બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / દિવાળી પહેલા લોન લેનાર માટે આવ્યા ગૂડ ન્યૂઝ, હવે આ વસ્તુની જરુર નહીં પડે, સરકારનું મોટું એલાન

આનંદો / દિવાળી પહેલા લોન લેનાર માટે આવ્યા ગૂડ ન્યૂઝ, હવે આ વસ્તુની જરુર નહીં પડે, સરકારનું મોટું એલાન

Published By: Priykant Shrimali

Last Updated: 08:08 AM, 9 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

CIBIL Score for Bank Loan : કેન્દ્ર સરકારે અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) દ્વારા બહાર પાડવામાં આવેલી નવી માર્ગદર્શિકા પ્રમાણે પહેલી વાર લોન માંગતા અરજદારો માટે હવે...

CIBIL Score for Bank Loan : જો તમે પહેલી વાર બેંકમાંથી લોન લેવા માંગો છો અને તમારી પાસે CIBIL સ્કોર નથી કે ખૂબ ઓછો છે તો ચિંતા કરવાની જરૂર નથી. વાસ્તવમાં કેન્દ્ર સરકારે અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) દ્વારા બહાર પાડવામાં આવેલી નવી માર્ગદર્શિકા પ્રમાણે પહેલી વાર લોન માંગતા અરજદારો માટે હવે કોઈ લઘુત્તમ CIBIL સ્કોરની આવશ્યકતા રાખવામાં આવી નથી.

RBIની સ્પષ્ટ માર્ગદર્શિકા

6 જાન્યુઆરી, 2025ના રોજ જાહેર કરાયેલા માસ્ટર ડાયરેક્શન અનુસાર, RBI એ બેંકોને સૂચના આપી છે કે, તેઓ ફક્ત એટલા માટે લોન નકારી ન નાખે કે અરજદારો પાસે પૂર્વમાં કોઈ ક્રેડિટ ઇતિહાસ નથી. આવા નવો આરંભ કરતા લોકો માટે હવે નક્કર રાહત મળવા જઈ રહી છે. નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ પણ જાહેર કર્યું હતું કે, RBIએ ખાસ કરીને પહેલી વાર લોન લેનારા લોકો માટે કોઈ લઘુત્તમ ક્રેડિટ સ્કોર ફરજિયાત નથી રાખ્યો.

મહત્વપૂર્ણ લોન મળશે પણ ચકાસણી તો થશે

જોકે CIBIL સ્કોર ફરજિયાત નથી તેમ છતાં બેંકોને લોન આપવા પહેલા અરજદારની નાણાકીય સ્થિતિ અને વર્તનનું મૂલ્યાંકન કરવાનું રહેશે. બેંક નીચેના મુદ્દાઓની તપાસ કરશે:

  • આવકના સ્તર અને નોકરી કે વ્યવસાયની સ્થિરતા
  • અગાઉના કોઈ હપ્તા ભરવાના રેકોર્ડ (જો હોય તો)
  • લોન માટે કોઈ પુનર્ગઠન, સમાધાન કે માફી થઈ હોય તે મુદ્દાઓ
  • વિલંબિત ચુકવણીઓ કે અન્ય નાણાકીય વર્તન

CIBIL રિપોર્ટ હવે મફતમાં મળશે

ઘણા લોકો ફરિયાદ કરતા હોય છે કે, CIBIL રિપોર્ટ મેળવવા માટે મોટી રકમ વસૂલવામાં આવે છે. આ બાબતે નાણા રાજ્ય મંત્રીએ સ્પષ્ટ કર્યું છે કે, કોઈપણ ક્રેડિટ ઇન્ફોર્મેશન કંપની (CIC) ₹100 કરતાં વધુ ચાર્જ કરી શકતી નથી. આ સાથે જ RBIના નિયમો મુજબ દરેક વ્યક્તિને દર વર્ષે એકવાર તેમનો સંપૂર્ણ ક્રેડિટ રિપોર્ટ ઇલેક્ટ્રોનિક ફોર્મેટમાં મફતમાં મળી શકે છે. આ નિયમ 1 સપ્ટેમ્બર, 2016થી અમલમાં છે.

આ પણ વાંચો : RBIનો મોટો નિર્ણય, હવે આ બેંકમાંથી ફક્ત 10,000 રૂપિયા જ ઉપાડી શકાશે

CIBIL સ્કોર શું છે?

CIBIL સ્કોર એ એક 3 અંકનો ક્રેડિટ સ્કોર છે જે 300 થી 900 વચ્ચે હોય છે. સ્કોર જેટલો ઊંચો હોય, વ્યક્તિનું ક્રેડિટવર્તન તેટલું સારૂ ગણાય છે. સામાન્ય રીતે 750થી ઉપરનો સ્કોર શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ સ્કોર વ્યક્તિના લોન ભરવાના ઐતિહાસિક રેકોર્ડ પર આધારિત હોય છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

RBI CIBIL Score for Bank Loan Bank Loan

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ