બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / મોદી સરકારની એક જાહેરાતે શેર બજારમાં પ્રાણ ફુંકયા, સેન્સેક્સ-નિફ્ટી જબરદસ્ત ઉછાળા સાથે બંધ

રોનક / મોદી સરકારની એક જાહેરાતે શેર બજારમાં પ્રાણ ફુંકયા, સેન્સેક્સ-નિફ્ટી જબરદસ્ત ઉછાળા સાથે બંધ

Shilpa Parmar

Last Updated: 04:43 PM, 18 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમને પણ શેર બજારમાં રોકાણ કરવાની આદત છે. તો તમારા માટે એક સારા સમાચાર છે. મોદી સરકારની એક જાહેરાતે શેર બજારમાં પ્રાણ ફુંકયા છે. શેર બજાર જબરદસ્ત ઉછાળા સાથે બંધ થયું છે. જાણો શેર બજારના આંકડાઓ.

શેર બજારમાં રોકાણ કરતાં લોકો માટે એક સારા સમાચાર છે. મોડી સરકારના GST સુધારાના પ્રસ્તાવને કારણે શેર બજારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે અને એ જ કારણ છે કે સેન્સેક્સ-નિફ્ટી આજે જબરદસ્ત ઉછાળા સાથે બંધ થયું છે.

શેર બજારના આંકડાઓ

ઓટો અને કન્ઝમ્પશન સેક્ટરના શેરમાં વધારે તેજી જોવા મળી હતી. રિયલ્ટી, મેટલ અને FMCG ઇન્ડેક્સમાં વધારો જોવા મળ્યો છે. જ્યારે IT, ફાર્મા અને એનર્જી સેક્ટરના શેરમાં દબાણ રહ્યું.

શેર બજાર બંધ થતાં સેન્સેક્સ 676.09ના આંકડા સાથે 0.84% વધીને 81,273.75 પર અટક્યું. નિફ્ટી 245.65ના અંક સાથે 1.00%ના વધારા સાથે 24,876.95 પર અટક્યું.

STOCK-MARKET-1

રીગલ રિસોર્સિસ IPO

આજે રીગલ રિસોર્સિસનો IPO એલોટમેન્ટ થવાનો હતો. મકાઈ આધારિત પ્રોડક્ટ્સ બનાવતી આ કંપનીના IPOને રોકાણકારો તરફથી જબરદસ્ત પ્રતિસાદ મળ્યો હતો. આ IPO કુલ 159.87 ગણો સબસ્ક્રાઇબ થયો.

લુમેક્સ ઓટો ટેક્નોલોજીસ

આ કંપનીના શેરના ભાવમાં છેલ્લા 11 અઠવાડિયામાં સૌથી વધુ તેજી જોવા મળી. આ કંપનીના શેર 86.45 રૂપિયા એટલે કે 8.60% વધીને 1,091.85 રૂપિયા પર પહોંચ્યો છે. આ શેરમાં 6 ઓગસ્ટ 2025એ 1,231.90 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો. 7 એપ્રિલ 2025ના રોજ આ શેર 452.55 રૂપિયાના સ્તર પર હતો. હાલ, આ શેર 52 અઠવાડિયાના સૌથી વધુ વધારા સાથે 11.37%થી 141.27% પર ટ્રેડ થઈ રહ્યો છે.

ઈલેક્ટ્રોનિક્સ માર્ટ ઈન્ડિયા

આ કંપનીના શેર 9.40 રૂપિયા એટલે કે 7.87% વધીને હાલ 128.90 રૂપિયા પર છે. આ શેર 19 ઓગસ્ટ 2024એ 246 રૂપિયા પર હતો અને 7 એપ્રિલ 2025ના રોજ 110.00 રૂપિયાના વધારા સાથે ટ્રેડ થઈ રહ્યો છે.

stock-market-new-logo

બજાજ ફાઇનાન્સ

સોમવારના વેપારમાં NSE પર આ કંપનીનો શેર 5.63% વધીને 909.95 રૂપિયા પર પહોંચ્યોછે. આ વધારાથી રોકાણકારોમાં રસ વધ્યો છે જેના કારણે આ શેર નિફ્ટી 50 ઇન્ડેક્સમાં સૌથી વધારે તેજી ધરાવતો શેર રહ્યો છે. છેલ્લા પાંચ ત્રિમાસિક સમયમાં કંપનીના રેવન્યુ અને નફામાં સતત વૃદ્ધિ જોવા મળી

બાલકૃષ્ણ ઇન્ડસ્ટ્રીઝ

સોમવારે કંપનીના શેરમાં 2%નો ઉછાળો આવ્યો છે. હાલનો ભાવ 2,449.80 રૂપિયા છે, જે 2.09%નો વધારો દર્શાવે છે. આ તેજીના કારણે તે નિફ્ટી મિડકેપ 150 ઇન્ડેક્સમાં ટોચના વધારા સાથેનો શેર બન્યો. જૂન 2025માં કંપનીનું રેવન્યુ 2,760.02 કરોડ રૂપિયા રહ્યું, જ્યારે જૂન 2024માં 2,714.50 કરોડ રૂપિયા હતું. જોકે, નફો જૂન 2024માં 489.99 કરોડ રૂપિયા હતો જે જૂન 2025માં ઘટીને 288.30 કરોડ રૂપિયા રહ્યો.

વધુ વાંચો: સેન્સેક્સ 900 અંકને પાર જતા રોકાણકારોની રકમમાં 5.77 લાખ કરોડનો ઉછાળો

નિષ્ણાતોનો GST પર અભિપ્રાય

12% સ્લેબવાળા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સને સૌથી વધારે ફાયદો થઈ શકે છે. અપેરલ અને ફૂટવેર સેગમેન્ટને પણ લાભ થશે. પેજ ઈન્ડસ્ટ્રીઝને 1000 રૂપિયાથી ઉપરના કેટલાક આઉટરવેર પર લાભ થશે. બાટાને 1000 રૂપિયા સુધીના જૂતાં પર લાભ મળશે. મેટ્રો બ્રાન્ડ્સને પણ 1000 રૂપિયાથી નીચેના વોકવે સ્ટોર્સ પરથી લાભ થવાની શક્યતા છે.

(DISCLAIMER : બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Sensex-Nifty Stock market Update Modi government
Shilpa Parmar

Shilpa Parmar is working as a Jr. Sub Editor at VTV Gujarati.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ