બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 03:17 PM, 9 October 2025
India Smartphone Export : અમેરિકા તરફથી ભારત પર 50 ટકાની ભારે ટેરિફ લગાવવામાં આવી હોવા છતાં ભારતે પોતાના સ્માર્ટફોન નિકાસમાં ઐતિહાસિક વૃદ્ધિ નોંધાવી છે. આમ જોવા જઈએ તો આ ટ્રમ્પ ટેરિફનો ઉદ્દેશ ભારતના નિકાસ પર અસર કરીને તેની વેગ ઘટાડવાનો છે પણ ભારતે આ અવરોધને પાર કરી લીધા છે અને નિકાસમાં ખાસ કરીને સ્માર્ટફોન ક્ષેત્રે શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે.
ADVERTISEMENT
ઉદ્યોગના અંદાજો મુજબ ચાલુ નાણાંકીય વર્ષની પહેલી છમાસિક ગાળામાં ભારતમાંથી કુલ સ્માર્ટ ફોન નિકાસ $13.4 અબજ સુધી પહોંચ્યો છે, જે ગયા વર્ષની તુલનાએ 59 ટકા વધુ છે (પાછલા વર્ષમાં $8.5 અબજ). આ વૃદ્ધિનો મુખ્ય હિસ્સો એપલના આઇફોનના ઉત્પાદન અને નિકાસ દ્વારા આવ્યો છે. એકલા આઇફોનનું નિકાસ $10 અબજ જેટલું રહ્યું છે, જે કુલ નિકાસના 75% કરતા વધુ છે.
સપ્ટેમ્બર મહિનામાં વૃદ્ધિ
ADVERTISEMENT
સપ્ટેમ્બર 2024ની તુલનામાં સપ્ટેમ્બર 2025માં કુલ નિકાસ 87% જેટલો વધીને $1.7 અબજ રહ્યો છે, જે અત્યાર સુધીનો મહત્તમ માસિક નિકાસ છે. અમેરિકા માટે થયેલો નિકાસ છેલ્લા વર્ષના $258 મિલિયનના બદલે આ વર્ષે સપ્ટેમ્બરમાં $900 મિલિયન રહ્યો છે, જે કુલ નિકાસમાં 52.3%નો હિસ્સો ધરાવે છે.

ADVERTISEMENT
ઓછા નિકાસવાળા મહિના હોવા છતાં નોંધપાત્ર વૃદ્ધિ
ઇન્ડિયા સેલ્યુલર એન્ડ ઈલેક્ટ્રોનિક્સ એસોસિએશન મુજબ ઓગસ્ટ અને સપ્ટેમ્બર સામાન્ય રીતે ઓછા નિકાસવાળા મહિના હોય છે કારણ કે નવા મોડલની રાહ જોતા ગ્રાહકો ખરીદી અટકાવે છે. છતાં પણ આ વર્ષે સપ્ટેમ્બરમાં નોંધપાત્ર નિકાસ થયો છે, જે ઉદ્યોગની મજબૂતી દર્શાવે છે. સામાન્ય રીતે, નિકાસ ફરીથી ઓક્ટોબરના મધ્ય ભાગથી વધવા લાગે છે.
ADVERTISEMENT
એપલ માટેની પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ (PLI) યોજના માર્ચ 2026 સુધી ચાલુ રહેશે, જ્યારે સેમસંગ માટે તે પહેલેથી જ પૂર્ણ થઈ ગઈ છે. પરિણામે આ વર્ષે સેમસંગના નિકાસમાં ઘટાડો જોવા મળ્યો છે. જોકે, એપ્પલના સપ્લાયર્સ ભારતમાં વધુ યુનિટ સ્થાપી રહ્યા છે. તાજેતરમાં બે નવા આઇફોન એસેમ્બલી પ્લાંટ શરૂ થયા છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.