બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / તહેવાર ટાણે જ સોનામાં રેકોર્ડ બ્રેક તેજી, ઓલ ટાઈમ હાઈ પર પહોંચી કિંમત, જાણો લેટેસ્ટ રેટ
Gold Silver Price Today: તહેવારો નજીક છે તેવા સમયે સોના-ચાંદીનો ભાવ વિક્રમી સ્તરે પહોંચતા જ્વેલર્સની ચિંતા વધી છે. વૈશ્વિક બજારમાં ઉદ્ભવેલી સ્થિતિને કારણે સોનાનો ભાવ ઐતિહાસિક સ્તરે છે. મધ્યમ વર્ગ માટે સોનું લેવું હવે સ્વપ્ન સમાન બની ગયું છે. સોનાની સાથે ચાંદી પર બરાબરની ચમકી રહી છે અને તેમાં પણ ભાવ વધારો જોવા મળી રહ્યો છે.
ADVERTISEMENT
વેપારીઓને ચિંતા વધી ગઈ
સોના અને ચાંદીમાં ભાવ વધતા અત્યારથી જ શો-રૂમમાં ગ્રાહકો ઓછા દેખાઈ રહ્યા છે, જેના પગલે વેપારીઓને ચિંતા વધી ગઈ છે. તહેવારોની સિઝન શરૂ થાય તે પહેલાં જ સોનામાં જબરદસ્ત ઉછાળો થયો છે. 24 કેરેટ સોનાના ભાવમાં આજે (09 સપ્ટેમ્બર 2025) 1300 રૂપિયા કરતા પણ વધુનો ઉછાળો જોવા મળી રહ્યો છે. આ સાથે જ સોનું પ્રતિ ગ્રામ 1,10,290 રૂપિયા સાથે ઓલ ટાઈમ હાઈમ પર પહોંચી ગયું છે.
ADVERTISEMENT

જાણો તમારા શહેરના ભાવ
ADVERTISEMENT
દિલ્હીમાં 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ 1,10,440 રુપિયા જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ 1,01,250 રૂપિયા છે. તેવી જ રીતે, મુંબઈ, હૈદરાબાદ, ચેન્નાઈ, બેંગલુરુ અને કોલકાતામાં 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ 1,10,290 રૂપિયા અને 22 કેરેટ સોનાનો ભાવ 1,01,100 રૂપિયા છે. આ ઉપરાંત જયપુર, અમદાવાદ અને પટનામાં, 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ 1,10,340 રૂપિયા અને 22 કેરેટ સોનાનો ભાવ 1,01,150 રૂપિયા છે. નોંધનીય છે કે 24 કેરેટ સોનું સામાન્ય રીતે રોકાણ હેતુ માટે ખરીદવામાં આવે છે, જ્યારે 22 કેરેટ અને 18 કેરેટ સોનું ઘરેણાં બનાવવા માટે ખરીદવામાં આવે છે.
વધુ વાંચો : GST ઘટવા છતાંય સામાન મોંઘો મળશે! આખરે ક્યાં મામલો અટવાયો, મેળવો વિગત
ADVERTISEMENT
ચાંદીના ભાવમાં પણ વધારો થયો
સોનાની સાથે ચાંદીના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. સ્થાનિક વાયદા બજારમાં ચાંદીમાં તેજી જોવા મળી હતી. શરૂઆતના કારોબારમાં, ચાંદીનો ભાવ 3000 રુપિયા વધતા 1,30,000 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થતો જોવા મળી રહ્યો છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Jai Bhatt is Sr. Sub Editor and working in journalism from more than 10 years. He is an expert of reporting and writing human interest news tories.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.