરિંગ હબના રૂપમાં વિકસિત કરવા માટે 'Bio Pharma Shakti' યોજનાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. આવનાર 5 વર્ષોમાં 10000 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવશે. જેનાથી Biologics અને Biosimilar ના ઘરેલુ ઉત્પાદન માટે મજબુત ઇકો સિસ્ટમ તૈયાર કરશે.

આ પણ વાંચો: GST કલેક્શનમાં જોરદાર ઉછાળો, બજેટ પહેલા જ સરકારના ખજાનામાં કરોડો આવી ગયા

vtv app promotion

દિલ્હી- વારાણસી સહિત 7 હાઇસ્પીડ રેલ કોરિડોરની જાહેરાત

બજેટમાં દિલ્હી-વારાણસી સહિત 7 હાઈસ્પીડ રેલ કોરિડોરની જાહેરાત કરવામાં આવી છે. બનારસ અને પટનામાં જહાજને રીપેર કરવાની સુવિધા સ્થાપિત કરવામાં આવશે

બજેટમાં દિલ્હી-વારાણસી સહિત 7 હાઈસ્પીડ રેલ કોરિડોરની જાહેરાત કરવામાં આવી છે.

આ 7 રૂટ હશે:

  1. મુંબઈથી પુણે
  2. પૂણેથી હૈદરાબાદ
  3. હૈદરાબાદથી બેંગલુરુ
  4. હૈદરાબાદથી ચેન્નાઈ
  5. ચેન્નાઈથી બેંગલુરુ
  6. દિલ્હીથી વારાણસી
  7. વારાણસીથી સિલિગુરિ

દિલ્હી-વારાણસી, વારાણસી-સિલિગુરિમાં પણ હાય સ્પીડ રેલ કોરિડોર બનશે. 5 વર્ષમાં 5 ઔદ્યોગિક ક્ષેત્રોમાં કાર્બન કેપ્ચર માટે 20 હજાર કરોડનો પ્રસ્તાવ આપવામાં આવ્યો છે. નાણાંમંત્રી નિર્મલા સીતારમણએ બજેટ ભાષણમાં જાહેરાત કરી છે કે નાણાકીય વર્ષ 2026-27 માટે કેપેક્સ વધારીને 12.2 લાખ કરોડ રૂપિયા કરી દેવાયો છે.

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું કે, "અમે ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન 2.0 શરૂ કરીશું અને ટેકનોલોજી અને સ્કિલ્ડ વર્કફોર્સ ડેવલપ કરવા માટે ઇન્ડસ્ટ્રી-લેડ રિસર્ચ અને ટ્રેનિંગ સેન્ટર્સ પર પણ ફોકસ કરીશું." સેમિકન્ડક્ટર મિશન 2.0નો પ્રાથમિક ઉદ્દેશ્ય ભારતીય આઇપીના પૂર્ણ-સ્કેલ પાઇપલાઇન માટે તૈયાર ઉપકરણો અને સામગ્રીનું ઉત્પાદન કરવાનો હશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Finance Minister Nirmala Sitharaman Union Budget 2026 કેન્દ્રીય બજેટ 2026

Published by

Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ