બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / IPO છોડો! આ કંપનીના શેર ખરીદી લો, એક શેર પર મળશે 156 રૂપિયાનું ડિવિડન્ડ

બિઝનેસ / IPO છોડો! આ કંપનીના શેર ખરીદી લો, એક શેર પર મળશે 156 રૂપિયાનું ડિવિડન્ડ

Published By: Chintan Chavda

Last Updated: 10:49 PM, 9 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Dividend Stock: આ કંપનીએ 2024 માં 3 વખત પોતાના ઈન્વેસ્ટરોને ડિવિડન્ડ આપ્યું હતું. હવે ફરીથી આ જ કંપનીએ ડિવિડન્ડ આપવાની જાહેરાત કરી છે... જાણો સમગ્ર ડિટેલ્સ..

ડિવિડન્ડ આપતી કંપનીઓ પર ઇન્વેસ્ટ કરતાં ઇન્વેસ્ટરો માટે ગુડ ન્યૂઝ છે. આગામી અઠવાડિયામાં Akzo Nobel India Ltd ના શેર એક્સ-ડિવિડન્ડ ટ્રેડ કરવા જઈ રહ્યા છે. કંપનીએ એક શેર પર 156 રૂપિયાનું સ્પેશિયલ ડિવિડન્ડ આપવાનો નિર્ણય લીધો છે.

STOCK-MARKET-3

દરેક શેર પર 156 રૂપિયાનું ડિવિડન્ડ આપી રહી છે આ કંપની

Akzo Nobel India Ltd એ શેર બજારોને માહિતી આપી કે, એક શેર પર 156 રૂપિયાનું ડિવિડન્ડ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સ્પેશિયલ ડિવિડન્ડ માટે 11 ઓગસ્ટ 2025 તારીખ નક્કી કરવામાં આવી છે. એટલે આ દિવસે જે ઇન્વેસ્ટરોનું નામ કંપનીની રેકોર્ડ બુકમાં રહેશે તેમણે જ ડિવિડન્ડનો લાભ મળશે.

app promo4

આ પહેલા ગત મહિને જ એક્સ ડિવિડન્ડ ટ્રેડ કરી હતી. ત્યારે યોગ્ય ઈન્વેસ્ટરોને એક શેર પર 30 રૂપિયાનું ડિવિડન્ડ આપવામાં આવ્યું હતું. 2024 માં કંપનીએ  3 વખત પોતાના ઈન્વેસ્ટરોને ડિવિડન્ડ આપ્યું હતું. ત્રણેય વખત યોગ્ય ઈન્વેસ્ટરોને એક શેર પર 125 રૂપિયાનો લાભ મળ્યો હતો. જણાવી દઈએ કે, Akzo Nobel India Ltd એ 2001માં પહેલી વખત પોતાના ઈન્વેસ્ટરોને ડિવિડન્ડ આપ્યું હતું.

વધુ વાંચો : તમારી પાસે છે? રોકાણકારોને સાત મહિનામાં એક શેર પર 11704 રૂપિયાનો નફો

શેરબજારમાં કંપનીનું પ્રદર્શન કેવું રહ્યું?

શુક્રવારે જ્યારે માર્કેટમાં ભારે વેચાણ જોવા મળ્યું હતું ત્યારે આ સ્ટોક 0.57% વધારા સાથે 3646.75 રૂપિયાના લેવલ પર બંધ થયો હતો. ગત એક વર્ષ દરમિયાન કંપનીના શેરોની કિંમતોમાં 11% તેજી આવી છે. કંપનીનો 52 વીક હાઇ 4649 રૂપિયા અને 52 વીક લો લેવલ 3045.95 રૂપિયા છે. કંપનીનો માર્કેટ કેપ 16,607.41 કરોડ રૂપિયાનો છે. 5 વર્ષમાં કંપનીના શેરોના ભાવ 90% વધ્યો છે.

DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Special Dividend Business News Akzo Nobel India Itd

Published by

Chintan Chavda

Chintan Chavda is working with VTV Gujarati as a copywriter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ