બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / PF ધારકોને જલસા!, EPFO એ UAN આધાર લિંકિંગની ડેડલાઇન વધારી દીધી, જાણો છેલ્લી તારીખ

ફાયદાની વાત / PF ધારકોને જલસા!, EPFO એ UAN આધાર લિંકિંગની ડેડલાઇન વધારી દીધી, જાણો છેલ્લી તારીખ

Chintan Chavda

Last Updated: 11:50 AM, 6 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

EPFO UAN Activation: જો તમે નોકરી કરતા હોય અને હજુ સુધી તમારો UAN નંબર એક્ટિવેટ કર્યો નથી અથવા તમારા બેંક ખાતાને આધાર સાથે લિંક કર્યો નથી, તો ગભરાવાની જરૂર નથી. EPFO એ આ કામ માટે છેલ્લી તારીખ લંબાવી છે. ચાલો જાણીએ કઈ છે નવી ડેડલાઇન..

જો તમે નોકરી કરો છો અને અત્યાર સુધી પોતાનો UAN એક્ટિવ નથી કરાવ્યું તો તમારી માટે ખુશખબરી છે. EPFO એટલે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠને UAN અને આધાર સાથે જોડાયેલા બેંક એકાઉન્ટની લિંકિંગ ડેટ લંબાવી છે. આ મોકો ખાસ કરીને તે કર્મચારીઓઓ માટે ફાયદાકારક છે જે સરકારની ELI યોજનાનો લાભ લેવા ઈચ્છે છે.  

શું છે UAN અને આધાર લિંકિંગની છેલ્લી તારીખ?

EPFO (Employees’ Provident Fund Organisation) એ ફરી એક વાર Universal Account Number (UAN) અને આધાર લિંકિંગની લાસ્ટ ડેટ લંબાવીને 30 જૂન 2025 કરી દીધી છે. આ નિણર્ય તે કર્મચારીઓ માટે છે કે જેમને અત્યાર સુધી આ લિંકિંગ નથી કરાવી શક્યા.  ખાસ કરીને આધાર લિંકિંગ કેન્દ્ર સરકાર દ્વારા બજેટ 2024માં શરૂ કરવામાં આવેલી ELI યોજનાનો લાભ લેવા જરૂરી છે.

epfo-final

UAN શા માટે એક્ટિવેટ કરવું જરૂરી છે?

જો તમારી પાસે પણ PF એકાઉન્ટ છે અને હજુ સુધી તમારો UAN નંબર એક્ટિવેટ કર્યો નથી, તો તે એક્ટિવેટ કરો. જો તમે આમ નહીં કરો તો તમને પીએફના પૈસા ઉપાડવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. એક્ટિવેટ કર્યા વિના, તમે UAN નંબર વડે લોગિન કરી શકશો નહીં. જ્યારે તમારે પીએફ ખાતામાંથી પૈસા ઉપાડવાના હોય ત્યારે લોગિન કરવા માટે UAN નંબર અને પાસવર્ડની જરૂર પડશે.

app promo4

PF ખાતાધારકો આ રીતે UAN નંબર એક્ટિવેટ કરી શકે છે:

જો તમે હજી સુધી તમારા PF એકાઉન્ટનો UAN નંબર એક્ટિવેટ કર્યો નથી, તો તેને એક્ટિવેટ કરવા માટે, તમારે સૌથી પહેલા EPFOની વેબસાઇટ, unifiedportalmem.epfindia.gov.in/memberinterface/ પર જવું પડશે.

તમને અહીં ઘણા વિકલ્પો દેખાશે, જેમાંથી તમારે 'Important Links' ના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે.

હવે તમને અહીં 'એક્ટિવેટ UAN' વિકલ્પ દેખાશે, જેના પર તમારે ક્લિક કરવાનું રહેશે.

તેના પર ક્લિક કરતા જ તમારી સામે એક નવું પેજ ખુલશે.

વધુ વાંચો: એક દિવસમાં કેટલા કલાક ચલાવવું જોઈએ AC? જાણો અહીં

જ્યાં તમારે તમારો UAN નંબર દાખલ કરવાનો છે અથવા જો તમે ઇચ્છો તો, તમે અહીં મેમ્બર ID પણ ભરી શકો છો.

આ પછી તમારે તમારો 12 અંકનો આધાર નંબર ભરવો પડશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

UAN Activation Business EPFO
Chintan Chavda

Chintan Chavda is working with VTV Gujarati as a copywriter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ