બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 12:53 AM, 21 April 2026
ગયા વર્ષની તુલનામાં આ વર્ષે ડીફેન્સ બજેટમાં રેકોર્ડ 7.84 લાખ કરોડ રૂપિયા એલોકેટ થયા છે. જે ગયા વર્ષની તુલનામાં 15 ટકા વધુ છે. આથી જો તમે ડિફેન્સના શેરોમાં ઈન્વેસ્ટ કરવા માંગતા હોવ તો અત્યારે બેસ્ટ ટાઈમ છે. તો પુંજીગત ખર્ચમાં 21.8 ટકાનો વધારો કરીને 2.19 લાખ કરવામાં આવ્યા છે. આ સિવાય રક્ષા અધિગ્રહણ પરિષદે હાલમાં જ 3.96 લાખ કરોડના અધિગ્રહણના પ્રસ્તાવોની મંજૂરી આપી છે. ચાલુ વર્ષ 3.3 લાખ કરોડની યોજનાઓને મંજૂરી મળી ગઈ છે. આથી ડીફેન્સ પીએસયુમાં વૃદ્ધિના સંકેત છે. ચાલો તેવી કંપનીઓ વિષે જાણીએ.
ADVERTISEMENT
ડિફેન્સમાં હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડનું વિશેષ સ્થાન છે. આ કંપની પાસે આગામી 10-15 વર્ષ માટે તેજસ, એએમસીએ જેવા 300થી વધુ વિમાનો બનાવવાનો મોકો છે. આથી બ્રોકરેજે તેને 6346 રૂપિયાના ટાર્ગેટ પ્રાઈઝ પર બાઈંગ રેટિંગ પર રાખ્યા છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
એરોસ્પેસ અને ડિફેન્સમાં યુઝ થનાર ટાઇટેનિયમ અને સુપર એલોય કોમ્પોનન્ટ માટે પીટીસી ખુબ મહત્વની છે. એરોસ્પેસ મટીરીયલ કોમ્પ્લેક્સ શરૂ થતા રેવન્યુમાં વધારો થશે. એન્ટીકે 23005 રૂપિયાનો ટાર્ગેટ પ્રાઈઝ રાખીને બાઈંગ રેટિંગ પર રાખ્યા છે.
ADVERTISEMENT
આ કંપનીને લાંબા સમય માટે રોકાણનું માધ્યમ માનવામાં આવે છે. તેની વિસ્ફોટક, ગોળા બારૂદ અને અપગ્રેડેડ ટેક્નોલોજીમાં મજબૂત પક્કડ છે. આ વર્ષના ત્રિજા ક્વોર્ટર સુધી તેનું ડિફેન્સ ઓર્ડર બુક 191 અરબ રૂપિયા હતું.
ADVERTISEMENT
આ કંપની ઇલેક્ટ્રોનિક્સ વોરફેર સિસ્ટમ,રડાર અને મિસાઈલના લીધે વધુ બેનીફિશિયરી મનાય છે. તેને ક્યુઆરએસએએમ પ્રોગ્રામમાં મોટા ઓર્ડર મળવાની શક્યતા છે. એન્ટીકે 532 રૂપિયાના ટાર્ગેટ પ્રાઈઝ પર બાઈંગ રેટિંગ પર રાખ્યા છે.
ADVERTISEMENT
કોમ્પ્લેક્સ યુદ્ધપોત અને સબમરીનના નિર્માણની આ કંપની પાસે સારી ક્ષમતા છે. આ એક જ ભારતીય કંપની છે જેની પાસે સબમરીન બનાવવાનો અનુભવ છે. બ્રોકરેજને પી-75(આઈ) યોજનામાં અને સબમરીનમાં 1થી 1.5 લાખ કરોડ રૂપિયાનો ઓર્ડર મળવાની શક્યતા છે.
(DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.