બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / તહેવારોની સિઝનમાં 'સ્માર્ટ ગોલ્ડ' ખરીદો, ટેક્સ બચશે સાથે બીજા ફાયદાઓ નફાના, લેનારા ખુશખુશાલ

બિઝનેસ / તહેવારોની સિઝનમાં 'સ્માર્ટ ગોલ્ડ' ખરીદો, ટેક્સ બચશે સાથે બીજા ફાયદાઓ નફાના, લેનારા ખુશખુશાલ

Pravin Joshi

Last Updated: 11:18 PM, 12 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તહેવારોની સિઝનમાં ઘરેણાં ખરીદવા એ પરંપરાગત રીતે જરૂરી છે, પરંતુ તે સૌથી ઓછો નફાકારક રોકાણ વિકલ્પ છે, કારણ કે મેકિંગ ચાર્જ અને 3% GST 5-20% સુધી ચાર્જ ચૂકવવો પડે છે.

તહેવારોમાં સોનું ખરીદવાનું પરંપરાગત રૂપથી શુભ માનવામાં આવે છે. પરંતુ જો તમે સોનાને રોકાણ તરીકે જોતા હો, તો ફિઝિકલ જ્વેલરી કદાચ સૌથી ઓછો ફાયદો આપે છે. કારણ કે મેઈકિંગ ચાર્જ અને 3% GST મળીને શરૂઆતમાં જ તમે 5 થી 20 ટકા જેટલો વધારાનો ખર્ચ કરો છો.

gold-simple

ભારતમાં કરવા ચોથથી લઈને દિવાળી સુધીનો તહેવારોની સીઝન ચાલી રહી છે. હાલમાં અનેક લોકો સોનું ખરીદીને શુભ શરૂઆત કરે છે, પરંતુ હવે સમય ડિજિટલ ઈન્વેસ્ટમેન્ટનો છે. હવે સોનામાં રોકાણ માટે ફક્ત આભૂષણ નહીં, પણ ડિજિટલ ગોલ્ડ, ગોલ્ડ ETF અને સોવરેન ગોલ્ડ બોન્ડ (SGB) જેવા વિકલ્પો પણ લોકપ્રિય બની રહ્યા છે.

GOLD-SILVER-2

સોવરેન ગોલ્ડ બોન્ડ (SGB) – સૌથી ફાયદાકારક વિકલ્પ

સરકાર દ્વારા જારી કરાયેલા આ બોન્ડને સોનામાં સૌથી સુરક્ષિત અને સ્માર્ટ રોકાણ માનવામાં આવે છે.

ફિક્સ વ્યાજ: સોનાની કિંમત વધે તે સિવાય વર્ષના 2.5% વ્યાજ પણ સીધું તમારા એકાઉન્ટમાં મળે છે.

ટેક્સ ફાયદો: જો તમે આ બોન્ડને 8 વર્ષ સુધી રાખો છો, તો તેમાં મળેલા નફા પર કોઈ કેપિટલ ગેઇન ટેક્સ લાગતો નથી. આ ટેક્સ છૂટ અન્ય કોઈ ગોલ્ડ ઈન્વેસ્ટમેન્ટ વિકલ્પમાં મળતી નથી.

ગોલ્ડ ETF અને ડિજિટલ ગોલ્ડ – સરળ ખરીદી અને વેચાણ

ETF (Exchange Traded Fund) અને ડિજિટલ ગોલ્ડની સૌથી મોટી ખાસિયત તેમની લિક્વિડિટી છે એટલે કે તેને તરત ખરીદી કે વેચી શકાય છે. જો તમે તેને 3 વર્ષથી ઓછા સમય માટે રાખો છો, તો શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ લાગશે. 3 વર્ષથી વધુ સમય માટે રાખો તો લૉંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ (20.8%) લાગશે.

ફિઝિકલ જ્વેલરી – પરંપરા તો છે, પણ રોકાણ માટે યોગ્ય નહીં

જ્વેલરી ખરીદવી તહેવારોની પરંપરા છે, પણ રોકાણની દ્રષ્ટિએ તેમાં ઓછો લાભ છે. મેકિંગ ચાર્જ અને GSTને કારણે શરૂઆતથી જ ખર્ચ વધી જાય છે. સોનાની વેચાણ વખતે ટેક્સના નિયમો ETF જેવા જ હોય છે, પરંતુ મેઈકિંગ ચાર્જ રૂપે તમે મોટો ભાગ ગુમાવો છો.

આ પણ વાંચોઃ ધર્મ / ધનતેરસ પર શનિદેવનો ઓછાયો, ઘરમાં ભૂલથી પણ ન લાવો આ 6 વસ્તુઓ

શું કરવું?

જો તમારું લક્ષ્ય ટેક્સ બચાવ અને લાંબા ગાળાનું રોકાણ છે તો SGB પસંદ કરો. જો તમને લિક્વિડિટી (તાત્કાલિક ખરીદ-વેચાણ) જોઈતું હોય તો ગોલ્ડ ETF વધુ યોગ્ય છે. જો ફક્ત પરંપરા નિભાવવી હોય, તો જ્વેલરી ખરીદતી વખતે મેકિંગ ચાર્જ પર ચર્ચા કરો અને BIS હોલમાર્ક ચેક કરવાનું ભૂલશો નહીં.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

SovereignGoldBond Smart Gold DigitalGold
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ