બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 04:38 PM, 11 September 2025
જો તમે 15 સપ્ટેમ્બર, 2025 સુધીમાં ઇન્કમ ટેક્સ રિટર્ન (ITR) ફાઇલ નહીં કરો, તો ઇન્કમ ટેક્સ વિભાગ તમારા પર પેનલ્ટી લગાવી શકે છે. જો કે, તમે 31 ડિસેમ્બર, 2025 સુધીમાં "બિલેટેડ રિટર્ન" ફાઇલ કરી શકો છો, પરંતુ તેના માટે તમારે પેનલ્ટી ચૂકવવી પડશે. આ સમાચારમાં, અમે બિલેટેડ રિટર્ન ફાઇલ કરવાની પ્રક્રિયા, પેનલ્ટીની રકમ, અન્ય નુકસાનો અને તેનાથી બચવાના ઉપાયો વિશે વિગતવાર જણાવીશું.
ADVERTISEMENT

એક નિષ્ણાંતના મત અનુસાર, બિલેટેડ રિટર્ન ફાઇલ કરવા માટે પેનલ્ટી તમારી આવક પર આધાર રાખે છે. જો તમારી કુલ આવક ₹5 લાખથી વધુ હોય, તો તમારે ₹5,000 સુધીની પેનલ્ટી ચૂકવવી પડશે. જો તમારી આવક ₹5 લાખ કે તેથી ઓછી હોય, તો પેનલ્ટી ₹1,000 હશે. જો તમારી આવક ટેક્સ-ફ્રી મર્યાદાથી ઓછી હોય અને તમે માત્ર રિફંડ મેળવવા માટે ITR ફાઇલ કરી રહ્યા હો, તો પેનલ્ટી લાગશે નહીં. એક નિષ્ણાંતના જણાવ્યા મુજબ, જો તમે તમારો ટેક્સ સમયસર નહીં ભરો, તો તમારે દર મહિને 1%ના દરે વ્યાજ ચૂકવવું પડશે. આ વ્યાજ બાકી ટેક્સની રકમ પર લાગશે અને જ્યાં સુધી તમે ટેક્સ નહીં ભરો ત્યાં સુધી ઉમેરાતું રહેશે.
ADVERTISEMENT

લોન્ગ-ટર્મ નુકસાન
ADVERTISEMENT
જો તમે ITR મોડું ફાઇલ કરો, તો તમે કેપિટલ લોસ અથવા બિઝનેસ લોસને આગામી વર્ષોમાં આગળ લઈ જઈ શકશો નહીં, જેના કારણે ભવિષ્યમાં ટેક્સ બચાવવાની તક ગુમાવી શકો છો. જો કે, ઘરની મિલકતના નુકસાનને આગળ લઈ જવાની છૂટ રહે છે.
બિલેટેડ રિટર્ન ફાઇલ કરવાની પ્રક્રિયા
ADVERTISEMENT
બિલેટેડ રિટર્ન ફાઇલ કરવાની પ્રક્રિયા સામાન્ય રિટર્ન જેવી જ છે:
ADVERTISEMENT

સમયસર ITR ન ભરવાના અન્ય નુકસાનો
ADVERTISEMENT
વધુમાં વાંચો: ધનતેરસ-દિવાળીમાં સોનું ખરીદવાનું વિચારી રહ્યાં છો? તો જાણી લો, કિંમત કેટલે અટકશે
બિલેટેડ રિટર્નની છેલ્લી તારીખ
એક નિષ્ણાંતએ જણાવ્યું કે, "બિલેટેડ રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર, 2025 છે. તે પછી ITR ફાઇલ કરવું મુશ્કેલ બને છે, જો કે, ખાસ શરતોમાં 'અપડેટેડ રિટર્ન' ફાઇલ કરી શકાય છે." તેમણે ઉમેર્યું, "જો તમે ITR ફાઇલિંગની ડેડલાઇન ચૂકી ગયા હો, તો ગભરાશો નહીં. સમયસર બિલેટેડ રિટર્ન ફાઇલ કરો અને દંડ ચૂકવી દો. આનાથી તમે કાનૂની મુશ્કેલીઓથી બચી શકશો અને ભવિષ્યના નુકસાનથી પણ રક્ષણ મળશે. પરંતુ આગલી વખતે ટેક્સ ડેડલાઇનનું ધ્યાન રાખો."
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.