બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / આ શું થયું? મસ્ક પાસેથી તાજ છીનવાયો, આ બિઝનેસમેન બન્યા વિશ્વના નંબર 1 ધનવાન

મિલિયોનર / આ શું થયું? મસ્ક પાસેથી તાજ છીનવાયો, આ બિઝનેસમેન બન્યા વિશ્વના નંબર 1 ધનવાન

Jay Bhatt

Last Updated: 11:08 AM, 11 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિશ્વના સૌથી ધનિક બિઝનેસમેનની યાદીમાં હવે એલન મસ્કે ટોચનું સ્થાન ગુમાવી દીધુ છે અને તેના સ્થાને જાયન્ક કંપનીના માલિકે ટોચનું સ્થાન ગ્રહણ કરી લીધું છે.

Billionaire Rankings: દુનિયાના સૌથી ધનિક બિઝનેસમેનની યાદીમાં હવે ટેસ્લાના એલન મસ્ક ટોપ પર નથી. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઇન્ડેક્સ મુજબ ટેસ્લાના માલિક એલન મસ્કને પહેલા ક્રમેથી નીચે સરકી ગયા છે.

અબજોપતિઓની યાદીમાં મોટો ફેરફાર

અબજોપતિઓની યાદીમાં મોટો ફેરફાર થયો છે. ટેસ્લાના સીઈઓ અને સ્પેસએક્સના માલિક મસ્ક લાંબા સમયથી વિશ્વના સૌથી અમીર વ્યક્તિનું સ્થાન ધરાવે છે. જો કે, તે હવે વિશ્વના સૌથી ધનિક ઉદ્યોગપતિ રહ્યા નથી, અને ઓરેકલના કો-ફાઉન્ડર લેરી એલિસન સૌથી અમીર લોકોની યાદીમાં પ્રથમ સ્થાને આવી ગયા છે અને તેમણે એલન મસ્કને બીજા સ્થાને ધકેલી દીધા છે.

લેરી એલિસન સૌથી ધનિક વ્યક્તિ બન્યા

વિશ્વ પર રાજ કરતા ટેસ્લાના સીઈઓના સ્થાને ઓરેકલના સહ-સ્થાપક અને ચેરમેન લેરી એલિસન પહેલીવાર વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ બન્યા છે. બ્લૂમબર્ગના બિલિયોનેર્સ ઇન્ડેક્સ અનુસાર, 10 સપ્ટેમ્બર, 2025ના રોજ એલિસનની કુલ સંપત્તિ $101 બિલિયન વધીને કુલ $393 બિલિયન થઈ ગઈ હતી, જે અત્યાર સુધીનો સૌથી મોટો એક દિવસનો વધારો નોંધાયો હતો.

ટેસ્લાના શેરમાં સતત ઘટાડો

આ વર્ષે અત્યાર સુધીમાં ટેસ્લાના શેરમાં 13%નો ઘટાડો થયો છે. યુરોપ અને અમેરિકામાં કંપનીના ઇલેક્ટ્રિક કારના વેચાણ પર દબાણ છે. યુરોપિયન યુનિયનમાં, વેચાણમાં 40 ટકા જેટલો ઘટાડો થયો છે. મસ્કના રાજકીય નિવેદનો અને ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થન પછી, ઘણા ખરીદદારો ટેસ્લાથી અંતર રાખી રહ્યા છે. જોકે, ટેસ્લાનું બોર્ડ મસ્કને એક મોટું પગાર પેકેજ આપી રહ્યું છે, જેના દ્વારા જો તે ટાર્ગેટ પૂર્ણ કરે છે, તો તે વિશ્વનો પ્રથમ ટ્રિલિયનર પણ બની શકે છે.

વધુ વાંચો : ભાઇએ નોકરી પડતી મૂકી એવો કમાલ કર્યો, કે બેંકમાં 1,00,00,000નું ફંડ એકત્ર કરી લીધું!

મસ્ક ફોર્બ્સની યાદીમાં હજુ પણ ટોચ પર

બીજી તરફ ઓરેકલના સીઈઓ, સફરા કેટ્ઝે ખુલાસો કરતા જણાવ્યું હતું કે, 'કંપનીએ તાજેતરના અનેક કોન્ટ્રાક્ટ પર હસ્તાક્ષર કર્યા છે, જેમાં ઓપનએઆઈ સાથેનો ઐતિહાસિક 300 ડૉલર બિલિયનનો સોદો પણ સામેલ છે. કંપની હવે આ નાણાકીય વર્ષમાં તેની ક્લાઉડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર આવક 77 ટકા વધીને 18 બિલિયન અમેરિકન ડૉલર થવાની અપેક્ષા રાખે છે'. જો કે ફોર્બ્સની યાદીમાં મસ્ક હજુ પણ ટોચ પર છે, પરંતુ બ્લૂમબર્ગના ડેટા દર્શાવે છે કે એલિસને તેમને પાછળ છોડી દીધા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Billionaire Rankings Elon Musk Larry Ellison
Jay Bhatt

Jai Bhatt is Sr. Sub Editor and working in journalism from more than 10 years. He is an expert of reporting and writing human interest news tories.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ